![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Surat : ઘરની સામે રમતી 5 વર્ષની બાળકી રહસ્યમય રીતે ગૂમ, સીસીટીવી ચેક કરતા માતા-પિતા થઇ ગયા સ્તબ્ધ, જાણો શું છે મામલો
સુરતમાંથી એક માતા-પિતા માટે લાલબતી સમાન કિસ્સો સામે આવ્યો છે. અહીં ઘરના આંગણા સામે રમતી 5 વર્ષની બાળકી રહસ્યમય રીતે ગૂમ થઇ ગઇ છે
![Surat : ઘરની સામે રમતી 5 વર્ષની બાળકી રહસ્યમય રીતે ગૂમ, સીસીટીવી ચેક કરતા માતા-પિતા થઇ ગયા સ્તબ્ધ, જાણો શું છે મામલો Kidnapping of a girl in Pune, Surat Police found the girl and arrested the accused Surat : ઘરની સામે રમતી 5 વર્ષની બાળકી રહસ્યમય રીતે ગૂમ, સીસીટીવી ચેક કરતા માતા-પિતા થઇ ગયા સ્તબ્ધ, જાણો શું છે મામલો](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/11/13/43167cdea1de5894d5712acc2a765487169985159715481_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Surat News:સુરતના પૂણાગામ ભૈયાનગરમાં ઘર સામે રમતી પાંચ વર્ષીય બાળકીના અપહરણનો કિસ્સો સામે આવ્યો છે. નશામાં ધૂત યુવક દ્વારા અપહરણ કરતા દોડાદોડ મચી ગઇ છે. ઘટના જાણ થતા જ પૂણા પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોચી ગયો હતો અને વિસ્તારના સીસીટીવી ચેક કરતા નશામાં ધૂત યુવક તેને લઇને જતો જોવા મળ્યો હતો. બપોરે અઢી વાગ્યે ઘરની બહાર રમવા ગયેલી પાંચ વર્ષીય બાળકી રહસ્યમય રીતે ગુમ હોવાનું પરિવારે પોલીસને જણાવ્યું હતું. જેને લઈને પોલીસે તપાસ શરૂ કરી હતી.પોલીસને તપાસમાં બાળકીના ઘરથી થોડે દુર આઇ.એમ.એફ. માર્કેટની બહાર આવેલા સીસીટીવી ચેક કર્યા હતા.જેમાં એક યુવાન બાળકીને લઇ જતો દેખાઇ આવ્યો હતો.જે રીતે આ યુવાન ચાલી રહ્યો હતો તે જોતાં તે નશામાં ધૂત હોવાની આશંકા સેવાઇ રહી છે. પોલીસની અલગ-અલગ ટીમો આજે રૂટ ઉપર તપાસમાં હતી.અંતે રાતે 8 વાગ્યે સીતાનગર ચાર રસ્તા પાસે પીરફળિયામાંથી બાળકી સહી સલામત મળી આવી હતી.પોલીસને દુષ્કર્મના ઇરાદે બાળકીનું અપહરણ કરાયું હોવાની આશંકા છે. હાલ આ મામલે પોલીસે આરોપીની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
તો બીજી તરફ સુરતમાં જ દિવાળીના તહેવારોની વચ્ચે જૂથ અથડામણની ઘટના ઘટી છે, અહીં લિંબાયત વિસ્તારમાં બે જૂથો વચ્ચે ગઇકાલે જૂથ અથડામણ થયુ જેમાં એક જૂથે બીજા જૂથ પર હથિયારથી હૂમલો કરી દીધો હતો, આ સમગ્ર ઘટના જુની અંગત અદાવતના કારણે ઘટી હોવાની સામે આવ્યુ છે, હાલ પોલીસે ફરિયાદ નોંધીને તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી પ્રમાણે, સુરત શહેરમાં ગઇકાલે એક જૂથ અથડામણની ઘટનાથી પોલીસ દોડતી થઇ હતી. શહેરના લિંબાયત વિસ્તારમાં બે જૂથો વચ્ચે એક નજીવી બાબતે જોરદાર મારામારી થઇ હતી, આ પછી સામ-સામે ફરિયાદો દાખલ કરાવાઇ હતી. ખરેખરમાં, આ ઝઘડો જુની અદાવતનો છે, થોડાક સમય પહેલા એક ઝઘડામાં એક વ્યક્તિને પાસાની સજા થઇ હતી, જેનો ખર્ચો માંગતા આ મામલો બિચક્યો હતો.
સુરત લિંબાયતના મીઠીખાડી પાસે બેઠી કોલોનીમાં હબીબ રફીક સૈયદ અને સુલતાન શેખ વચ્ચે પહેલા બોલાચાલી થઇ અને બાદમાં જૂથ અથડામણ થઇ હતી. આમાં સુલતાન શેખે હબીબ સૈયદ પાસે આવીને કહ્યું હતું કે તેરા ભાઇ કા ઝગડા હુઆ થા, ઉસમે મેરે કો પાસા હુઆ થા. ઉસમે મેરે વકીલ કા બહુત ખર્ચા હો ગયા હૈ, વો પૈસે મેરે કો ચહીએ ?. તો વળી, આ પછી હબીબે આ ખર્ચો તેના ભાઇ જાવેદે આપ્યો હોવાનું કહેતા જ સુલતાન ઉશ્કેરાઇ ગયો હતો, અને તેને ચપ્પૂ કાઢીને હબીબ પર ઘા કર્યુ હતુ, હબીબને ડાબી આંખના ભાગે સુલતાને ચપ્પૂ મારી દીધુ હતુ. આ ઝઘડો વધતા હબીબ અને તેના મિત્રોએ પણ સુલતાન અને તેના મિત્રોને ગાળો આપીને માર માર્યો હતો, આમ ધીમે ધીમે આખો ઝઘડો જૂથ અથડામણમાં પરિણમ્યો હતો. પોલીસે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)