Mehsana: જોખમી સવારીનો વધુ એક વીડિયો, મુસાફરને બૉનેટ પર બેસાડ્યો, ને પાછળ ભરેલો છે ઠાંસી ઠાંસીને માલ, જુઓ....
મહેસાણા જિલ્લામાંથી સામે આવેલા આ ડેન્જરસ રાઇડિંગ વીડિયોની ચર્ચા ખુબ થઇ છે. વાયરલ થયેલો આ વીડિયો જિલ્લાના કડી-દેત્રોજ ફૉર લેન હાઇવે રૉડ પરનો હોવાનુ મનાઇ રહ્યું છે
Mehsana News: થોડાક દિવસો પહેલા સુરત, બનાસકાંઠા અને અન્ય જગ્યાઓએથી જોખમી સવારીના વીડિયો સામે આવ્યા હતા, ત્યારે આજે મહેસાણામાંથી વધુ એક જોખમી સવારીનો વીડિયો સામે આવ્યો છે. એક જીપ ડાલાના બૉનેટ પર મુસાફરને બેસાડીને ભયજનક રીતે ગાડી હંકારતી હોવાનું સ્પષ્ટ રીતે દેખાઇ રહ્યું છે. વીડિયો અત્યારે ખુબ જ વાયરલ થઇ રહ્યો છે.
મહેસાણા જિલ્લામાંથી સામે આવેલા આ ડેન્જરસ રાઇડિંગ વીડિયોની ચર્ચા ખુબ થઇ છે. વાયરલ થયેલો આ વીડિયો જિલ્લાના કડી-દેત્રોજ ફૉર લેન હાઇવે રૉડ પરનો હોવાનુ મનાઇ રહ્યું છે. અહી ટ્રાફીક નિયમને નેવે મુકીને જોખમી સવારી કરાઇ રહી છે. હાઇવે પર એક જીપ ડાલા ચાલક અંદાજિત 40-50થી વધુની સ્પીડમાં લૉડીંગ ડાલુ ચલાવી રહ્યો છે, જેમાં પાછળના ભાગે પુરેપુરો માલ ભરેલો દેખાઇ રહ્યો છે, અને એક મુસાફર વ્યક્તિને જીપના બૉનેટ પર બેસાડવામાં આવ્યો છે, બૉનેટ પર જોખમી સવારીમાં જોખમી રીતે બેસાડીને જીપ ચાલક જીપ હંકારતો દેખાઇ રહ્યો છે.
આ પહેલા ડીજેના તાલે જાનૈયાઓનો હાઇવે પર જોખમી સ્ટન્ટ, વીડિયો વાયરલ થતાં જ પોલીસે ચારને દબોચ્યા
પંચમહાલ જિલ્લામાંથી એક જોમખી સ્ટન્ટનો વીડિયો વાયરલ થતાં જ પોલીસ ટીમ હરકતમાં આવી ગઇ છે. ગઇકાલે એક લગ્ન પ્રસંગ દરમિયાન કેટલાક જાનૈયાઓ લીલેસરા હાઇવે પરથી જ્યારે જાન પસાર થઇ તે દરમિયાન ચાલુ કારે ઝૂમી રહ્યાં હતા, જે એકદમ જોખમી સ્ટન્ટ સમાન હતો. હવે પોલીસે આ મામલે ચાર જેટલા ડ્રાઇવરો સહિત કેટલાક વાહનોને કબજે લીધા છે. મળતી માહિતી પ્રમાણે, પંચમહાલ જિલ્લામાં એક વીડિયોએ પોલીસને દોડતી કરી દીધી છે, ખરેખરમાં અત્યારે લગ્ન સિઝન ચાલી રહી છે, અને આ અંતર્ગત ગઇકાલે પંચમહાલ જિલ્લના ગોધરા તાલુકાના વનાકપુરથી નિકોલા લગ્નની જાન જઇ રહી હતી, આ જાનમાં કેટલાક જાનૈયાઓ જોખમી સ્ટન્ટ કરી રહ્યાં હતા, જેનો વીડિયો હાલમાં સોશ્યલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે.
જાનૈયાઓ ગોધરા-લિલેસરા હાઈવે પર જ્યારે જાન પહોંચી તે સમયે જોખમી સ્ટન્ટ કરી રહ્યાં હતા, હાઇવે પર આગળ ડીજે જતુ હતુ તે પાછળ કેટલાક યુવાનો કારમાં સ્ટન્ટ કરી રહ્યાં હતા, એક યુવાન ચાલુ કારના બૉનેટ પર બેસીને ઝૂમી રહ્યો હતો, તો અન્ય ચાર જેટલા યુવાનો કારની વિન્ડોમાંથી ડીજેના તાલે ઝૂમી રહ્યાં હતા. આ જોખમી સ્ટન્ટનો વીડિયો ખુબ વાયરલ થયો હતો. જે પછી પોલીસ ટીમ એક્શનમાં આવી અને આ મામલે બી ડિવિઝન પોલીસે 4 ડ્રાઇવરોને પકડ્યા, આ ઉપરાંત DJ સહિત 4 જેટલા વાહનોને પણ કબજે લઇને કાર્યવાહી હાથ ધરી હતી. આ ઘટનામાં સ્ટન્ટબાજ 5થી વધુ યુવાનોને ઝડપી પાડવામાં માટે ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.