Mehsana: સ્કૂલમાં જતી વિદ્યાર્થિનીની છેડતી, લૂખ્ખા તત્વોએ હાથ ખેંચીને બાઇક પર બેસાડવાની કોશિશ કરી, અડપલાં કર્યા ને પછી...
મહેસાણામાંથી આજે એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, અહીં એક વિદ્યાર્થિનીની છેડતી થઇ હોવાની ફરિયાદ વડનગર પોલીસ સ્ટેશનમાં નોંધાઇ છે
Mehsana News: મહેસાણામાંથી આજે એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, અહીં એક વિદ્યાર્થિનીની છેડતી થઇ હોવાની ફરિયાદ વડનગર પોલીસ સ્ટેશનમાં નોંધાઇ છે. સ્કૂલમાં જતી એક વિદ્યાર્થિનીને એક બદમાશે બાઇક પર આવીને છેડતી શરૂ કરી હતી, બાદમાં તેને હાથ પકડીને બાઇક પર બેસાડવાનો પણ પ્રયાસ કર્યો હતો. અપડલાં કર્યા બાદ મામલો બિચક્યો અને વિદ્યાર્થિનીએ લૂખ્ખા તત્વ સામે ફરિયાદ નોંધાવી હતી.
મળતી માહિતી પ્રમાણે, મહેસાણાના વડનગર તાલુકાના બાદરપુર ગામેથી છેડતીની ઘટના સામે આવી છે. ખરેખરમાં વાત એમ છે કે, જિલ્લાના વડનગર તાલુકાના બાદરપુર ગામમાંથી ધોરણ 10ની એક વિદ્યાર્થિની સવારે સ્કૂલ જવા નીકળી હતી, વિદ્યાર્થિની બસ સ્ટેન્ડ પર ઉભી હતી તે સમયે એક બદમાશ લૂખ્ખા તત્વ બાઇક લઇને ત્યાં આવી પહોંચ્યો હતો. આ બદમાશે તરત જ ત્યાં હાજર રહેલી ધોરણ 10ની વિદ્યાર્થિનીની સાથે અપડલાં કરવાનુ શરૂ કર્યુ હતુ અને તેનો હાથ પકડીને બાઇક પર બેસાડવાનો પ્રયાસ પણ કર્યો હતો. જોકે, મામલો વધુ ઉગ્ર બનતા છેડતી કરનારા ડાભી ગૌતમસિંહ નામના શખ્સ વિરૂદ્ધ વિદ્યાર્થિનીએ વડનગર પોલસી સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
યુવતીને સોશ્યલ મીડિયા ફ્રેન્ડે છેડતી કરી, યુપીથી આવીને અડપલાં કર્યા, ને પછી ફોન અને પૈસા લઇને ફરાર
સુરતમાંથી છેડતીનો કિસ્સો સામે આવ્યો છે. એક યુવતીને સોશ્યલ મીડિયા પર ફ્રેન્ડ બનાવવો ભારે પડ્યો છે, સોશ્યલ મીડિયાના ફ્રેન્ડે યુવતી સાથે છેડતી કરી હોવાની વાત સામે આવી છે, આ અંગે યુવતીએ શહેરના ઉમરા પોલીસ સ્ટેશનમાં પરપ્રાંતિય યુવક વિરુદ્ધ છેડતીની ફરિયાદ નોંધાવી છે. મળતી માહિતી પ્રમાણે, સુરતમાં એક યુવતીની છેડતી થયાની ફરિયાદ ઉમરા પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવી છે. ઘટના એવી છે કે, સુરતની યુવતીને સોશ્યલ મીડિયા પર ફ્રેન્ડ બનાવવા ભારે પડ્યો છે. સુરતની યુવતીએ સોશ્યલ મીડિયા પર ઉત્તરપ્રદેશના એક યુવાનને ફ્રેન્ડ બનાવ્યો હતો, ફ્રેન્ડશીપ આગળ વધી અને બાદમાં યુવતીએ પોતાની સહેલીના ફોનથી યુપીના યુવકને ફોન કરીને બોલાવ્યો હતો. યુપીનો યુવક જેનુ નામ તરુણદીપસિંહ છે તે સુરત આવ્યો અને સુરતની સોશ્યલ મીડિયા ફ્રેન્ડ યુવતીને મળ્યો હતો. બાદમાં યુવકે યુવતી સાથે શારીરિક અડપલાં કર્યા અને છેડતી કરી હતી, એટલુ જ નહીં તક મળતાં જ યુવક યુવતીનો મોબાઇલ ફોન અને 1500 રૂપિયા લઇને ફરાર થઇ ગયો હતો. આ ઘટના બાદ યુપીના યુવકે યુવતીના ફોટા સોશ્યલ મીડિયા પર વાયરલ કરવાની ધમકી આપતી યુવતી ડરી ગઇ હતી. હાલમાં યુવતીએ આ સમગ્ર ઘટના અંગે શહેરના ઉમરા પોલીસ સ્ટેશનમાં ઉત્તર પ્રદેશના યુવક તરુણદીપસિંહ વિરૂદ્ધ છેડતી અને ધમકીની ફરિયાદ નોંધાવી છે. પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે.
રાજકોટમાં યુવતીને નોકરીની લાલચ આપી છેલ્લા 5 વર્ષથી શરીર સંબંધ બાંધ્યા અને પછી...
રાજકોટમાં યુવતીને નોકરીની લાલચ આપી દુષ્કર્મની ઘટના સામે આવી છે. દુષ્કર્મ કેસમાં આરોપી અન્ય ગુનામાં હાલ જેલમાં છે. પોલીસે આ કેસમાં વધુ તપાસ હાથ ધરી છે. આ અંગે પોલીસમાંથી જાણવા મળતી માહિતી મુજબ રાજકોટમાં કોઠારીયા મેઇન રોડ વિસ્તારમાં રહેતી 23 વર્ષની યુવતીને ગંજીવાડા વિસ્તારમાં રહેતા દેવરાજ વાલજીભાઈ ગોહિલ નામના શખ્સે નોકરી અપાવવાની લાલચ આપી યુવતીની મરજી વિરુદ્ધ છેલ્લા પાંચેક વર્ષથી શરીર સંબંધ બાંધ્યા હતા.