Surat: ચૂંટણી પહેલા જ સુરતની યુવા કોર્પોરેટર પાયલના મોર્ફ ફોટા-વીડિયો થયા વાયરલ, સાકરિયાએ કહ્યું, હલકી માનસિકતા વાળા આ લોકો.....
Payal Sakariya: સુરત મનપાના કોર્પોરેટર પાયલ સાકરિયાનો મોર્ફ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. જેને લઈ તેમણે ફેસબુક પર વીડિયો પોસ્ટ કર્યો છે.
Surat News: ગુજરાતમાં ચૂંટણી માહોલ જામી રહ્યો છે. આમ આદમી પાર્ટીએ 151 ઉમેદવારો જાહેર કર્યા છે. સુરતમાં આપનું જોર વધારે છે ત્યારે સુરત મનપાના કોર્પોરેટર પાયલ સાકરિયાનો મોર્ફ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. જેને લઈ તેમણે ફેસબુક પર વીડિયો પોસ્ટ કર્યો છે.
વીડિયોમાં શું કહ્યું પાયલે
વીડિયોમાં પાયલ સાકરિયા કહે છે કે, આમ આદમી પાર્ટીમાં જોડાઈ ત્યારથી જ વિરોધીઓ પરેશાન કરતા હતા. ચૂંટણી લડી ત્યારે ફોર્મ પાછું ખેંચી લેવા દબાણ કરતા હતા. હું જીતી અને તે બાદ મોં માગ્યા રૂપિયા આપીશું, કહે તે હોદ્દો આપીશું તેવી લાલચ આપી. પણ હું ન માની. આ લોકોએ મને બધી રીતે ફોડવાની ટ્રાય કરી જોઈ પણ આ લોકોએ મારા પ્રોફેશન એક્ટિંગને ટાર્ગેટ કર્યો . આ કેટલાક લોકોએ કહ્યું આ ભાજપવાળા તારી પાછળ પડ્યા છે. હવે વિધાનસભા ચૂંટણીને થોડા દિવસોની વાર છે ત્યારે ભાજપના આઈટી સેલના માણસો એટલી હલકી હદે પોસ્ટ ફેરવી રહ્યા છે કે તેનો વિચાર પણ ન કરી શકાય. એક બાજુ તેઓ મહિલા સન્માનની વાત કરી રહ્યા છે ને બીજી બાજુ મારા ચારિત્ર્ય પર કાદવ કઈ રીતે ઉછાળી શકાય તેનો પ્રયાસ કરી રહ્યા છે.
સુરતમાં સ્પાની આડમાં થતો હતો દેહ વ્યાપાર, પોલીસે રેડ પાડતાં જ મહિલા-પુરુષો
સુરતમાં સ્પાની આડમાં દેહ વ્યાપાર થતો હતો. શહેરના વેસુ વિસ્તારમાંમાં લકી ફેમિલી સ્પા અને ફીલ ફેમિલી સ્પામાં દેહ વ્યાપારનો ગોરખધંધો ચાલતો હતો. પોલીસે રેઇડ પાડીને 9 મહિલા સહિત 13ની ધરપકડ કરી છે. સુરત ક્રાઈમ બ્રાન્ચની મિસીંગ સેલ બાતમીને આધારે વેસુ વિસ્તારમાં લકી ફેમિલી સ્પા અને ફીલ ફેમિલી સ્પામાં પર રેઇડ પાડી દેહ વ્યાપારના ધંધાનો પર્દાફાશ કર્યો હતો. સુરત મિસિંગ સેલને બાતમી મળી હતી કે, આભવા વિસ્તારમાં આવેલ વેસ્ટ ફીલ કોમ્પ્લેક્સના બીજા માળે આવેલ દુકાન નંબર 4માં લકી ફેમિલી સ્પા અને દુકાન નંબર 1માં ફીલ ફેમિલી સ્પાના માલિક દ્વારા સ્પાનું લાયસન્સ મેળવીને તેમાં દેહ વ્યાપારનો ગેરકાયદેસર ધંધો ચલાવવામાં આવી રહ્યો છે. જે હકિકતના આધારે સુરત મિસિંગ સેલની ટીમ દ્વારા આ જગ્યાએ રેડ કરવામાં આવી હતી.પોલીસે ફીલ ફેમિલી સ્પાના સંચાલક શરૂતીદેવી ઉર્ફે મુસ્કાન ચૌધરી અને લકી સ્પાના માલિક મીના રાજપૂતને ઝડપી પાડી છે. જ્યારે ફિલ ફેમિલી સ્પાના અન્ય એક સંચાલક અંકિતસિંહ રાજપુતને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે.