શોધખોળ કરો

Crime: કેનેડા-યૂકેમાં વિઝા-વર્ક પરમિટના નામે ઠગાઇ કરનારા બે ભાઇઓ સુરતથી ઝડપાયા, વિદ્યાર્થીઓ પાસેથી 36 લાખની કરી ઠગાઇ

સુરતમાં ફરી એકવાર વિદેશમાં ભણવાના નામે એજન્ટો દ્વારા વિદ્યાર્થીઓ છેતરાયા હોવાની ઘટના સામે આવી છે, શહેરમાં અડાજણ પોલીસે બે એજન્ટોની ધરપકડ કરી છે

Surat Crime News: સુરતમાં ફરી એકવાર વિદેશમાં ભણવાના નામે એજન્ટો દ્વારા વિદ્યાર્થીઓ છેતરાયા હોવાની ઘટના સામે આવી છે, શહેરમાં અડાજણ પોલીસે બે એજન્ટોની ધરપકડ કરી છે, જેઓ સુરતથી કેનેડા અને યૂકેમાં વર્ક પરમીટ આપવાના નામે ઠગાઇ કરી રહ્યાં હતા, અને આ ઠગાઇમાં તેમને 36 લાખથી વધુનું છેતરપિંડી કરી હતી. હાલમાં પોલીસે આ બન્નેના એક દિવસના રિમાન્ડ મેળવ્યા છે. 

ઘટનાની વિગતો એવી છે કે, સુરતમાં ફરી એકવાર એજન્ટોની છેતરપિંડી શરૂ થઇ છે. ભારતમાંથી અન્ય દેશોમાં વિઝા વર્ક પરમિટ આપવાના નામે એજન્ટો દ્વારા લાખો રૂપિયાની ઠગાઇ કરવાનો કિસ્સો સામે આવ્યો છે. સુરતમાંથી કેનેડા અને યૂકેના વિઝા વર્ક પરમિટના નામે ઠગાઈ કરનારા બે ભાઇઓ ઝડપાયા છે, જે શહેરમાં તેમજ અન્ય સ્થળો પર કૃપા એજન્સી નામથી ફર્મ ચલાવી રહ્યાં હતા, હાલમાં અડાજણ પોલીસે આ કૃપા એજન્સીના સંચાલક ભાવેશ ચૌહાણ અને ભાઈ કલ્પેશ ચૌહાણની ધરપકડ કરી છે, જેમને વિઝા વર્ક પરમિટના નામે 24 થી વધુ લોકો સાથે ઠગાઇ કરી છે. યૂકે અને કેનેડાના સ્ટૂડન્ટ વિઝા તેમજ વર્ક પરમિટના નામે આ ચૌહાણ બ્રધર્સે 36 લાખથી વધુની ઠગાઈ કરી છે. ખાસ વાત છે કે, સુરતમાં અડાજણ ઉપરાંત વડોદરામાં પણ આ કૃપા એજન્સીની ઠેર ઠેર ઓફિસો આવેલી છે. અનેક લોકો આ ચૌહાણબંધુની ઠગાઈનો ભોગ બન્યાની આશંકા સેવાઇ રહી છે. અત્યારે અડાજણ પોલીસે ભાવેશ ચૌહાણની ધરપકડ કરીને એક દિવસના રિમાન્ડ મેળવ્યા છે. 

સુરતમાં દલાલે વેપારીનું 2 કરોડનું ફૂલેકુ ફેરવ્યું, જાણ બહાર માલ સાથે ચાર દુકાનો વેચી મારી ને પછી.......

સુરતમાં ફરી એકવાર એક વેપારી સાથે મોટી છેતરપિંડી થઇ હોવાની ઘટના નોંધાઇ છે. શહેરના આઠવા વિસ્તારમાં એક દલાલે એક વેપારી સાથે બે કરોડની છેતરપિંડી કરી હોવાની ફરિયાદ નોંધાઇ છે. દલાલે વેપારીને લાલચ આપીને ચાર દુકાનો અને માલ સાથેનો શૉરૂમ વેચી માર્યો હતો, જોકે, વેપારીને સમગ્ર ઘટનાની જાણ થતાં જ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. આઠવા પોલીસે હાલમાં આ કેસ મામલે તપાસ શરૂ કરી છે. 

