![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
રાહુલ ગાંધી ફરી કોંગ્રેસ અધ્યક્ષ બનશે? જાણો રાહુલ ગાંધીએ શું જવાબ આપ્યો
Rahul Gandhi : કોંગ્રેસ ચિંતન શિબિરમાં કેટલાક કોંગ્રેસ નેતાઓએ માંગ કરી કે રાહુલ ગાંધી ફરીવાર કોંગ્રેસના અધ્યક્ષ બને.
![રાહુલ ગાંધી ફરી કોંગ્રેસ અધ્યક્ષ બનશે? જાણો રાહુલ ગાંધીએ શું જવાબ આપ્યો some Congress leaders demanded that Rahul Gandhi should become the Congress president again In the Congress Chintan Shibir રાહુલ ગાંધી ફરી કોંગ્રેસ અધ્યક્ષ બનશે? જાણો રાહુલ ગાંધીએ શું જવાબ આપ્યો](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/05/15/c1e78c1f4457a9121fa1ab8b1c4d7600_original.png?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Udaipur, Rajasthan : શું રાહુલ ગાંધી આખરે ફરી એકવાર કોંગ્રેસ પાર્ટીના અધ્યક્ષ બનવા તૈયાર છે? સૂત્રો પાસેથી એબીપી ન્યૂઝને મળેલી માહિતી અનુસાર, ઉદયપુરમાં ચિંતન શિબિર દરમિયાન જ્યારે કેટલાક નેતાઓએ રાહુલ ગાંધીને ફરીથી અધ્યક્ષ બનાવવાની માંગ કરી તો રાહુલે કહ્યું કે પાર્ટી જે કહે તે હું કરીશ.
જો કે, સૂત્રોના જણાવ્યા અનુસાર કોંગ્રેસ કાર્યકારી સમિતિની બેઠકમાં આ મુદ્દા પર ચર્ચા કરવામાં આવી ન હતી, પરંતુ ચિંતન શિવિર દરમિયાન સમિતિની બેઠક દરમિયાન, રાહુલ ગાંધીના નિવેદનથી જ સ્પષ્ટ સંકેત મળે છે કે રાહુલ ગાંધી ફરી એકવાર પાર્ટીના અધ્યક્ષ બની શકે છે.
ઓગસ્ટ-સપ્ટેમ્બરમાં કોંગ્રેસના અધ્યક્ષ અને સંગઠન માટે ચૂંટણી યોજાવાની છે અને હજુ સુધી એ સ્પષ્ટપણે ઔપચારિક રીતે નક્કી કરવામાં આવ્યું નથી કે રાહુલ ગાંધી અધ્યક્ષ પદ માટે ચૂંટણી લડવા માટે ફોર્મ ભરશે કે નહીં. પરંતુ રાહુલ ગાંધીના ચિંતન શિવિરના નિવેદનથી સ્પષ્ટ છે કે તેઓ પાર્ટી જે કહેશે તે કરશે, કદાચ તેમણે આ અંગે મન બનાવી લીધું છે.
I want to tell all Congress workers & leaders that you don't need to be scared. This country believes in truth. I'm with you for the rest of my life. And I'm going to fight this fight with you: Congress leader Rahul Gandhi at Nav Sankalp Shivir in Udaipur pic.twitter.com/cakd1MusaY
— ANI (@ANI) May 15, 2022
રાહુલ ગાંધીએ કહ્યું, “ હું કોંગ્રેસના તમામ કાર્યકરો અને નેતાઓને કહેવા માંગુ છું કે તમારે ડરવાની જરૂર નથી. આ દેશ ખરેખર વિશ્વાસમાં માને છે. હું આખી જિંદગી તમારી સાથે છું. અને હું તમારી સાથે આ યુદ્ધ લડવાનો છું”
મોટા નેતાઓ અંગે રાહુલ ગાંધીએ કહ્યું, “ વરિષ્ઠ નેતાઓએ અમને દિશા બતાવી અને નીતિ, વિચારસરણી, રાજકીય સ્થિતિના સંદર્ભમાં કોંગ્રેસ પક્ષે ક્યાં જવું છે તે અંગે ઘણી સ્પષ્ટતા છે”
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![gujarati.abplive.com](https://cdn.abplive.com/imagebank/editor.png)