શોધખોળ કરો

Russia-Ukraine Crisis: યુક્રેનમાં રહેતા ભારતીય વિદ્યાર્થીઓ બને તેમ જલદી દેશ છોડી દે, દૂતાવાસે જાહેર કરી નવી ગાઇડલાઇન

યુક્રેન પર રશિયાના હુમલાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે ત્યારે યુક્રેનના કિવમાં ભારતીય દૂતાવાસે ત્યાં રહેતા ભારતીયો માટે એક એડવાઇઝરી જાહેર કરી છે

કિવઃ યુક્રેન પર રશિયાના હુમલાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે ત્યારે યુક્રેનના કિવમાં ભારતીય દૂતાવાસે ત્યાં રહેતા ભારતીયો માટે એક એડવાઇઝરી જાહેર કરી છે. એડવાઇઝરીમાં કહ્યું છે કે યુક્રેનની વર્તમાન સ્થિતિને ધ્યાનમાં રાખીને તમામ ભારતીય વિદ્યાર્થીઓ અને નાગરિકોને યુક્રેન છોડવાની સલાહ આપવામાં આવે છે. ભારતીય દૂતાવાસ તરફથી કહેવામાં આવ્યું છે કે કોમર્શિયલ ફ્લાઈટ્સ અને ચાર્ટર ફ્લાઈટ્સ ઉપલબ્ધ હોઈ શકે છે.

 ભારતીય વિદ્યાર્થીઓને તેમના ચાર્ટર્ડ ફ્લાઇટ કોન્ટ્રાક્ટર સાથે સતત સંપર્કમાં રહેવાની સલાહ આપવામાં આવે છે. ઉપરાંત, દૂતાવાસના ફેસબુક, વેબસાઇટ અને ટ્વિટર પર અપડેટ્સ માટે જોડાઇ રહેવાની પણ સલાહ અપાઇ છે.

નોંધનીય છે કે યુક્રેનમાં  લગભગ 18 હજાર ભારતીય વિદ્યાર્થીઓ ફસાયેલા છે. તેમાંથી મોટા ભાગના વિદ્યાર્થીઓ મેડિકલનો અભ્યાસ કરી રહ્યા છે. આ લોકોએ સરકારને મદદની અપીલ કરી છે. દરમિયાન નાગરિક ઉડ્ડયન મંત્રાલયે ભારત અને યુક્રેન વચ્ચેની ફ્લાઇટ્સ પરનો પ્રતિબંધ હટાવી લીધો છે.

અગાઉ, ભારતીય વિદેશ મંત્રાલયે એક કંટ્રોલ રૂમ તૈયાર કર્યો છે અને યુક્રેનમાં ફસાયેલા લોકો માટે હેલ્પલાઇન નંબર જાહેર કર્યો છે. જો કોઈને યુક્રેનમાં તેમના સંબંધીઓ વિશે કોઈ મદદ અથવા માહિતીની જરૂર હોય તો તેઓ હેલ્પલાઈન નંબર 011-23012113, 011-23014104 અને 011-23017905 પર કૉલ કરી શકે છે. આ સિવાય ટોલ ફ્રી નંબર 1800118797 પર પણ કોલ કરી શકાય છે. આ સાથે, એક ફેક્સ નંબર 011-23088124 અને ઈમેલ આઈડી situationroom@mea.gov.in પણ ભારતીય વિદેશ મંત્રાલય પાસેથી મેળવી શકાય છે.

યુક્રેનથી ભારત આવવાનો પ્રયાસ કરી રહેલા લોકો માટે ભારતીય દૂતાવાસના હેલ્પલાઇન નંબરો +380 997300428, +380 99730483 અને ઇમેઇલ આઈડી cons1.kyiv@mea.gov.in પણ જાહેર કર્યા છે. મંત્રાલયના અધિકારી બાગચીએ કહ્યું કે આ હેલ્પલાઈન 24 કલાક ચાલુ રહેશે.

રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધના ખતરા વચ્ચે સમગ્ર વિશ્વમાં અફરા-તફરીનો માહોલ જોવા મળી રહ્યો છે. હવે યુક્રેનમાં રહેતા ભારતીય વિદ્યાર્થીઓને પણ ભારત પાછા ફરવાની અપીલ કરવામાં આવી છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