ખરેખરમાં, ઘટનાની વિગતો એવી છે કે, સુરતમાં ફરી એકવાર મોટી છેતરપિંડીની ઘટના ઘટી છે, આ વખતે આ ઘટના શહેરના આઠવા વિસ્તારમાં ઘટી છે, અહીં એક વેપારી સાથે એક દલાલે છેતરપિંડી કરી છે. આ દલાલે વેપારીનો દુકાનોનો ડ્રેસનો માલ સહિત શૉરૂમ વેચી આપવાનું કહ્યુ હતુ, અને બાદમાં આ દલાલે અઢી કરોડનું ફૂલેકું ફેરવી દીધુ. આ આરોપીનું નામ ઉમર પીલા છે. 

શહેરના આઠવા વિસ્તારમાં આવેલા સિલ્કી મેચિંગ શૉ રૂમના માલિકને દલાલ ઉમર પીલા મળ્યો હતો, અને આરોપી ઉમર પીલાએ વેપારીને તેના શૉ રૂમ, ચાર દુકાનો અને ડ્રેસ મટેરિયલ્સને વેચી આપવાનું કહ્યુ હતુ, આ સિલ્કી મેચિંગ શૉરૂમ આઠવાના ચોકબજાર જુના સાઇબાબા મંદિર સામે આવેલો છે, આમાં ડ્રેસ મટેરિયલ્સ અને ચણિયાચોળી સહિતનો માલ હતો, તેને આરોપીએ ચાર દુકાનો સાથે વેચી માર્યો હતો. કુલ મળીને આ ઘટનામાં આરોપીએ વેપારી સાથે 2.30 કરોડની છેતરપિંડી કરી હતી. હાલમાં આઠવા પોલીસે આ ઘટનાને લઇને તપાસ શરૂ કરી દીધી છે. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Lok Sabha Elections 2024: રાહુલ ગાંધીએ રાજપૂતો પર એવું શું કહ્યું કે રાજકીય ખળભળાટ મચી ગયો, ભાજપે કહ્યું- તરત માફી માગો
Lok Sabha Elections 2024: રાહુલ ગાંધીએ રાજપૂતો પર એવું શું કહ્યું કે રાજકીય ખળભળાટ મચી ગયો, ભાજપે કહ્યું- તરત માફી માગો
Unseasonal Rain forecast: કાળઝાળ ગરમી વચ્ચે ફરી રાજ્યમાં વરસાદની આગાહી, આ જિલ્લામાં થશે ફરી માવઠું
Unseasonal Rain forecast: કાળઝાળ ગરમી વચ્ચે ફરી રાજ્યમાં વરસાદની આગાહી, આ જિલ્લામાં થશે ફરી માવઠું
Election Fact Check: પ્રથમ તબક્કાનાં મતદાન દરમિયાન ત્રિપુરા પશ્ચિમ લોકસભામાં 100% થી વધુ મતદાન થયું હતું? જાણો વાયરલ દાવાની સત્યતા
Election Fact Check: પ્રથમ તબક્કાનાં મતદાન દરમિયાન ત્રિપુરા પશ્ચિમ લોકસભામાં 100% થી વધુ મતદાન થયું હતું? જાણો વાયરલ દાવાની સત્યતા
Online Fraud: 'હું એમએસ ધોની છું, મારે 600 રૂપિયાની જરૂર છે...' IPL દરમિયાન સ્કેમર્સ આ રીતે કરે છે છેતરપિંડી
Online Fraud: 'હું એમએસ ધોની છું, મારે 600 રૂપિયાની જરૂર છે...' IPL દરમિયાન સ્કેમર્સ આ રીતે કરે છે છેતરપિંડી
Advertisement
for smartphones
and tablets

