PTI Fact Check: કાશી વિશ્વનાથ મંદિર અને મહાકુંભ મેળામાં બિલ ગેટ્સ પહોંચ્યા હોવાનો દાવો ખોટો
PTI Fact Check: કેટલાક યુઝર્સ આ વીડિયોને પ્રયાગરાજના મહાકુંભ મેળા સાથે જોડીને પણ શેર કરી રહ્યા છે.

PTI Fact Check: સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં દાવો કરવામાં આવ્યો છે કે માઇક્રોસોફ્ટના સહ-સ્થાપક અને ભૂતપૂર્વ સીઈઓ બિલ ગેટ્સે વારાણસીમાં કાશી વિશ્વનાથ મંદિરની મુલાકાત લીધી હતી. કેટલાક યુઝર્સ આ વીડિયોને પ્રયાગરાજના મહાકુંભ મેળા સાથે જોડીને પણ શેર કરી રહ્યા છે.
પીટીઆઈ ફેક્ટ ચેક ડેસ્ક દ્વારા તપાસ કરવામાં આવી અને વાયરલ દાવો ખોટો હોવાનું જાણવા મળ્યું હતું. તપાસમાં જાણવા મળ્યું કે વીડિયોમાં દેખાતો વ્યક્તિ બિલ ગેટ્સ નથી. બિલ એન્ડ મેલિન્ડા ગેટ્સ ફાઉન્ડેશનના મીડિયા વિભાગે પણ વાયરલ દાવાને ખોટો ગણાવ્યો છે.
દાવો:
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' (પહેલાનું ટ્વિટર) પર એક યુઝરે વાયરલ વીડિયો શેર કર્યો અને દાવો કર્યો કે, "વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ બિલ ગેટ્સ બાબા કાશી વિશ્વનાથની શરણમાં પહોંચ્યા હતા. આ પોસ્ટને અત્યાર સુધીમાં 950 હજારથી વધુ વ્યૂઝ મળી ચૂક્યા છે અને ઘણા યુઝર્સ તેને સાચું માનીને લાઈક, કોમેન્ટ અને શેર કરી રહ્યા છે. પોસ્ટની લિંક, આર્કાઇવ લિંક અને સ્ક્રીનશોટ અહીં જુઓ.
સોશિયલ મીડિયા પર બીજા એક યુઝરે આ વીડિયોને મહા કુંભ મેળા સાથે જોડીને શેર કર્યો અને લખ્યું, “ટેકનોલોજી એન્ડ સ્પિરિચ્યુઆલિટી મહા કુંભ મેળા 2025માં બિલ ગેટ્સ.” પોસ્ટની લિંક, આર્કાઇવ લિંક અને સ્ક્રીનશોટ અહીં જુઓ.
તપાસ:
વાયરલ દાવાની પુષ્ટી કરવા માટે ડેસ્કએ સૌથી પહેલા સંબંધિત કીવર્ડ્સનો ઉપયોગ કરીને ગૂગલ સર્ચ કર્યું હતું. દરમિયાન અમને 'હિન્દુસ્તાન ટાઈમ્સ' ની વેબસાઇટ પર વાયરલ વીડિયો સંબંધિત એક રિપોર્ટ મળ્યો. એવું કહેવામાં આવ્યું હતું કે વીડિયોમાં દેખાતો વ્યક્તિ બિલ ગેટ્સ નથી. રિપોર્ટ અનુસાર, આ વીડિયો જૂનો છે અને ડિસેમ્બર 2024 થી ઇન્ટરનેટ પર ઉપલબ્ધ છે. સંપૂર્ણ અહેવાલ અહીં વાંચો.
તપાસને આગળ વધારતા ડેસ્કએ વીડિયોની ‘કી-ફ્રેમ્સ’ગૂગલ લેન્સ મારફતે રિવર્સ સર્ચ કર્યો હતો. દરમિયાન, અમને ડિસેમ્બર 2024માં ઘણી યુટ્યુબ ચેનલો પર આ વિડિયો મળ્યો હતો જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે બિલ ગેટ્સ બનારસ આવ્યા હતા. એટલેકે મહાકુંભ મેળો 13 જાન્યુઆરી, 2025ના રોજ શરૂ થયો હોવાથી, એક વાત સ્પષ્ટ છે કે આ વીડિયો તાજેતરનો નથી. આ વીડિયો જોવા અહી, અહીં અને અહીં ક્લિક કરો.
તપાસ દરમિયાન ડેસ્કએ ગૂગલ મેપ્સની મદદથી વાયરલ વીડિયોમાં દેખાતા મંદિરનું ભૌગોલિક સ્થાન નક્કી કર્યું અને જાણવા મળ્યું કે વીડિયોમાં દેખાતું મંદિર વારાણસીના મણિકર્ણિકા ઘાટનું છે.
તપાસને આગળ વધારતા ડેસ્કે બિલ ગેટ્સના સોશિયલ મીડિયા હેન્ડલની તપાસ કરી હતી પરંતુ તેમની તાજેતરની ભારત યાત્રા સંબંધિત કોઇ એવી જાણકારી મળી નહોતી. ગેટ્સ નોટ્સ ડોમ કોમના જણાવ્યા અનુસાર, બિલ ગેટ્સ છેલ્લી વખત માર્ચ 2024માં ભારત આવ્યા હતા અને તે સમયે તેમણે ભારતની મુલાકાતના તેમના અનુભવ વિશે એક બ્લોગ પણ લખ્યો હતો. અહીં ક્લિક કરીને સંપૂર્ણ બ્લોગ વાંચો.
તપાસના અંતે ડેસ્કએ બિલ અને મેલિન્ડા ગેટ્સ ફાઉન્ડેશનનો ઇમેઇલ દ્વારા સંપર્ક કર્યો. તેના મીડિયા વિભાગે પીટીઆઈ ફેક્ટ ચેકને ઇમેઇલના જવાબમાં જણાવ્યું હતું કે, "વાયરલ દાવો ખોટો છે."
અમારી અત્યાર સુધીની તપાસમાંથી એ સ્પષ્ટ થયું છે કે વાયરલ વીડિયોમાં દેખાતો વ્યક્તિ બિલ ગેટ્સ નથી. 'મેલિન્ડા ગેટ્સ ફાઉન્ડેશન'ના મીડિયા વિભાગે પણ વાયરલ દાવાને ખોટો ગણાવ્યો.
દાવો
બિલ ગેટ્સે કાશી વિશ્વનાથ મંદિરની મુલાકાત લીધી.
હકીકત
પીટીઆઈ ફેક્ટ ચેક ડેસ્ક દ્વારા કરવામાં આવેલી તપાસમાં વાયરલ દાવો ખોટો હોવાનું જાણવા મળ્યું.
નિષ્કર્ષ
વાયરલ વીડિયોમાં દેખાતો વ્યક્તિ બિલ ગેટ્સ નથી. 'મેલિન્ડા ગેટ્સ ફાઉન્ડેશન'ના મીડિયા વિભાગે પણ વાયરલ દાવાને ખોટો ગણાવ્યો.
(ડિસ્ક્લેમર: આ સમાચારનું ફેક્ટ ચેક પીટીઆઇ ફેક્ટ ચેકે કર્યુ છે, એબીપી અસ્મિતાએ શક્તિ કલેક્ટિવની સાથે ભાગીદારી અંતર્ગત આ ફેક્ટ ચેક્ટમાં કોઇપણ ફેરફાર વિના પુનઃપ્રકાશિત કર્યુ છે)
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
