UP Corona Cases: દેશના આ રાજ્યમાં વધી રહ્યા છે કોરોના કેસ, સીએમે સ્કૂલના વિદ્યાર્થીઓની સુરક્ષાને લઈ આપ્યા આ નિર્દેશ
UP Corona News: રાજધાની દિલ્હીને અડીને આવેલા યુપીના કેટલાક જિલ્લામાં કોરોનાના કેસ વધતાં ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે બુધવારે અધિકારીઓ સાથે મહત્વની બેઠક કરી.
UP Corona News: રાજધાની દિલ્હીને અડીને આવેલા યુપીના કેટલાક જિલ્લામાં કોરોનાના કેસ વધતાં ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે બુધવારે અધિકારીઓ સાથે મહત્વની બેઠક કરી. બેઠકમાં તેણે સ્કૂલના વિદ્યાર્થીઓની સ્વાસ્થ્ય સુરક્ષાને લઈ વધારે સતર્કતા દાખવવાનો નિર્દેશ આપ્યો.
માસ્કના નિયમની કડક અમલવારી કરાવવા ભાર
પ્રવક્તાએ કહ્યું, મુખ્યમંત્રીએ એનસીઆરના જિલ્લા અને લખનઉમાં તમામ જગ્યાએ માસ્ક પહેરવાના નિયમનો કડક અમલ કરાવવા ભાર આપ્યો છે. ઉપરાંત લોકોને કોવિડ પ્રોટોકોલનું પાલન કરવાની અપીલ કરી છે. પ્રવક્તાના કહેવા મુજબ, આપણે બાળકોના સ્વાસ્થ્યની સુરક્ષાને લઈ સતર્ક રહેવું પડશે અને સ્કૂલોમાં વિદ્યાર્થીઓને કોવિડ પ્રોટોકોલ અંગે જાગૃત કરવા પડશે. મુખ્યમંત્રીએ એમ પણ કહ્યું, એનસીઆરના જિલ્લા (ગૌતમબુદ્ધ નગર, ગાઝિયાબાદ, હાપુડ, મેરઠ, બુલંદશહર, બાગપત) અને લખનઉમાં રસી લેવાની બાકી હોય તેવા લોકોના રસીકરણ પર ભાર આપવામાં આવશે.
बच्चों की स्वास्थ्य सुरक्षा को लेकर हमें सतर्क रहना होगा।
— CM Office, GoUP (@CMOfficeUP) April 20, 2022
स्कूलों में कोविड प्रोटोकॉल के बारे में बच्चों को जागरूक किया जाए।
पब्लिक एड्रेस सिस्टम का प्रभावी ढंग से इस्तेमाल किया जाए: #UPCM श्री @myogiadityanath जी pic.twitter.com/TH9MF80O1D
કોરોના વધતા સરકારે ક્યાં ફરીથી માસ્કને ફરજિયાત કર્યુ, નહીં પહેરવા પર કેટલો થશે દંડ ?
દેશમાં ફરી એકવાર કોરોનાના કેસોમાં ઉછાળો આવી રહ્યો છે. દિલ્હીમાં કોરોના વધતા કેસોને ધ્યાનમાં લેતા ફરી એકવાર માસ્કની વાપસી થઇ છે. બુધવારે યોજાયેલી ડીડીએમની બેઠકમાં નિર્ણય કરવામાં આવ્યો કે દિલ્હીમાં માસ્ક પહેરવુ ફરજિયાત થશે. હવે દિલ્હીમાં માસ્ક નહીં પહેરનારા પર 500 રૂપિયાનો દંડ ફટકારવામાં આવશે.
રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં છેલ્લા કેટલાક દિવસોથી સતત કોરોનાના કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે. શહેરમાં કૉવિડ-19ના કેસો વધતા દિલ્હી ડિઝસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીની બુધવારે સવારે એક બેઠક બોલાવવામાં આવી હતી. જેમાં જો કોઇ માસ્ક પહેરવાના ફરજિયાત નિયમનુ ઉલ્લંઘન કરશે તો તેના પર 500 રૂપિયાનો દંડ ફટકારવામાં આવશે તેમ નક્કી થયું. DDMAની બેઠકમાં સ્કૂલો બંધ ના કરવા પર પણ સહમતી બની, વધતા કેસોની વચ્ચે નવી એસઓપી જાહેર કરવામા આવશે. શહેરમાં કૉવિડ-19 ટેસ્ટિંગ વધારવાનો પણ ફેંસલો કરવામાં આવ્યો હતો.
18+ आयु के लोगों को बूस्टर डोज लगाए जाने में तेजी की अपेक्षा है।
— CM Office, GoUP (@CMOfficeUP) April 20, 2022
प्रत्येक दशा में यह सुनिश्चित किया जाए कि एक भी नागरिक टीकाकवर से वंचित न रहे।
बूस्टर डोज की महत्ता और बूस्टर टीकाकरण केंद्रों के बारे में आमजन को जागरूक किया जाए: #UPCM श्री @myogiadityanath जी