શોધખોળ કરો
Advertisement
Vizag gas leak: મુખ્યમંત્રી જગન મોહન રેડ્ડીએ મૃતકના પરિવારને 1 કરોડ રૂપિયા સહાય આપવાની કરી જાહેરાત
આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી વાઈ એસ જગનમોહન રેડ્ડીએ વિશાખાપટ્ટનમમાં ગેસ ગળતરની ઘટનામાં મૃત્યુ પામેલા લોકોના પરિવારને એક-એક કરોડ રૂપિયા આપવાની જાહેરાત કરી છે.
વિશાખાપટ્ટનમ: આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી વાઈ એસ જગનમોહન રેડ્ડીએ વિશાખાપટ્ટનમમાં ગેસ ગળતરની ઘટનામાં મૃત્યુ પામેલા લોકોના પરિવારને એક-એક કરોડ રૂપિયા આપવાની જાહેરાત કરી છે. ઇજાગ્રસ્તો માટે રોકડ સહાયની જાહેરાત કરવામાં આવી છે.
આંધ્રપ્રદેશના વિઝાગમાં ગુરુવારે સવારે એક કેમિકલ યૂનિટમાં ગેસ ગળતરના કારણે 11 લોકોના મોત થયા છે, જ્યારે 20 લોકોની હાલત ગંભીર છે.મોટી સંખ્યામાં લોકો હોસ્પિટલમાં દાખલ છે.
એનડીઆરએફના ડીજીએ કહ્યું, વિશાખાપટ્ટનમની ઘટના સ્ટાયરિન ગેસ લીકેજની ઘટના છે. જે પ્લાસ્ટિકનો કાચો માલ હોય છે. આ ફેકટરી લોકડાઉન બાદ ખુલી હતી, પ્લાન્ટને ફરી શરૂ કરતાં ગેસ લીક થયો હોવાનું લાગે છે. આસપાસના ગામ પણ તેનાથી પ્રભાવિત થયા છે.
ઘટના ગુરુવારે સવારે આશરે 2.30 કલાકે બની હતી. આસપાસના વિસ્તારના લોકો ઘરમાં ઉંઘતા હતા ત્યારે અચાનક તેમને શ્વાસ લેવામાં તકલીફ, ખંજવાળ અને આંખોમાં બળતરા શરૂ થઈ હતી. ડરના માર્યા લોકો તેમના ઘરમાંથી બહાર આવી ગયા હતા પરંતુ ગેસ ગળતરના કારણે હવા ઝેરી બની ગઈ હતી. જેના કારણે લોકો બેભાન થઈને રોડ પર પડી ગયા હતા. આ ઉપરાંત અનેક પશુ પણ ઝેરીલા ગેસની ઝપેટમાં આવી ગયા હતા.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
ગુજરાત
Advertisement