શોધખોળ કરો

Surat: ડોક્ટરો એમ જ નથી કહેવાતા ભગવાનનું બીજુ સ્વરુપ,સુરતમાં તબીબોએ બાળકના કપાયેલા હાથને ફરી જોડી આપ્યું નવજીવન

સુરત: આપણે ડોક્ટરોને ભગવાનનું બીજુ સ્વરુપ કહીએ છીએ. કારણે કે, કેટલાય એવા કિસ્સાઓ સામે આવ્યા છે જેમાં ડોક્ટરોએ મોતના મુખમાથી દર્દીઓને બહાર કાઢી નવુ જીવન આપ્યું છે. આવી જ એક ઘટના સામે આવી છે સુરતમાં વિસ્તારમા.

સુરત: આપણે ડોક્ટરોને ભગવાનનું બીજુ સ્વરુપ કહીએ છીએ. કારણે કે, કેટલાય એવા કિસ્સાઓ સામે આવ્યા છે જેમાં ડોક્ટરોએ મોતના મુખમાથી દર્દીઓને બહાર કાઢી નવુ જીવન આપ્યું છે. આવી જ એક ઘટના સામે આવી છે સુરતમાં વિસ્તારમા. અહીં ડિંડોલી વિસ્તારમાં અકસ્માતમાં કપાયેલો હાથ તબીબોએ ફરી જોડ્યો છે. સુરતમાં 4 વર્ષીય બાળકને ટ્રકે અડફેટે લીધો હતો જેમાં 5 કલાકની જટિલ સર્જરી બાદ ડોક્ટરોને હાથ જોડવામાં સફળતા મળી છે,હજી 3 સર્જરી કરવામાં આવશે.

સુરતના ડિંડોલી વિસ્તારમાં ગત 3 જાન્યુઆરીના બેફામ દોડતા ટ્રક ચાલકે એક 4 વર્ષીય બાળકને અડફેટે લીધો હતો. બાળકને એટલી ખતરનાક ટક્કર મારી હતી કે બાળકનો એક હાથ છુટ્ટો પડી ગયો હતો. ત્યારબાદ બાળકને ગંભીર હાલતમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તાત્કાલિક બાળકને ઓપરેશનમાં લઈને સર્જરી કરવામાં આવી હતી. આ સર્જરી પાંચ કલાક ચાલી હતી. બાળકના હાથને જોડી દીધા બાદ હવે લોહીનું ભ્રમણ રેગ્યુલર થતાં હાથ ફરી જોડવાની સર્જરી સફળ થઈ છે.

Surat: ડોક્ટરો એમ જ નથી કહેવાતા ભગવાનનું બીજુ સ્વરુપ,સુરતમાં તબીબોએ બાળકના કપાયેલા હાથને ફરી જોડી આપ્યું નવજીવન

પૂરપાટ ઝડપે આવેલા આઈસર ટ્રક ચાલકે ગૌરવને અડફેટે લીધો

મૂળ મહારાષ્ટ્રના પ્રકાશ જ્ઞાન ડિંડોલી વિસ્તારમાં પરિવાર સાથે રહે છે. પરિવારમાં એક 4 વર્ષીય દીકરો ગૌરવ અને છ દીકરી છે. પ્રકાશ સંચા મશીન ઓપરેટર તરીકે કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. એકનો એક દીકરો ગૌરવ રોજ નજીકમાં જ આવેલા મહાદેવના મંદિરે દર્શન કરવા જાય છે. ગત 3 જાન્યુઆરીના રોજ  ગૌરવ ડિંડોલી વિસ્તારમાં શ્રીજી સોસાયટી પાસે આવેલા મંદિરે દર્શને ગયો હતો. દર્શન કરીને ગૌરવ પરત ફરી રહ્યો હતો. દરમિયાન પૂરપાટ ઝડપે આવેલા આઈસર ટ્રક ચાલકે ગૌરવને અડફેટે લીધો હતો. 

