Shrimad Bhagavad Gita: શ્રીમદ ભગવદ્ ગીતાને રાષ્ટ્રીય ગ્રંથ જાહેર કરી શકે છે સરકાર, આ કામગીરી કરી
રાષ્ટ્રગાન, રાષ્ટ્રગીત, રાષ્ટ્રધ્વજની જેમ દેશને ટૂંક સમયમાં રાષ્ટ્ર ગ્રંથ પણ હશે. ભારત સરકાર શ્રીમદ ભગવદ્ ગીતાને રાષ્ટ્રીય ગ્રંથ તરીકે જાહેર કરી શકે છે.
Shrimad Bhagavad Gita: રાષ્ટ્રગાન, રાષ્ટ્રગીત, રાષ્ટ્રધ્વજની જેમ દેશને ટૂંક સમયમાં રાષ્ટ્ર ગ્રંથ પણ હશે. ભારત સરકાર શ્રીમદ ભગવદ્ ગીતાને (Shrimad Bhagavad Gita) રાષ્ટ્રીય ગ્રંથ તરીકે જાહેર કરી શકે છે. તેનો અમલ કરવા માટે સરકાર ગંભીરતાથી વિચારી રહી છે. આ માટે ભારત સરકાર (Government Of India) વિવિધ મંત્રાલયો પાસેથી અભિપ્રાય લઈ રહી છે. ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્રના બીજેપી સાંસદ ગોપાલ શેટ્ટીએ (Gopal Shetty) મોકલેલા પત્રના આધારે સરકાર આ કવાયત કરી રહી છે.
મહારાષ્ટ્રના સાંસદે પત્ર લખ્યો હતો
નોંધનીય છે કે, 5 જુલાઈના રોજ મહારાષ્ટ્રના બીજેપી (BJP) સાંસદ ગોપાલ શેટ્ટીએ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને પત્ર લખ્યો હતો. આ પત્રમાં તેમણે ગૃહમંત્રીને શ્રીમદ ભાગવત ગીતાને રાષ્ટ્રીય ગ્રંથ જાહેર કરવાની માંગ કરી છે. ગૃહમંત્રી શાહે આ પત્રનો જવાબ 18 જુલાઈએ જ મોકલ્યો છે. અન્ડર સેક્રેટરી (સંકલન-1) રેણુ સુરીએ 1 ઓગસ્ટ 22ના રોજ ઓફિસ મેમોરેન્ડમમાં આ અંગે માહિતી આપી છે. મેમોરેન્ડમ અનુસાર, જરૂરી કાર્યવાહી માટે ગોપાલ શેટ્ટીનો પત્ર સંબંધિત મંત્રાલયોને મોકલવાની સૂચના આપવામાં આવી છે.
ગૃહ મંત્રાલયે આ મામલે શિક્ષણ મંત્રાલયનો અભિપ્રાય પણ માંગ્યો છે. શ્રીમદ ભગવત ગીતાને રાષ્ટ્રીય ગ્રંથ તરીકે જાહેર કરવા અંગે શિક્ષણ મંત્રાલયે 10 ઓગસ્ટે પોતાની ટિપ્પણી પણ મોકલી છે. આ પછી હવે ગૃહ મંત્રાલયે શ્રીમદ ભાગવત ગીતાને રાષ્ટ્રીય પુસ્તક જાહેર કરવા અંગે સંસ્કૃતિ મંત્રાલયનો અભિપ્રાય માંગ્યો છે.
આ છે ગીતાનું જ્ઞાન...
શ્રીમદ ભાગવત ગીતામાં, ભગવાન કૃષ્ણના મહાભારતના યુદ્ધ દરમિયાન યુદ્ધના મેદાનમાં પાંડવ પુત્ર અર્જૂનને આપવામાં આવેલ ઉપદેશ છે. ગીતા માનવજાતને જીવન જીવવાનો માર્ગ બતાવે છે. તેનો ઉપદેશ ધર્મના માર્ગે ચાલીને સત્કર્મ કરવાનું શીખવે છે. ગીતાના જ્ઞાનને વિશ્વભરમાં સ્વિકારવામાં આવ્યું છે. ઘણા તત્વચિંતકોએ ગીતાને તત્વજ્ઞાનનો શ્રેષ્ઠ ગ્રંથ પણ કહ્યો છે. ગાંધીજીએ પણ કહ્યું હતું કે, જ્યારે હું મુશ્કેલીમાં હોઉ અને કોઈ રસ્તો ના મળે ત્યારે ગીતાના શરણે જાઉં છું.
આ પણ વાંચોઃ