શોધખોળ કરો

Surat: ગુજરાતી ફિલ્મ નાડીદોષના પ્રોડ્યૂસર મુન્ના શુક્લા સામે નોંધાઈ છેતરપિંડીની ફરિયાદ, જાણો શું છે મામલો

પ્રદિપ ઉર્ફે મુન્ના શુક્લા ગુજરાતી ફિલ્મનાં પ્રોડ્યુસર તરીકે જાણીતું નામ છે. શુકુલ શો- બિઝના બેનર હેઠળ તેમણે ગુજરાતની બહુચર્ચિત ફિલ્મ રાડો, નાડીદોષ, લોચા-લાપસી ફિલ્મ બનાવી છે.

Surat News: જાણીતા ગુજરાતી ફિલ્મો રાડો,નાડીદોષના પ્રોડ્યૂસર મુન્ના શુક્લા વિરુદ્ધ છેતરપિંડીનો ગુનો દાખલ થયો છે. સુરત ઇકોસેલ ક્રાઇમ બ્રાન્ચમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે. ગુજરાતી, મરાઠી અને પંજાબી ફિલ્મને પ્રોડ્યૂસ કરી લોકોના નાણાંનો ધુમાડો કર્યાનો આરોપ છે. શુકુલ ગ્રુપના નામે પોન્ઝી સ્કીમ ચલાવી કરોડોનું કૌભાંડ કર્યાનો આરોપ છે. ગત ઓગસ્ટ મહિનામાં ધુલિયામાં ફરિયાદ થયા બાદ મુન્ના શુક્લા ફરાર છે, આ કેસ માં સુરત માં ત્રણ ઝડપાયા. ઇકોસેલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે હેપ્પી કાનાણી, મયુર નાવડીયા અને વિમલ પંચાલને દબોચી લીધા હતા.

પ્રદિપ ઉર્ફે મુન્ના શુક્લા ગુજરાતી ફિલ્મનાં પ્રોડ્યુસર તરીકે જાણીતું નામ

પ્રદિપ ઉર્ફે મુન્ના શુક્લા ગુજરાતી ફિલ્મનાં પ્રોડ્યુસર તરીકે જાણીતું નામ છે. શુકુલ શો- બિઝના બેનર હેઠળ તેમણે ગુજરાતની બહુચર્ચિત ફિલ્મ રાડો, નાડીદોષ, લોચા-લાપસી તથા મરાઠીમાં કલરફુલ અને પંજાબીમાં મિત્રાનું શોક હથિયારદા સહિતની ફિલ્મ બનાવી છે. બધું મળીને કુલ 25 લોકોએ કરેલાં 65 લાખનું રોકાણ લઇ કંપની બંધ કરી દેતાં મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો.

માત્ર સુરત જ નહીં ગુજરાત, મહારાષ્ટ્રમાં પાથરી હતી માયાજાળ

મુન્ના શુક્લા અને તેની ટોળકીએ માત્ર સુરતના જ નહિ પરંતુ ગુજરાત અને તેની આસપાસના શહેરોમાં પણ પોતાની માયાજાળ પાથરી હતી. મહારાષ્ટ્રના લોકોને પોતાની સાથે છેતરપિંડીનો પહેલો ખ્યાલ આવ્યો હતો.
ઓગસ્ટ-22માં આ ટોળકી વિરૂદ્ધ મહારાષ્ટ્રના ધૂળે પોલીસ મથકમાં ગુનો નોંધાતા જ મુન્ના એન્ડ કંપની ફરાર જ થઇ ગઇ હતી.સુરત પોલીસે મુન્નાને શોધવા માટે ટીમ પણ રવાના કરી છે. આ મામલે સેબીએ રૂપિયા નવ કરોડ સિઝ કર્યા છે.

શુકુલ ગૃપ દ્વારા શંકાસ્પદ વ્યવહાર કરવામાં આવતાં સેબીએ તેમની કંપની સાણસામાં લીધી હતી. 2021-22માં સેબી દ્વારા શુકુલ ગૃપના આઠથી નવ કરોડ રૂપિયા સિઝ કરી દીધા હતા.  બીજી તરફ સુરત પોલીસની તપાસમાં પણ આ કૌભાંડ ઘણું મોટું હોવાનું જણાવવામાં આવી રહ્યું છે.  હાલ પોલીસ પાસે માત્ર 25 ભોગ બનેવી વ્યક્તિઓ પહોંચી છે, પરંતુ આ કૌભાંડ દેશ વ્યાપી હોય 50 કરોડની ઉપરનું કૌભાંડ હોવાની આશંકા જતાવાઇ રહી છે.

