શોધખોળ કરો

Surat: યુવાવસ્થામાં મર્ડરને વૃદ્ધાવસ્થામાં ધરપકડ, 32 વર્ષની ઉંમરે મર્ડર કરી ફરાર થયેલા આરોપીને પોલીસે 63 વર્ષની ઉંમરે ઝડપી પાડ્યો

Surat News: સુરત શહેરમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં યુવાવસ્થામાં મર્ડર કરીને ભાગી છૂટેલા આરોપીને વૃદ્ધાવસ્થામાં ઝડપી લેવામાં આવ્યો છે.

Surat News: સુરત શહેરમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં યુવાવસ્થામાં મર્ડર કરીને ભાગી છૂટેલા આરોપીને વૃદ્ધાવસ્થામાં ઝડપી લેવામાં આવ્યો છે. સુરત શહેરના બેગમપુરામાં આવેલાં કારખાનામાં સાથી કારીગરની હત્યા કરી ભાગી છૂટેલા આરોપીને 31 વર્ષે પકડવામાં પોલીસ સફળ રહી છે. 31 વર્ષથી ઘરે ન ગયેલો આરોપી ઘરે જતા પોલીસે બાતમીના આધારે વૃદ્ધ આરોપીને ઝડપી પાડયો હતો.

અત્રે ઉલ્લેખનીય છે કે, 32 વર્ષની ઉંમરે કરેલી હત્યાના કેસમાં 63 વર્ષની ઉંમરે ધરપકડ થઈ છે. મૂળ ઓડિશાના ગંજામ જિલ્લાનાં ઉસ્તાલી ચિંગોલા ખોડા ગામનો વતની ભીમા આનંદા શેટ્ટી (ઉ.વ. 63) તેના ગામમાં જ થોડાંક સમયથી રહેવા પરત આવ્યો હોવાની પોલીસને બાતમી મળી હતી. આ સાથે આરોપી ભિમા ગણપતિ પંડાલમાં આવનાર હોવાની બાતમી વચ્ચે ક્રાઇમ બ્રાન્ચ તેને ત્યાંથી જ ગુપચુપ ઉંચકી લાવી હતી.

માહિતી પ્રમાણે આરોપી વર્ષ 1992માં સુરત બેગમપુરા નિર્વાણનો અખાડો લુમ્સના ખાતામાં મજુરી કામ કરતો હતો. તે વખતે તેની સાથે રહેતો અને તેની સાથે જ કામ કરતો ક્રિષ્ણા બાબુભાઈ ઉડીયાની સાથે નાની નાની બાબતોમાં ઝઘડો થતો રહેતો હતો. આ વારંવાર થતા ઝઘડાથી ગુસ્સાના આવેશમાં આવી એક દિવસ ચપ્પુ વડે તેની સાથે જ કામ કરતા સહ કારીગર ક્રિષ્ણા બાબુભાઈ ઉડીયા ઉપર હુમલો કરી મોતને ઘાટ ઉતારી લીધો હતો. ત્યારબાદ ભાગી ગયો હતો.

સુરતના પાંડેસરા વિસ્તારમાં ગણેશ ચતુર્થીના દિવસે ગણપતિ બાપ્પાની મૂર્તિ લઈને આવતી આઇસર ટેમ્પામાંથી નીચે પટકાયેલા યુવકનું 10 દિવસની સારવાર બાદ મોત નીપજ્યું છે. યુવકના મોતના પગલે પરિવારમાં શોકનો માહોલ છવાયો છે. તો બીજી તરફ એકની એક દીકરીએ પિતાની છત્રછાયા ગુમાવી છે.

આ અંગે સામે આવેલી વિગતો અનુસાર પાંડેસરા વિસ્તારમાં આવેલી કાશીનગર સોસાયટીમાં મૂળ ઉત્તરપ્રદેશનો 30 વર્ષીય ટિંકુ અવતાર સિંગ પરિવાર સાથે રહેતો હતો. તેમના પરિવારમાં પત્ની અને એક 4 વર્ષની દીકરી છે. ટિંકું વેલ્ડીંગ કામ કરી પરિવારનું ગુજરાન ચલાવતો હતો. ટિંકુના લગ્નને 6 વર્ષ થઈ ગયા છે. માતા પિતા અને ભાઈઓ સાથે સુરતમાં ઘણા વર્ષોથી રહેતો હતો.