મહારાષ્ટ્ર ચૂંટણીના એક દિવસ પહેલા BJP નેતા પર પૈસા વહેંચવાનો આરોપ, 9 લાખ રોકડા જપ્ત 
મહારાષ્ટ્ર ચૂંટણીના એક દિવસ પહેલા BJP નેતા પર પૈસા વહેંચવાનો આરોપ, 9 લાખ રોકડા જપ્ત 
Surendranagar: પાટડીમાં જુગારધામ પકડાયું, SMCએ રેડ કરી 6 લાખના મુદ્દામાલ સાથે 30 શકુનીઓને દબોચ્યા
Surendranagar: પાટડીમાં જુગારધામ પકડાયું, SMCએ રેડ કરી 6 લાખના મુદ્દામાલ સાથે 30 શકુનીઓને દબોચ્યા
Ration Card ધારક માટે e-KYC જરુરી, ઝડપથી કરો આ કામ નહી તો નામ કમી થશે 
Ration Card ધારક માટે e-KYC જરુરી, ઝડપથી કરો આ કામ નહી તો નામ કમી થશે 
Accident: ભરૂચના જંબુસર નજીક ભયંકર અકસ્માત, કાર ટ્રકમાં ઘુસી જતાં 6 લોકોનાં કમકમાટીભર્યો મૃત્યુ
Accident: ભરૂચના જંબુસર નજીક ભયંકર અકસ્માત, કાર ટ્રકમાં ઘુસી જતાં 6 લોકોનાં કમકમાટીભર્યો મૃત્યુ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Vadodara Murder Case : વડોદરામાં મૃતક તપન પરમારની નીકળી અંતિમ યાત્રા, ભાજપના નેતાઓ પણ જોડાયાAnil Deshmukh : મહારાષ્ટ્રમાં NCP જૂથના નેતા અનિલ દેશમુખ પર હુમલોBhavnagar News | ભાવનગરમાં સાવકી માતાનો 9 વર્ષીય બાળકી પર અત્યાચાર, જુઓ કેવું કર્યું કૃત્ય?TMKOC News : તારક મહેતાના અસિત મોદી સાથે બોલાચાલી મુદ્દે 'જેઠાલાલે' શું કર્યો મોટો ખુલાસો?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મહારાષ્ટ્ર ચૂંટણીના એક દિવસ પહેલા BJP નેતા પર પૈસા વહેંચવાનો આરોપ, 9 લાખ રોકડા જપ્ત 
મહારાષ્ટ્ર ચૂંટણીના એક દિવસ પહેલા BJP નેતા પર પૈસા વહેંચવાનો આરોપ, 9 લાખ રોકડા જપ્ત 
Surendranagar: પાટડીમાં જુગારધામ પકડાયું, SMCએ રેડ કરી 6 લાખના મુદ્દામાલ સાથે 30 શકુનીઓને દબોચ્યા
Surendranagar: પાટડીમાં જુગારધામ પકડાયું, SMCએ રેડ કરી 6 લાખના મુદ્દામાલ સાથે 30 શકુનીઓને દબોચ્યા
Ration Card ધારક માટે e-KYC જરુરી, ઝડપથી કરો આ કામ નહી તો નામ કમી થશે 
Ration Card ધારક માટે e-KYC જરુરી, ઝડપથી કરો આ કામ નહી તો નામ કમી થશે 
Accident: ભરૂચના જંબુસર નજીક ભયંકર અકસ્માત, કાર ટ્રકમાં ઘુસી જતાં 6 લોકોનાં કમકમાટીભર્યો મૃત્યુ
Accident: ભરૂચના જંબુસર નજીક ભયંકર અકસ્માત, કાર ટ્રકમાં ઘુસી જતાં 6 લોકોનાં કમકમાટીભર્યો મૃત્યુ
શું તમે પણ બ્લડ પ્રેશરને ઘટાડવા માટે ખાવ છો દવા? આ બીમારીઓનો રહે છે ખતરો
શું તમે પણ બ્લડ પ્રેશરને ઘટાડવા માટે ખાવ છો દવા? આ બીમારીઓનો રહે છે ખતરો
ગાજરનો રસ દરરોજ પીવાથી સ્વાસ્થ્યને થશે આ ગજબના ફાયદાઓ , જાણો તેના વિશે
ગાજરનો રસ દરરોજ પીવાથી સ્વાસ્થ્યને થશે આ ગજબના ફાયદાઓ , જાણો તેના વિશે
PM Modi In Brazil: ઇટાલીના વડાપ્રધાનને મળ્યા PM મોદી, અન્ય હસ્તીઓ સાથે પણ કરી મુલાકાત
PM Modi In Brazil: ઇટાલીના વડાપ્રધાનને મળ્યા PM મોદી, અન્ય હસ્તીઓ સાથે પણ કરી મુલાકાત
શિયાળામાં જરૂર પીવો આ  Immunity Booster Shot, મજબૂત થશે રોગપ્રતિકારક શક્તિ
શિયાળામાં જરૂર પીવો આ Immunity Booster Shot, મજબૂત થશે રોગપ્રતિકારક શક્તિ
Embed widget