
(Source: ECI/ABP News/ABP Majha)
Watch Video: PM મોદીએ મંત્રી એલ મુરુગનના ઘરે મનાવી પોંગલ,પરંપરાગત પરિધાન સફેદ લૂંગીમાં કરી પૂજા
PM Modi: સોશિયલ મીડિયા પર એક વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેમાં મોદી પોંગલના તહેવારની ઉજવણી કરતી વખતે સફેદ લુંગી પહેરીને જોવા

PM નરેન્દ્ર મોદી તાજેતરમાં એટલે કે બુધવારે પોંગલની ઉજવણી કરવા એલ મુરુગનના ઘરે પહોંચ્યા હતા. વાસ્તવમાં તેની પૂજાનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. જેમાં સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે કે પૂજા વિધિ કરતી વખતે મોદી સફેદ લુંગી પહેરેલા જોવા મળે છે. તમને જણાવી દઈએ કે એલ મુરુગન દિલ્હીમાં રાજ્યમંત્રી છે.
વીડિયોમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી દિલ્હીમાં રાજ્યમંત્રી એલ મુરુગનના નિવાસસ્થાને પ્રવેશતા અને ઉજવણીમાં ભાગ લેતા જોવા મળે છે. પુડુચેરીના લેફ્ટનન્ટ ગવર્નર અને તેલંગાણાના ગવર્નર તમિલિસાઈ સૌંદરરાજન પણ MoS મુરુગનના નિવાસસ્થાને હાજર હતા. પીએમ નરેન્દ્ર મોદી એક કન્ટેનરમાં કંઈક મૂકતા જોવા મળે છે જેને રસોઈ માટે આગમાં રાખવામાં આવે છે અને પછી મંડપની અંદર ઉભેલી ગાય તરફ આગળ વધે છે. પીએમ મોદીએ ગાયને હાર પહેરાવ્યા અને પછી તેને કંઈક ખવડાવ્યું.
PM મોદીનો વીડિયો વાયરલ થયો
વીડિયોમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી દિલ્હીમાં રાજ્યમંત્રી એલ મુરુગનના નિવાસસ્થાને પ્રવેશતા અને ઉજવણીમાં ભાગ લેતા જોવા મળે છે. પુડુચેરીના લેફ્ટનન્ટ ગવર્નર અને તેલંગાણાના ગવર્નર તમિલિસાઈ સૌંદરરાજન પણ MoS મુરુગનના નિવાસસ્થાને હાજર હતા. પીએમ નરેન્દ્ર મોદી એક કન્ટેનરમાં કંઈક મૂકતા જોવા મળે છે જેને રસોઈ માટે આગમાં રાખવામાં આવે છે અને પછી મંડપની અંદર ઉભેલી ગાય તરફ આગળ વધે છે. અહીં તેમણે ગાયનું પૂજન પણ કર્યો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. પીએમએ આ અવસરે પોંગલનીની શુભકામનાઓ પણ પાઠવી છે. આ અવસરે પીએમ મોદીની સાથે તેલંગાણાના રાજ્યપાલ તમિલસાઈ સુંદરરાજન અને કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સીતારમણ પણ હાજર હતા.
#WATCH | Prime Minister Narendra Modi takes part in the #Pongal celebrations at the residence of MoS L Murugan in Delhi.
— ANI (@ANI) January 14, 2024
Puducherry Lt Governor and Telangana Governor Tamilisai Soundararajan also present here. pic.twitter.com/rmXtsKG0Vw
લોકોને અભિનંદન આપતાં તેમણે કહ્યું કે પોંગલનો તહેવાર તમિલનાડુના દરેક ઘરમાં ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે. પીએમએ વધુમાં કહ્યું કે, "હું ઈચ્છું છું કે દરેકના જીવનમાં સુખ, સમૃદ્ધિ અને સંતોષનો પ્રવાહ વહેતો રહે."
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું નિવેદન
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, પોંગલ તહેવારમાં સૌથી મહત્વની બાબત એ છે કે તાજો પાક ભગવાનના ચરણોમાં અર્પણ કરવો. તેમનું કહેવું છે કે, જો આ માન્યતામાં જોવામાં આવે તો આપણા વાસ્તવિક અન્ન પ્રદાતા દેશના ખેડૂતો છે. ભારતનો દરેક તહેવાર કોઈને કોઈ રીતે ગામડાની પરંપરા સાથે સંબંધિત છે.
તેમણે વધુમાં કહ્યું કે, સંત તિરુવલ્લુવર કહે છે કે, શિક્ષિત લોકો, સારા પાક અને પ્રામાણિક ઉદ્યોગપતિઓ સાથે મળીને રાષ્ટ્રના નિર્માણમાં મહત્વપૂર્ણ યોગદાન આપે છે. તમિલનાડુનો આ પોંગલ તહેવાર ખાસ કરીને ખેતી સાથે સંકળાયેલા છે અને એટલે જ મહત્વપૂર્ણ છે.
પોંગલ તમિલ લોકોનો મુખ્ય તહેવાર છે.આ તહેવારનો મુખ્ય ઉદેશ સૂર્ય, પર્યાવરણ, પ્રાણીઓ અને ધરતી પુત્રો પ્રત્યે આભાર વ્યક્ત કરવાનો છે. આ તહેવારની તમિલ મહિલનો થાઇમાં આવે છે. આ તહેવાર પણ મકરસંક્રાંતિની જેમ મુખત્વે દર વર્ષે 14 અને 15 જાન્યુઆરી ઉજવવામાં આવે છે. આ અવસર ખાસ ડિશ તૈયાર કરવામાં આવે છે જેને પોંગુ કે પોંગલ કહે છે
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી

