શોધખોળ કરો

ચૂંટણીના પરિણામો 2024

(Source: ECI/ABP News/ABP Majha)

Crime: મહેસાણામાં ડબ્બા કટિંગમાં ત્રણ ઝડપાયા, ડમી નંબરથી આપતા હતા શેર બજારની લાલચ

મહેસાણાના ખેરાલુમાંથી ડબ્બા કટિંગ ઝડપાયુ છે, ખેરાલુ પોલીસે બાતમીના આધારે કાર્યવાહી કરતાં ડબ્બા કટિંગનો ધંધો કરતાં ત્રણને ઝડપી પાડ્યા છે

Mahesana News: મહેસાણાના ખેરાલુમાંથી ડબ્બા કટિંગ ઝડપાયુ છે, ખેરાલુ પોલીસે બાતમીના આધારે કાર્યવાહી કરતાં ડબ્બા કટિંગનો ધંધો કરતાં ત્રણને ઝડપી પાડ્યા છે, આ ત્રણેય શેર બજારના નામે લોકોને લોભામણી લાલચ આપીને પોતાનો ધંધો ચલાવતા હતા. મળતી માહિતી પ્રમાણે, ખેરાલુમાં છેલ્લા કેટલાક સમયથી ડબ્બા કટિંગનો ધંધો ચાલી રહ્યો હતો, જેની ખબર પોલીસે ખબર પડતાં, ખેરાલુ પોલીસે અચાનક રેડ કરી હતી, જેમાં ત્રણ આરોપીઓને રંગેહાથે ઝડપી પાડ્યા હતા. અહીં શેર બજારના નામે લોકોને લોભામણી લાલચ આપીને મોટો ધંધો કરવામાં આવતો હતો. આરોપીએ આ ધંધામાં ડમી સીમ કાર્ડનો ઉપયોગ કરતાં હતા, તેઓ ડમી સીમ કાર્ડ ખરીદીને તે નંબરથી લોકોને શેર બજારની લોભામણી લાલચ આપતા હતા. હાલ પોલીસે આ ત્રણેય પાસેથી 11 મોબાઈલ સાથે કુલ 78500 રૂપિયાનો મુદ્દામાલ કબજો કર્યો કર્યો છે. 

યુદ્ધના કારણે શેર માર્કેટમાં જોરદાર કડાકો

શેર માર્કેટમાં આજે જોરદાર કડાકો જોવા મળ્યો છે. કારોબારી દિવસના અંતે મુખ્ય બન્ને ઇન્ડેક્સ નીચલા સ્તરે બંધ રહ્યાં આ સાથે જ રોકાણકારોના હજારો કરોડ રૂપિયા ધોવાઇ ગયા હતા. પશ્ચિમી એશિયામાં હમાસના હુમલા બાદ ઇઝરાયેલ અને પેલેસ્ટાઇનમાં યુદ્ધ શરૂ થઇ ગયુ છે, આ યુદ્ધની અસર ભારતીય શેર બજારો પર પડી રહી છે. આજે દિવસના અંતે બીએસઇ ઇન્ડેક્સ સેન્સેક્સ 0.73 ટકાના ઘટાડા સાથે 483.24 તુટ્યો અને 65,512.39ના સ્તરે બંધ રહ્યો હતો, તો વળી નિફ્ટીમાં પણ ઘટાડો જોવા મળ્યો, એનએસઇ નિફ્ટીમાં આજે 0.72 ટકાના ઘટાડા સાથે 141.15 પૉઇન્ટનો ઘટાડો આવ્યો અને નિફ્ટી 19,512.35ના સ્તેર બંધ રહ્યો હતો. આમ દિવસના અંતે બન્ને મુખ્ય ઇન્ડેક્સ તુટ્યા હતા. 