શુકુલ શોબિઝના નામે બહુચર્ચિત – ગુજરાતી ફિલ્મો રાડો, નાડીદોષ, લોચા- લાપસી, તથા મરાઠી અને પંજાબી ફિલ્મ પ્રોડ્યુસ કરી રાતોરાત જાણીતા બનેલાં પ્રોડ્યુસર પ્રદિપ ઉર્ફે મુન્ના શુક્લા વિરૂદ્ધ સુરત ક્રાઇમ બ્રાન્ચમાં પોન્ઝી સ્કીમ બનાવી 65 લાખની છેતરપિંડી કરવા બદલ ગુનો નોંધાયો છે. મુન્ના અને તેના છ સાગરિતોએ રોકાણકારોને મહિને ચાર ટકાના વળતરની લાલચ આપી વિવિધ સ્કીમોના નામે કરોડોનું કૌભાંડ કર્યું હતું. સુરત ના અડાજણમાં રહેતી 64 વર્ષીય રેખાબેન બુંદેલા અને તેના ભત્રીજા સહિતના 25 વ્યક્તિઓ સુરત ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાવવા આવ્યા હતા. આ વૃદ્ધા અને તેના સંબંધીઓ વેસુ વી.આઇ.પી. રોડ ઉપર એમ્બ્રોસીયા બિઝનેશ હબમાં - શુકુલ ગૃપ ઓફ કંપનીના નામે શુકુલ વેલ્થ એડવાયઝરી, શુકુલ વેલ્થ ક્રિએટર ને LLPના મથાળા હેઠળ મની ફાઉન્ડર અને ડેઇલી ગેટની સ્કીમ ચલાવી રોકાણ ને કરવા માટે આકર્ષ્યા હતા.

આરોપીઓના નામ

  • 1 પ્રદિપ ઉર્ફે મુન્ના શુકુલ વિદ્યાધર શુક્લા (રહે, ૩૩ જલારામ રો-હાઉસ, ફીડર રોડ, તલોધગામ બીલીમોરા, ૩ જિલ્લા, નવસારી) અને તેની ટોળકીના
  • 2 ધનય ભીખુ બારડ (રહે, અજોયા, વેરાવળ)
  • 3 દેવેશ સુરેન્દ્ર તિવારી (રહે, નક્ષત્ર સોલીટર, પાલ)
  • 4 સંદિપ મનુ પટેલ
  • 5 વિમલ ઇશ્વર પંચાલ (રહે, ગાર્ડનસીટી, કોસમડીગામ, અંકલેશ્વર)
  • 6 મયુર ઘનશ્યામ નાવડીયા (રહે, બ્રહ્મલોક સોસાયટી, ડભોલી)
  • 7 હેપ્પીબેન કિશોર કાનાણી (રહે, કેવલધામ એપા., પૂણાગામ)

આ સાતેય અલગ અલગ કંપનીમાં ડિરેક્ટર હોવાનું તથા મહિને ચાર ટકાનું વળતર આપવાનું જણાવતાં જાન્યુઆરી-19થી કંપનીમાં આ વૃદ્ધાએ રોકાણ શરૂ કર્યું હતું.  આ વૃદ્ધાએ તો ૩.૩૦ લાખનું રોકાણ કર્યું હતું,
પોતાના સંબંધીઓ અને મિત્રોને પણ તેમાં રોકાણ કરાવ્યું હતું.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Hathras Satsang: હાથરસ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 116નાં મોત, CM યોગીએ સહાય રકમની કરી જાહેરાત
Hathras Satsang: હાથરસ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 116નાં મોત, CM યોગીએ સહાય રકમની કરી જાહેરાત
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
સાવધાન! પાણીપુરી ખાધી તો કેન્સર થવાનું નક્કી! FSSAI ના રિપોર્ટમાં થયો મોટો ખુલાસો
સાવધાન! પાણીપુરી ખાધી તો કેન્સર થવાનું નક્કી! FSSAI ના રિપોર્ટમાં થયો મોટો ખુલાસો
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hu to Bolish | હું તો બોલીશ | રાજકોટના 'ગઠિયા' કોણ કોણ?Hu to Bolish | હું તો બોલીશ | આ ગુંડાગર્દી નહીં ચાલેHu to Bolish | હું તો બોલીશ | પાણીનો પ્રચંડ પ્રહારValsad Rains | કુંડી ગામે ભારે પવન ફુંકાતા ઘરોના છાપરા ઉડ્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Hathras Satsang: હાથરસ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 116નાં મોત, CM યોગીએ સહાય રકમની કરી જાહેરાત
Hathras Satsang: હાથરસ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 116નાં મોત, CM યોગીએ સહાય રકમની કરી જાહેરાત
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
સાવધાન! પાણીપુરી ખાધી તો કેન્સર થવાનું નક્કી! FSSAI ના રિપોર્ટમાં થયો મોટો ખુલાસો
સાવધાન! પાણીપુરી ખાધી તો કેન્સર થવાનું નક્કી! FSSAI ના રિપોર્ટમાં થયો મોટો ખુલાસો
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
UP News: યુપીના હાથરસમાં મોટી દૂર્ઘટના, ભોલેબાબા સત્સંગમાં 19 મહિલાઓ, 3 બાળકો સહિત 27 લોકોના મોત
UP News: યુપીના હાથરસમાં મોટી દૂર્ઘટના, ભોલેબાબા સત્સંગમાં 19 મહિલાઓ, 3 બાળકો સહિત 27 લોકોના મોત
Embed widget