વિડિઓઝ

Rupala Controversy | ‘રૂપાલાના ક્ષત્રિય સમાજ અપમાનને લઈને હું ભાજપ છોડી સમાજની સાથે રહીશ..’Surat News: બારડોલીમાં ફરી એક વખત રખડતા ઢોરનો આતંક,  પગપાળા જતા પિતા પુત્રને રખડતા ઢોરે લીધા અડફેટેV.K.Humble | ભાજપના આ નેતાની ભાજપમાં જ અવગણનાને લઈને વી.કે.હુંબલે કરી સહાનુભતિ વ્યક્તSanjay Singh |‘ રૂપાલાજી ઉનકો ભાષા સંયમિત રખની ચહિયે..ક્ષત્રિય સમાજ BJP કે ખિલાફ વોટ કરેગા’

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Lok Sabha Elections 2024: રાહુલ ગાંધીએ રાજપૂતો પર એવું શું કહ્યું કે રાજકીય ખળભળાટ મચી ગયો, ભાજપે કહ્યું- તરત માફી માગો
Lok Sabha Elections 2024: રાહુલ ગાંધીએ રાજપૂતો પર એવું શું કહ્યું કે રાજકીય ખળભળાટ મચી ગયો, ભાજપે કહ્યું- તરત માફી માગો
Unseasonal Rain forecast: કાળઝાળ ગરમી વચ્ચે ફરી રાજ્યમાં વરસાદની આગાહી, આ જિલ્લામાં થશે ફરી માવઠું
Unseasonal Rain forecast: કાળઝાળ ગરમી વચ્ચે ફરી રાજ્યમાં વરસાદની આગાહી, આ જિલ્લામાં થશે ફરી માવઠું
Election Fact Check: પ્રથમ તબક્કાનાં મતદાન દરમિયાન ત્રિપુરા પશ્ચિમ લોકસભામાં 100% થી વધુ મતદાન થયું હતું? જાણો વાયરલ દાવાની સત્યતા
Election Fact Check: પ્રથમ તબક્કાનાં મતદાન દરમિયાન ત્રિપુરા પશ્ચિમ લોકસભામાં 100% થી વધુ મતદાન થયું હતું? જાણો વાયરલ દાવાની સત્યતા
Online Fraud: 'હું એમએસ ધોની છું, મારે 600 રૂપિયાની જરૂર છે...' IPL દરમિયાન સ્કેમર્સ આ રીતે કરે છે છેતરપિંડી
Online Fraud: 'હું એમએસ ધોની છું, મારે 600 રૂપિયાની જરૂર છે...' IPL દરમિયાન સ્કેમર્સ આ રીતે કરે છે છેતરપિંડી
Heart Attack: લગ્ન સમારંભમાં હાજરી આપવા આવેલા રાજસ્થાનના પિંડવાડાના ધારાસભ્ય સમારામ ગરાસિયાને આવયો હાર્ટ એટેક, ગુજરાતમાં કરવામાં આવ્યા દાખલ
Heart Attack: લગ્ન સમારંભમાં હાજરી આપવા આવેલા રાજસ્થાનના પિંડવાડાના ધારાસભ્ય સમારામ ગરાસિયાને આવયો હાર્ટ એટેક, ગુજરાતમાં કરવામાં આવ્યા દાખલ
Rashifal 28 April 2024: મેષથી મીન રાશિના જાતકનો રવિવાર કેવો વિતશે, જાણો રાશિફળ અને શુભ મુહૂર્ત
Rashifal 28 April 2024: મેષથી મીન રાશિના જાતકનો રવિવાર કેવો વિતશે, જાણો રાશિફળ અને શુભ મુહૂર્ત
Bank Holiday in May 2024:  મે મહિનામાં બેંકોમાં રજાની ભરમાર, ચેક કરી લો પૂરું લિસ્ટ
Bank Holiday in May 2024: મે મહિનામાં બેંકોમાં રજાની ભરમાર, ચેક કરી લો પૂરું લિસ્ટ
BSF, CRPF, CISF, ITBP, SSB માં સહાયક કમાન્ડન્ટની બમ્પર ભરતી બહાર પડી, અધિકારી બનવા આજે જ કરો અરજી
BSF, CRPF, CISF, ITBP, SSB માં સહાયક કમાન્ડન્ટની બમ્પર ભરતી બહાર પડી, અધિકારી બનવા આજે જ કરો અરજી
Embed widget