ટ્રકની અડફેટે આવેલા ગૌરવનો ડાબો હાથ જ કપાઇ ગયો હતો. જ્યારે શરીરે ગંભીર ઇજા પહોંચી હતી. ગંભીર અકસ્માતના પગલે મોટી સંખ્યામાં લોકો સહિત પરિવાર પણ દોડી આવ્યા હતા. ગૌરવને ગંભીર હાલતમાં 108માં સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તાત્કાલિક ગૌરવને દાખલ કરી દેવામાં આવ્યો હતો. પ્રાથમિક તપાસમાં ગૌરવને માથા, હાથ અને પગ પર ગંભીર ઇજા થઈ હતી. ત્યારબાદ બાળકને સર્જરી વિભાગમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં પાંચ કલાક સર્જરી કરી હાથને ફરી જોડી દેવામાં આવ્યો હતો. આમ ડોક્ટરોએ બાળકને નવું જીવન આપ્યું છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Ahmedabad News:  જુહાપુરા  વિસ્તારમાં મોડી રાત્રે  જુથ અથડામણ, એક વ્યક્તિનું મૃત્યુ, ત્રણ ઇજાગ્રસ્ત

બ્રાઝિલમાં મોટી દુર્ઘટના, બસ અને ટ્રક  અને કાર  વચ્ચે ભયંકર ટક્કરમાં 22 લોકોના કમકમાટીભર્યો મૃત્યુ

દેવેન્દ્ર ફડણવીસ સરકારના મંત્રીઓને વિભાગની થઈ ફાળવણી, શિંદેને ગૃહ મંત્રાલય ન મળ્યું, અજિતને જે માંગ્યું તે મળ્યું

GST કાઉન્સિલની બેઠકમાં શું થયું સસ્તું અને શું મોંઘું? વીમા પ્રીમિયમ પર ટેક્સને લઈ લેવાયો મોટો નિર્ણય

ABP Premium

વિડિઓઝ

Fog In Gujarat : રાજ્યભરમાં ગાઢ ધુમ્મસ, વિઝીબિલીટી ડાઉન થતા વાહનચાલકોને ભારે હાલાકીHun To Bolish : હું તો બોલીશ : પાર્સલ લેતા સાવધાન !Hun To Bolish : હું તો બોલીશ : ગુંડાગર્દી ભોંય ભેગીHun To Bolish : હું તો બોલીશ : કેટલું રડાવશે ડુંગળી?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ahmedabad News:  જુહાપુરા  વિસ્તારમાં મોડી રાત્રે  જુથ અથડામણ, એક વ્યક્તિનું મૃત્યુ, ત્રણ ઇજાગ્રસ્ત
Ahmedabad News: જુહાપુરા વિસ્તારમાં મોડી રાત્રે જુથ અથડામણ, એક વ્યક્તિનું મૃત્યુ, ત્રણ ઇજાગ્રસ્ત
બ્રાઝિલમાં મોટી દુર્ઘટના, બસ અને ટ્રક  અને કાર  વચ્ચે ભયંકર ટક્કરમાં 22 લોકોના કમકમાટીભર્યો મૃત્યુ
બ્રાઝિલમાં મોટી દુર્ઘટના, બસ અને ટ્રક અને કાર વચ્ચે ભયંકર ટક્કરમાં 22 લોકોના કમકમાટીભર્યો મૃત્યુ
દેવેન્દ્ર ફડણવીસ સરકારના મંત્રીઓને વિભાગની થઈ ફાળવણી, શિંદેને ગૃહ મંત્રાલય ન મળ્યું, અજિતને જે માંગ્યું તે મળ્યું
દેવેન્દ્ર ફડણવીસ સરકારના મંત્રીઓને વિભાગની થઈ ફાળવણી, શિંદેને ગૃહ મંત્રાલય ન મળ્યું, અજિતને જે માંગ્યું તે મળ્યું
GST કાઉન્સિલની બેઠકમાં શું થયું સસ્તું અને શું મોંઘું? વીમા પ્રીમિયમ પર ટેક્સને લઈ લેવાયો મોટો નિર્ણય
GST કાઉન્સિલની બેઠકમાં શું થયું સસ્તું અને શું મોંઘું? વીમા પ્રીમિયમ પર ટેક્સને લઈ લેવાયો મોટો નિર્ણય
20 છગ્ગા.. 13 ચોગ્ગા અને 201 રન, 21 વર્ષના આ બેટ્સમેને ફટકારી ઈતિહાસની સૌથી ઝડપી ડબલ સેન્ચુરી

કુવૈતમાં પીએમ મોદી રામાયણ-મહાભારતના અરબી અનુવાદક અને પ્રકાશકને મળ્યા, નાની બાળકીની ઇચ્છા કરી પૂરી

દલિત સમુદાય માટે AAP સરકારની મોટી જાહેરાત, વિશ્વની કોઇપણ કોલેજમાં નિશુલ્ક શિક્ષણની ગેરંટી

બાંગ્લાદેશના નેતાએ ભારત પર કબજો કરવાની વાત કરી, જાણો કેટલા કલાકમાં ભારતીય સેના આખા દેશને તબાહ કરી શકે છે

Embed widget