ઇઝરાયેલ અને હમાસના યુદ્ધથી શેર બજારમાં ડર
ઇઝરાયેલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધે ભારતીય શેરબજારમાં હલચલ મચાવી દીધી હતી. યુદ્ધની ચિંતા અને કોમોડિટીના ભાવમાં વધારો થવાની આશંકા વચ્ચે વૈશ્વિક બજારમાં ઘટાડાને કારણે સપ્તાહના પ્રથમ ટ્રેડિંગ સેશનમાં ભારતીય બજાર મોટા ઘટાડા સાથે બંધ થયું હતું. આજે બજાર બંધ સમયે BSE સેન્સેક્સ 483 પોઈન્ટના ઘટાડા સાથે 65,512 પોઈન્ટ અને નેશનલ સ્ટોક એક્સચેન્જ 141 પોઈન્ટના ઘટાડા સાથે 19,512 પોઈન્ટ પર બંધ રહ્યો હતો.

સેક્ટૉરિયલ સ્થિતિ 
આજના કારોબારમાં બજારમાં તમામ સેક્ટરના શેરોમાં ઘટાડો જોવા મળ્યો છે. સવારથી જ લીલા નિશાનમાં ટ્રેડ કરી રહેલો આઈટી ઈન્ડેક્સ પણ નીચે સરકી ગયો હતો. આજના કારોબારમાં બેન્કિંગ, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ, ઓઈલ એન્ડ ગેસ, એનર્જી, ઓટો, આઈટી, ફાર્મા, હેલ્થકેર, મીડિયા, મેટલ્સ સેક્ટરના શેરો ઘટાડા સાથે બંધ થયા છે. મિડ કેપ અને સ્મોલ કેપ ઈન્ડેક્સમાં પણ મોટો ઘટાડો જોવા મળ્યો છે. નિફ્ટી મિડ કેપ 1.34 ટકાના ઘટાડા સાથે 39,744 પોઇન્ટ અને સ્મોલ કેપ ઇન્ડેક્સ 1.78 ટકાના ઘટાડા સાથે 12,609 પોઇન્ટ પર બંધ રહ્યો હતો. આજના કારોબારમાં સેન્સેક્સના 30 શેરોમાંથી માત્ર 3 શેરો ઉછાળા સાથે બંધ થયા હતા જ્યારે 27 શેરો નુકસાન સાથે બંધ થયા હતા. જ્યારે નિફ્ટીના 50 શૅરમાંથી 7 શૅર લાભ સાથે અને 43 શૅર નુકસાન સાથે બંધ થયા હતા.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

IPL 2025: IPL હરાજી બાદ કોણ કેટલી મજબૂત, જાણો તમામ 10 ટીમોના ખેલાડીઓનું સંપૂર્ણ લિસ્ટ
IPL 2025: IPL હરાજી બાદ કોણ કેટલી મજબૂત, જાણો તમામ 10 ટીમોના ખેલાડીઓનું સંપૂર્ણ લિસ્ટ
IPL 2025 માટે જેદ્દાહમાં બે દિવસની હરાજીનો અંત, 182 ખેલાડીઓ રૂ. 639.15 કરોડમાં વેચાયા; રિષભ પંત સૌથી મોંઘો
IPL 2025 માટે જેદ્દાહમાં બે દિવસની હરાજીનો અંત, 182 ખેલાડીઓ રૂ. 639.15 કરોડમાં વેચાયા; રિષભ પંત સૌથી મોંઘો
Rajkot News: પૂર્વ કોર્પોરેટર જયંતિ સરધારા પર હુમલો, ખોડલધામ-સરદાર ધામ વચ્ચે વિવાદ કારણભૂત
Rajkot News: પૂર્વ કોર્પોરેટર જયંતિ સરધારા પર હુમલો, ખોડલધામ-સરદાર ધામ વચ્ચે વિવાદ કારણભૂત
'કોંગ્રેસને ઝીરો વોટ, ગ્રામજનોએ પૂછ્યું - અમે તો મત આપ્યો હતો', રાગિની નાયકે વીડિયો શેર કરીને કર્યો દાવો
'કોંગ્રેસને ઝીરો વોટ, ગ્રામજનોએ પૂછ્યું - અમે તો મત આપ્યો હતો', રાગિની નાયકે વીડિયો શેર કરીને કર્યો દાવો
Advertisement
ABP Premium

