IT Raid: રાજકોટમાં વહેલી સવારથી જ ITના દરોડા, ઓર્બિટ ગૃપ સહિત 15 ઠેકાણે હાથ ધરાયુ મેગા સર્ચ ઓપરેશન
આજે ફરી એકવાર રાજકોટમાં ઇન્કમ ટેક્સ વિભાગે કાર્યવાહી હાથ ધરી છે, દરોડાની કાર્યવાહીમાં આ વખતે રાજકોટમાં મોટા ગૃપ નિશાના પર છે
IT Raid, Rajkot News: રાજ્યમાં ફરી એકવાર આવકવેરા વિભાગ એક્શન મૉડમા આવ્યુ છે, આ વખતે આવકવેરા વિભાગે વહેલી સવારથી જ મેગા સર્ચ ઓપરેશન હાથ ધર્યુ છે, જેમાં ઓર્બિટ ગૃપ સહિત 15 ઠેકાણે દરોડાની કાર્યવાહી હાથ ધરાઇ છે. ખાસ વાત છે કે, અચાનક દરોડાની કાર્યવાહીથી શહેરના મોટા મોટા બિલ્ડરો અને ઉદ્યોગપતિઓમાં ફફડાટ ફેલાયો છે.
આજે ફરી એકવાર રાજકોટમાં ઇન્કમ ટેક્સ વિભાગે કાર્યવાહી હાથ ધરી છે, દરોડાની કાર્યવાહીમાં આ વખતે રાજકોટમાં મોટા ગૃપ નિશાના પર છે. આજે આવકવેરા વિભાગ વહેલી સવારથી જ મેગા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યુ છે, જેમાં ઓર્બિટ બેરિંગ ગૃપ અને તેની સાથે સંકળાયેલા 15 સ્થળો પર અચાનક આઇટી દ્વારા સર્ચ ઓપરેશન કરવામાં આવી રહ્યું છે. ઓર્બિટ ગૃપના દિલીપ લાડાણી સહિત અનેક મોટા માથા આઇટીની ઝપેટે ચડ્યા છે. રાજકોટ આઇટી વિભાગના અધિકારીઓ દ્વારા આ અચાનક દરોડાની કાર્યવાહીથી શહેરના મોટા મોટા બિલ્ડરો અને ઉદ્યોગપતિઓમાં ફફડાટ ફેલાયો છે.
પગાર 10 લાખથી વધુ હશે તો પણ નહીં ભરવો પડે એક રૂપિયાનો ઈન્કમ ટેક્સ, જાણો કેવી રીતે
ટેક્સ સેવિંગની સિઝન આવી ગઈ છે. વધુ કમાણી કરનારા લોકો ટેક્સ બચાવવા માટે સંઘર્ષ કરવા લાગ્યા છે. કેન્દ્ર સરકારે નવી કર વ્યવસ્થા હેઠળ રૂ. 7 લાખ સુધીની આવક પર કર મુક્તિ આપી છે, જ્યારે જૂની કર વ્યવસ્થા હેઠળ રૂ. 5 લાખ સુધીની વાર્ષિક આવકને મુક્તિ આપવામાં આવી છે. પરંતુ જો તમારી વાર્ષિક આવક આ બે મર્યાદાથી વધુ છે તો તમારે ટેક્સ ચૂકવવો પડી શકે છે. લોકોએ ટેક્સ સ્લેબ મુજબ વધુ આવક પર ટેક્સ ચૂકવવો પડશે. જૂની ટેક્સ વ્યવસ્થા હેઠળ, આવકવેરા નિયમ કહે છે કે 2.5 લાખ રૂપિયા સુધીની વાર્ષિક આવક પર કોઈ ટેક્સ ચૂકવવો પડશે નહીં. 2.5-5 લાખ રૂપિયાની આવક પર 5% ટેક્સની જોગવાઈ છે. જ્યારે 5-10 લાખ રૂપિયાની વાર્ષિક આવક પર 20% ટેક્સ વસૂલવામાં આવે છે. 10 લાખ અને તેનાથી વધુની વાર્ષિક આવક પર 30% ટેક્સ સ્લેબ છે.
