Crime: સુરતમાં મોડી રાત્રે તોફાની તત્વોનો આતંક, હથિયારો વડે લિંબાયતમાં તોડફોડ કરી, ઘર-ગાડીઓના કાંચ તોડ્યા ને......
સુરતમાં ગઇ મોડી રાત્રે એક હુમલાની ઘટના ઘટી છે, આ ઘટનામાં કેટલાક અસામાજિક તત્વોઓ આતંક મચાવ્યો હોવાની વાત સામે આવી છે
![Crime: સુરતમાં મોડી રાત્રે તોફાની તત્વોનો આતંક, હથિયારો વડે લિંબાયતમાં તોડફોડ કરી, ઘર-ગાડીઓના કાંચ તોડ્યા ને...... Surat Crime News: Uncivilized man Attacks on the woman in the midnight, Limbayat Area, Surat, Local News Crime: સુરતમાં મોડી રાત્રે તોફાની તત્વોનો આતંક, હથિયારો વડે લિંબાયતમાં તોડફોડ કરી, ઘર-ગાડીઓના કાંચ તોડ્યા ને......](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/03/18/6d7197ed1613c046a195c05f6cf594ee171073840855077_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Surat Crime News: સુરતમાં ગઇ મોડી રાત્રે એક હુમલાની ઘટના ઘટી છે, આ ઘટનામાં કેટલાક અસામાજિક તત્વોઓ આતંક મચાવ્યો હોવાની વાત સામે આવી છે. હાલમાં લિંબાયત પોલીસે આ ઘટના અંગે તપાસ શરૂ કરી છે. લિંબાયતના ખાનપુરા અને છત્રપતિ શિવાજી નગર ખાતે નજીવી બાબતે બબાલ થઇ હતી, આ પછી ગાડીઓમાં તોફાની તત્વો તત્વો દ્વારા તોડફોડ કરવામા આવી હતી.
ઘટનાની વિગતો એવી છે કે, સુરત શહેરના લિંબાયત વિસ્તારમાં ગઇ મોડી રાત્રે હથિયારો વડે કેટલાક તોફાની તત્વો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. ખાનપુરા અને છત્રપતિ શિવાજી નગર ખાતે નજીવી બાબતે બોલાચાલી થઇ હતી, જે પછી કેટલાક અસામાજિક તત્વો તીક્ષ્ણ હથિયારો લઇને ધસી આવ્યા હતા, અને આ વિસ્તારમાં કેટલાક ઘરના કાચ તોડ્યા, વાહનોમાં કરી તોડફોડ અને મોટુ નુકસાન પહોંચાડ્યુ હતુ. અચાનક હથિયારો લઇને આવેલા તોફાની તત્વોના આતંકથી મહિલાઓમાં નાસભાગ મચી ગઇ હતી. જોકે, લિંબાયત પોલીસને ઘટનાની જાણ થતાં ઘટના સ્થળે પહોંચી જતા મોટી બબાલ અટકી હતી. હાલમાં લિંબાયત પોલીસે આ સમગ્ર ઘટના અંગે તપાસ શરૂ કરી છે.
આ પહેલા લિંબાયતમાં જુગારધામ પર વિજિલન્સ ટીમના દરોડા પડ્યા હતા, 7 શકુની પકડાયા ને સ્થાનિક પોલીસ ઊંઘતી રહી.....
સુરતમાં વધુ એકવાર સ્ટેટ મૉનિટરિંગ સેલના દરોડા પાડ્યા છે, આ વખતે એસએમસીની ટીમે શહેરના લિંબાયત વિસ્તારમાં ધમધોખતા જુગારધામ પર દરોડા પાડ્યા છે. આ દરોડાની કાર્યવાહી દરમિયાન વિજિલન્સ ટીમે કુલ 7 જુગારીઓને રંગેહાથે ઝડપી પાડ્યા હતા. અચાનક થયેલી આ દરોડાની કાર્યવાહીથી સ્થાનિક લિંબાયત પોલીસ ઊંઘતી ઝડપાઇ છે. લિંબાયત પોલીસ અને જુગારીઓ વચ્ચે પણ ધરોબો હોવાનું ચર્ચાઇ રહ્યું છે.
આજે અચાનક વિજિલન્સ ટીમે સુરતમાં ધમધમી રહેલા જુગારધામ પર દરોડાની કાર્યવાહી કરી હતી, આજે શહેરના લિંબાયત વિસ્તારમાં આ કાર્યવાહી દરમિયાન લિંબાયત પોલીસ ઊંઘતી ઝડપાઈ છે. સ્ટેટ વિજિલન્સની ટીમે લિંબાયતમાં અચાનક જુગારધામ પર દરોડા પાડ્યા હતા, જેમાં સંજયનગર ખાતે ચાલતુ મોટું જુગારધામ ઝડપી પાડ્યું હતુ. આ જુગારધામ લિંબાયત સબ પૉસ્ટ ઓફીસ સામે જ ખુલ્લા પ્લૉટમાં ચાલી રહ્યુ હતુ, આ કાર્યવાહીમાં સ્ટેટ વિજિલન્સની ટીમે ૭ જુગારિયાઓની ધરપકડ કરી હતી, અને એકને વૉન્ટેડ જાહેર કરાયો હતો.
ખાસ વાત છે કે, અહીં કેટલાક લુખ્ખા તત્વો પોલીસને ગેરમાર્ગે દોરીને આ જુગારધામ ચલાવી પોતાના રોટલા શેકી રહ્યાં હોવાની પણ વાત સામે આવી છે. આ લોકો લિંબાયત પોલીસ સ્ટેશનમાં પડ્યા-પાથર્યા રહેતા હોવાની પણ ચર્ચાઓ છે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)