દાઢીવાળો વરરાજા આવશે તો નહીં થાય લગ્ન, 19 ગામો માટે ફરમાન થયું જાહેર; ક્લીન શેવને લઈ કહી આ વાત
માવત સમાજે તેની એક બેઠકમાં ઠરાવ પસાર કર્યો છે કે જો વર ક્લીન શેવમાં નહીં હોય તો તે ફેરા ફરી શકશે નહીં.
Rajasthan News: જો કોઈ યુવકને લગ્નમાં દાઢી રાખવાનો શોખ હોય તો તેણે આ સમાચાર જરૂર વાંચવા જોઈએ. લગ્નમાં વરરાજાની દાઢીને લઈને નવું ફરમાન જાહેર કરવામાં આવ્યું છે. જો તમે આ હુકમનો અનાદર કરશો તો કદાચ તમે લગ્ન પણ કરી નહીં કરી શકો. રાજસ્થાનના પાલી જિલ્લામાં રહેતા કુમાવત સમુદાયે આ વિચિત્ર ફરમાન બહાર પાડ્યું છે.
કુમાવત સમાજે તેની એક બેઠકમાં ઠરાવ પસાર કર્યો છે કે જો વર ક્લીન શેવમાં નહીં હોય તો તે ફેરા ફરી શકશે નહીં. કુમાવત સમાજના 19 ગામોના પ્રતિનિધિઓએ એક બેઠકમાં આ નવા નિયમને લગતો ઠરાવ પસાર કર્યો હતો. જે મુજબ હવે ગામના કોઈપણ પરિવારમાં લગ્ન વખતે વરરાજાને ક્લીન શેવ કરાવવું ફરજિયાત રહેશે.
ક્લીન શેવને લઈ શું છે તર્ક
દાઢીવાળા વરની નો એન્ટ્રી અને ક્લીન શેવને લઈને સમાજના લોકોનો પણ પોતાનો તર્ક છે. તેઓ કહે છે કે લગ્ન દરમિયાન ફેશનને લઈને અમને કોઈ સમસ્યા નથી. કુમાવત સમાજના લોકોએ વરરાજાના ક્લીન શેવ વિશે કહ્યું, લગ્ન એક સંસ્કાર છે અને તેમાં વરરાજાને રાજા તરીકે જોવામાં આવે છે. તેઓએ કહ્યું કે વરરાજા ઘણી રીતે દાઢી વધારીને ધાર્મિક વિધિઓ કરે છે, જે સમાજ માટે અશુભ છે.
નિયમનું પાલન નહીં કરનારને સમાજમાંથી હાંકી કઢાશે
એ પણ ખાસ વાત છે કે સમાજના લોકોએ આ પ્રસ્તાવમાં કહ્યું છે કે જો લગ્ન દરમિયાન વરરાજા આ નવા નિયમોનું પાલન નહીં કરે તો તેને સજા કરવામાં આવશે. સજા તરીકે તેને સમાજમાંથી હાંકી કાઢવામાં આવી શકે છે. દાઢી સાથે આવેલા વરરાજાને લગ્ન કરવાની મંજૂરી આપવામાં આવશે નહીં.
આ પણ વાંચો.....
Kalasarpa Dosha Nivarana:કાળસર્પ યોગના કારણે થાય છે આ નુકસાન, નિવારણ માટે કરો આ વિધાન
India Corona Cases Today: ભારતમાં કોરોનાની રોકેટ ગતિ, 24 કલાકમાં 12 હજારથી વધુ કેસ નોંધાતા ફફડાટ
પેટ્રોલ-ડીઝલની અછતની અફવા વચ્ચે ગુજરાતના આ વિસ્તારમાં ડીઝલ ભરાવા ખેડૂતોની લાંબી લાઈન લાગી
PhonePe IPO: પેમેન્ટ કંપની PhonePe IPO લાવવાની તૈયારીમાં, Flipkart પાસે કંપનીમાં 87% હિસ્સો છે