(Source: ECI/ABP News/ABP Majha)
Diwali 2023: PM મોદીએ TVની અનુપમાનો વીડિયો શેર કર્યો, દિવાળી પર લોકોને કરી આ ખાસ અપીલ
Vocal For Local Campaign: મન કી બાતના 106મા એપિસોડમાં પણ, PM મોદીએ તહેવારોની મોસમમાં સ્થાનિક ઉત્પાદનો ખરીદવા લોકોને આહવાન કર્યું હતું.
Vocal For Local: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અનુપમા ટીવી સીરીયલ ફેમ રૂપાલી ગાંગુલી દર્શાવતો એક વિડિયો શેર કર્યો છે. જેમાં લોકોને દિવાળી 2023 દરમિયાન "વોકલ ફોર લોકલ" પર જવા વિનંતી કરી છે. પીએમ મોદીએ લોકોને આગામી તહેવારો દરમિયાન ભારતમાં નિર્મિત ચીજવસ્તુઓનો પ્રચાર અને ખરીદી કરવા પણ વિનંતી કરી છે. ઉપરાંત સ્થાનિક ઉત્પાદનો અને કામદારો સાથે પોતાની સેલ્ફી લેવા પણ આગ્રહ કર્યો છે.
મન કી બાતમાં પણ કર્યો હતો સ્થાનિક ઉત્પાદનનો ઉલ્લેખ
પીએમ મોદીએ નમો એપ પર પસંદ કરેલી સેલ્ફી શેર કરવાનું વચન આપ્યું હતું. આ પહેલા 29 ઓક્ટોબરે મન કી બાતના 106મા એપિસોડમાં પણ, PM મોદીએ તહેવારોની મોસમમાં સ્થાનિક ઉત્પાદનો ખરીદવા લોકોને આહવાન કર્યું હતું.
PM નરેન્દ્ર મોદીએ 'અનુપમા'ને દર્શાવતો વોકલ ફોર લોકલ કેમ્પેનનો વીડિયો
The #VocalForLocal movement is getting great momentum across the country. pic.twitter.com/9lcoGbAvoi
— Narendra Modi (@narendramodi) November 6, 2023