Sidhu Moose Wala Murder: સિદ્ધૂ મૂસેવાલા હત્યાકાંડમાં પ્રથમ ધરપકડ, આરોપીના 5 દિવસના પોલીસ રિમાન્ડ
સિદ્ધૂ મૂસેવાલા હત્યા કેસમાં પ્રથમ ધરપકડ કરવામાં આવી છે. પંજાબ પોલીસે ઉત્તરાખંડમાંથી અટકાયત કરાયેલા મનપ્રીત સિંહ નામના વ્યક્તિની ધરપકડ કરી છે.
Sidhu Moose Wala Murder Case: સિદ્ધૂ મૂસેવાલા હત્યા કેસમાં પ્રથમ ધરપકડ કરવામાં આવી છે. પંજાબ પોલીસે ઉત્તરાખંડમાંથી અટકાયત કરાયેલા મનપ્રીત સિંહ નામના વ્યક્તિની ધરપકડ કરી છે. તેને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો જ્યાંથી તેને 5 દિવસના પોલીસ રિમાન્ડ પર મોકલવામાં આવ્યો છે. જણાવી દઈએ કે, પંજાબ પોલીસે સોમવારે પંજાબી ગાયક સિદ્ધુ મૂસેવાલાની હત્યાના સંબંધમાં દેહરાદૂનથી પાંચ શંકાસ્પદ લોકોની અટકાયત કરી હતી.
એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે આ પાંચેય ઉત્તરાખંડના ચમોલી જિલ્લાના હેમકુંડ સાહિબ ગુરુદ્વારા જઈ રહ્યા હતા. આ પાંચ લોકોની અહીં શિમલા બાયપાસ રોડ પરથી અટકાયત કરવામાં આવી હતી અને પૂછપરછ માટે પંજાબ લઈ જવામાં આવ્યા હતા. તેણે કહ્યું કે પંજાબ પોલીસ હવે શોધી કાઢશે કે ગાયકની હત્યામાં તેમની શું ભૂમિકા હતી. સિદ્ધુ મૂસેવાલા મર્ડર કેસમાં પંજાબ પોલીસે ફિરોઝપુર જેલમાંથી બે લોકોને પ્રોડક્શન વોરંટ પર ઝડપી લીધા છે. પંજાબ પોલીસે મનપ્રીત સિંહ નામના વ્યક્તિની ધરપકડ કરીને તેને કોર્ટમાં રજૂ કર્યો હતો. જ્યાંથી તેને 5 દિવસના પોલીસ રિમાન્ડ પર મોકલી આપવામાં આવ્યો હતો. મનપ્રીત સિંહે હત્યારાઓને કાર પૂરી પાડી હતી.
લૉરેન્સ બિશ્નોઈ ગેંગે મુસેવાલાની હત્યાની જવાબદારી લીધીઃ
ઉલ્લેખનીય છે કે, પંજાબના માનસા જિલ્લામાં રવિવારે પંજાબી ગાયક સિદ્ધુ મૂઝવાલાની અજાણ્યા હુમલાખોરો દ્વારા ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. મુસેવાલા કોંગ્રેસના નેતા હતા. તેમના વતન મુસામાં આજે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. પંજાબી ગાયક સિદ્ધુ મુસેવાલાની હત્યાની જવાબદારી લોરેન્સ બિશ્નોઈ ગેંગે લીધી છે. સિદ્ધુ મુસેવાલા ભણવા માટે કેનેડા ગયા હતા, ત્યારપછી જ્યારે તેઓ પંજાબ પરત ફર્યા તો તેઓ ગાયક તરીકે પાછા ફર્યા. સિદ્ધુ મુસેવાલા પણ ઘણા વિવાદો સાથે જોડાયેલા હતા. પંજાબ સરકારે સિદ્ધુ મૂઝવાલાની સુરક્ષા પાછી ખેંચી લીધાના એક દિવસ બાદ તેમની હત્યા કરવામાં આવી હતી.