આ મુજબ, જો તમારી વાર્ષિક આવક 10 લાખ રૂપિયા છે તો તમારે 30% ટેક્સ ચૂકવવો પડશે. જો કે, જો તમે ઈચ્છો છો, તો તમારે એક રૂપિયો પણ ટેક્સ ચૂકવવો પડશે નહીં. એટલું જ નહીં, જો તમારો પગાર 10.50 લાખ રૂપિયા હોય તો પણ તમે રોકાણ કરીને અને છૂટનો લાભ લઈને ટેક્સની સંપૂર્ણ રકમ બચાવી શકો છો.
10.50 લાખની આવક પર તમે ટેક્સ કેવી રીતે બચાવી શકો?
- સ્ટાન્ડર્ડ ડિડક્શન તરીકે રૂ. 50 હજાર સુધીની રિબેટ ઉપલબ્ધ છે. આવી સ્થિતિમાં હવે 10 લાખ રૂપિયા પર ટેક્સ લાગશે.
- PPF, EPF, ELSS, NSC જેવી યોજનાઓમાં રોકાણ કરીને, તમે આવકવેરાની કલમ 80C હેઠળ રૂ. 1.5 લાખનો ટેક્સ બચાવી શકો છો. હવે જો 10 લાખમાંથી 1.5 લાખ રૂપિયા બાદ કરીએ તો 8.5 લાખ રૂપિયા ટેક્સ હેઠળ આવશે.
- એ જ રીતે, જો તમે નેશનલ પેન્શન સિસ્ટમ (NPS) માં વાર્ષિક રૂ. 50,000 સુધીનું અલગથી રોકાણ કરો છો, તો કલમ 80CCD (1B) હેઠળ તમને વધારાના રૂ. 50 હજારનો આવકવેરો બચાવવામાં મદદ મળે છે. હવે જો 50 હજાર રૂપિયા વધુ બાદ કરીએ તો 8 લાખ રૂપિયા ટેક્સના દાયરામાં આવશે.
- જો હોમ લોન પણ લેવામાં આવે છે, તો આવકવેરાની કલમ 24B હેઠળ તેના વ્યાજ પર 2 લાખ રૂપિયા સુધીની ટેક્સ બચત કરી શકાય છે. જો તમે રૂ. 8 લાખમાંથી બીજા રૂ. 2 લાખ બાદ કરો છો, તો ટેક્સની કુલ આવક રૂ. 6 લાખ થશે.
- ઈન્કમ ટેક્સની કલમ 80D હેઠળ મેડિકલ પોલિસી લઈને તમે 25 હજાર રૂપિયા સુધીનો ટેક્સ બચાવી શકો છો. આ સ્વાસ્થ્ય વીમામાં તમારું નામ, તમારી પત્ની અને બાળકોના નામ હોવા જોઈએ. આ સિવાય જો તમે તમારા માતા-પિતાના નામે હેલ્થ ઈન્સ્યોરન્સ ખરીદો છો તો તમને 50,000 રૂપિયા સુધીનું એક્સ્ટ્રા ડિસ્કાઉન્ટ મળી શકે છે. આ કિસ્સામાં, જો આપણે રૂ. 6 લાખમાંથી 75 હજાર બાદ કરીએ, તો કુલ કર જવાબદારી રૂ. 5.25 લાખ થશે.
- જો તમે કોઈપણ સંસ્થાને દાન કરો છો, તો તમે 25,000 રૂપિયા સુધીનો ટેક્સ લાભ મેળવી શકો છો. આવકવેરાની કલમ 80G હેઠળ, તમે દાન તરીકે આપવામાં આવેલી રકમ પર 25,000 રૂપિયા સુધીની કર કપાતનો દાવો કરી શકો છો. 25 હજાર રૂપિયા બાદ કર્યા બાદ હવે તમારી આવક 5 લાખ રૂપિયાના ટેક્સ સ્લેબમાં આવશે. આવકવેરાના નિયમો અનુસાર, 5 લાખ રૂપિયા સુધીની આવક પર જૂની ટેક્સ સિસ્ટમ હેઠળ કોઈ ટેક્સ ચૂકવવો પડશે નહીં.