(Source: ECI/ABP News/ABP Majha)
સુરતમાં બાળકી પર દુષ્કર્મના કેસમાં માત્ર 5 મહિનામાં મળ્યો ન્યાય, કોર્ટે આજે સંભળાવી ફાંસીની સજા
સુરતમાં ગત ફેબ્રુઆરી મહિનામાં 2 વર્ષિય બાળકી પર દુષ્કર્મની ઘટનામાં ઓરોપીને કોર્ટે ફાંસીની સજા સંભળાવી છે.
સુરત: સચિન વિસ્તારમાં 5 મહિના પહેલા 2 વર્ષીય બાળકી સાથે દુષ્કર્મની ઘટનામાં પીડિત પરિવારને ન્યાય મળ્યો છે. કોર્ટે આરોપીને ફાંસીની સજા સંભળાવી છે.
ઉલ્લેખનિય છે કે, સુરતના સચિન વિસ્તારમાં 27 ફેબ્રુઆરે યુસુફ ઈસ્માઈલ નામના શખ્સે 2 વર્ષની બાળકી પર દુષ્કર્મ ગુજાર્યું હતું. આ કેસમાં માત્ર 11 દિવસમાં ચાર્જશીટ બાદ ટ્રાયલ શરૂ થઇ હતી. માત્ર પાંચ મહિનામાં જ દોષિતને ફાંસી સજા આપવામાં આવી છે. કોર્ટના ચુકાદા બાદ પીડિત પરિવારે પીડિતાને ન્યાય મળ્યો હોવાનો સંતોષ વ્યક્ત કર્યો છે. સુરત પોલીસની કાર્યવાહી અને ન્યાયપાલિકાની સતર્કતાથી સત્વરે આવેલા આ ચુકાદાને પરિવારે આવકાર્યો છે. ગણતરીના દિવસોમાં જ ન્યાય અપાવવામાં સુરત પોલીસને સફળતા મળી છે.
શું બની હતી સમગ્ર
27 ફેબ્રુઆરીના રોજ 2 વર્ષની બાળકીને રમાડવા લઈ ગયો હતો. બાદ આરોપી યુસુફએ બાળકી સાથે દુષ્કર્મ કર્યું હતું , આટલુ જ નહી દુષ્કર્મ બાદ બાળકીની હત્યા પણ કરી હતી. ઈસ્માઈલે બાળકીના શરીર પર અલગ અલગ જગ્યાએ ઈજા પહોંચાડી હતી. પેટના ભાગે છરી મારી હતી. રેપ વિથ મર્ડરની આ ઘટનામાં સુરતની સેશન્સ કોર્ટે આરોપી યુસુફ ઇસ્માઈલને દોષિત જાહેર કર્યો હતો. જ્યારે આજે કોર્ટે ચુકાદો આપતા આરોપીને ફાંસીની સજા સંભળાવી છે. તેમજ જ ભોગ બનનારના પરિવારને 10 લાખનું વળતરનો હુકમ કર્યો છે.
આ પણ વાંચો
Weather Update Today: આ રાજ્યોમાં ગાજવીજ સાથે તૂટી પડશે વરસાદ, હવામાન વિભાગે આપી ચેતાવણી
બંગાળીની ખાડીમાં સર્જાયું ડીપ ડિપ્રેશન, શું આ સિસ્ટમના કારણે ગુજરાતમાં વાવાઝોડા સાથે પડશે વરસાદ?