વિડિઓઝ

BIG New: રાજકોટમાં ભાજપના નેતા પર હુમલો! PI સંજય પાદરીયાએ હુમલો કર્યો હોવાનો લગાવ્યો આરોપHun To Bolish : હું તો બોલીશ : નશેડી નબીરોHun To Bolish : હું તો બોલીશ : માસૂમની તસ્કરીના માફિયા કોણ?Valsad News : વલસાડ જિલ્લામાં ટોલટેક્સમાં વધારો, વાહનચાલકોમાં તોતિંગ વધારાથી રોષ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IPL 2025: IPL હરાજી બાદ કોણ કેટલી મજબૂત, જાણો તમામ 10 ટીમોના ખેલાડીઓનું સંપૂર્ણ લિસ્ટ
IPL 2025: IPL હરાજી બાદ કોણ કેટલી મજબૂત, જાણો તમામ 10 ટીમોના ખેલાડીઓનું સંપૂર્ણ લિસ્ટ
IPL 2025 માટે જેદ્દાહમાં બે દિવસની હરાજીનો અંત, 182 ખેલાડીઓ રૂ. 639.15 કરોડમાં વેચાયા; રિષભ પંત સૌથી મોંઘો
IPL 2025 માટે જેદ્દાહમાં બે દિવસની હરાજીનો અંત, 182 ખેલાડીઓ રૂ. 639.15 કરોડમાં વેચાયા; રિષભ પંત સૌથી મોંઘો
Rajkot News: પૂર્વ કોર્પોરેટર જયંતિ સરધારા પર હુમલો, ખોડલધામ-સરદાર ધામ વચ્ચે વિવાદ કારણભૂત
Rajkot News: પૂર્વ કોર્પોરેટર જયંતિ સરધારા પર હુમલો, ખોડલધામ-સરદાર ધામ વચ્ચે વિવાદ કારણભૂત
'કોંગ્રેસને ઝીરો વોટ, ગ્રામજનોએ પૂછ્યું - અમે તો મત આપ્યો હતો', રાગિની નાયકે વીડિયો શેર કરીને કર્યો દાવો
'કોંગ્રેસને ઝીરો વોટ, ગ્રામજનોએ પૂછ્યું - અમે તો મત આપ્યો હતો', રાગિની નાયકે વીડિયો શેર કરીને કર્યો દાવો
ICSE ની ધોરણ 10 અને 12ની પરીક્ષાનું ટાઈમ ટેબલ થયું જાહેર, જાણો કઈ તારીખથી શરૂ થશે એક્ઝામ
ICSE ની ધોરણ 10 અને 12ની પરીક્ષાનું ટાઈમ ટેબલ થયું જાહેર, જાણો કઈ તારીખથી શરૂ થશે એક્ઝામ
ISKCON ના ચિન્મય પ્રભુની બાંગ્લાદેશમાં ધરપકડ, હિંદુઓ પર હુમલાનો વિરોધ કર્યો હતો
ISKCON ના ચિન્મય પ્રભુની બાંગ્લાદેશમાં ધરપકડ, હિંદુઓ પર હુમલાનો વિરોધ કર્યો હતો
બીજા દિવસે આ 3 ભારતીયો પર પૈસાનો ભારે વરસાદ, મુંબઈએ CSK પાસેથી ધોનીના ખાસ ખેલાડીને છીનવી લીધો
બીજા દિવસે આ 3 ભારતીયો પર પૈસાનો ભારે વરસાદ, મુંબઈએ CSK પાસેથી ધોનીના ખાસ ખેલાડીને છીનવી લીધો
તમારી આ મનપસંદ વસ્તુ બાળકો માટે ઝેર સમાન છે, આજે જ આપવાનું બંધ કરો નહીંતર....
તમારી આ મનપસંદ વસ્તુ બાળકો માટે ઝેર સમાન છે, આજે જ આપવાનું બંધ કરો નહીંતર....
Embed widget