ગત 17મી સપ્ટેમ્બરના રોજ ટિંકુ કાશીનગરના ગણેશ મંડળના ગણપતિ લઈને પરત ફરી રહ્યો હતો. ત્યારે ઘર નજીક જ આવેલા વેલકમ સેન્ટર નજીક આઇસર ટેમ્પા ઉપરથી પસાર થતા સમયે અચાનક ટિંકુ ટેમ્પા પરથી નીચે પટકાયો હતો. જે બાદ તેને માથાના પાછળના ભાગે ગંભીર ઇજા થતાં તેને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. ટિંકુને માથાના પાછળના ભાગે ગંભીર ઇજા થઇ હતી. જે બાદ ટિંકુ 10 દિવસ મોત સામે લડ્યો હતો. જોકે આખરે યુવકે દમ તોડી દીધો. ગણશ વિસર્જનના રોજ મૃત્યુ થતા પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો છે. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Weather: બે દિવસ બાદ ઠંડી ભુક્કા કાઢી નાંખશે, આગામી ચોમાસાને લઈને અંબાલાલ પટેલની ડરામણી આગાહી
બે દિવસ બાદ ઠંડી ભુક્કા કાઢી નાંખશે, આગામી ચોમાસાને લઈને અંબાલાલ પટેલની ડરામણી આગાહી
Ahmedabad: અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક, પોલીસની સામે જ હથિયારો સાથે મચાવ્યો ઉત્પાત
Ahmedabad: અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક, પોલીસની સામે જ હથિયારો સાથે મચાવ્યો ઉત્પાત
Panchmahal: ગુજરાતની આ શાળાને મળ્યો દેશની સર્વશ્રેષ્ઠ
Panchmahal: ગુજરાતની આ શાળાને મળ્યો દેશની સર્વશ્રેષ્ઠ "સુશાસન યુક્ત પંચાયત" નો પુરસ્કાર
Look back 2024 Sports: ભારતીય ક્રિકેટ માટે મુશ્કેલ રહ્યું વર્ષ 2024, રોહિત-કોહલી સહિત કુલ 6 ખેલાડીઓએ લીધી નિવૃત્તિ
Look back 2024 Sports: ભારતીય ક્રિકેટ માટે મુશ્કેલ રહ્યું વર્ષ 2024, રોહિત-કોહલી સહિત કુલ 6 ખેલાડીઓએ લીધી નિવૃત્તિ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Kutch:કચ્છમાં શિક્ષકોની અછત, શિક્ષકોને નથી ગમતું કચ્છમાં નોકરી કરવું?| Abp AsmitaParliament News :‘રાહુલ ગાંધીએ મને ધક્કો માર્યો..’ ભાજપ MPનું ફુટ્યું માથું; LIVE UpdatesSharemarket: ભારતીય શેર માર્કેટમાં મોટો કડાકો, ડોલર સામે રૂપિયો સૌથી નીચલા સ્તરે | Business NewsGold Rate News:એક જ દિવસમાં સોનાના ભાવમાં પ્રતિ ગ્રામ થયો 300 રૂપિયાનો ઘટાડો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Weather: બે દિવસ બાદ ઠંડી ભુક્કા કાઢી નાંખશે, આગામી ચોમાસાને લઈને અંબાલાલ પટેલની ડરામણી આગાહી
બે દિવસ બાદ ઠંડી ભુક્કા કાઢી નાંખશે, આગામી ચોમાસાને લઈને અંબાલાલ પટેલની ડરામણી આગાહી
Ahmedabad: અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક, પોલીસની સામે જ હથિયારો સાથે મચાવ્યો ઉત્પાત
Ahmedabad: અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક, પોલીસની સામે જ હથિયારો સાથે મચાવ્યો ઉત્પાત
Panchmahal: ગુજરાતની આ શાળાને મળ્યો દેશની સર્વશ્રેષ્ઠ
Panchmahal: ગુજરાતની આ શાળાને મળ્યો દેશની સર્વશ્રેષ્ઠ "સુશાસન યુક્ત પંચાયત" નો પુરસ્કાર
Look back 2024 Sports: ભારતીય ક્રિકેટ માટે મુશ્કેલ રહ્યું વર્ષ 2024, રોહિત-કોહલી સહિત કુલ 6 ખેલાડીઓએ લીધી નિવૃત્તિ
Look back 2024 Sports: ભારતીય ક્રિકેટ માટે મુશ્કેલ રહ્યું વર્ષ 2024, રોહિત-કોહલી સહિત કુલ 6 ખેલાડીઓએ લીધી નિવૃત્તિ
ભાજપની ફરિયાદ પર રાહુલ ગાંધી વિરૂદ્ધ કેસ દાખલ થશે તો કેટલા વર્શની સજા થશે?
ભાજપની ફરિયાદ પર રાહુલ ગાંધી વિરૂદ્ધ કેસ દાખલ થશે તો કેટલા વર્શની સજા થશે?
સાવધાન! અમેરિકાથી આવી રહી છે સૌથી મોટી બીમારી, બની શકે છે નવી મહામારી, નિષ્ણાતોએ ચેતવ્યા
સાવધાન! અમેરિકાથી આવી રહી છે સૌથી મોટી બીમારી, બની શકે છે નવી મહામારી, નિષ્ણાતોએ ચેતવ્યા
BSNLનો માસ્ટર સ્ટ્રોક, 3600GB ડેટાવાળા પ્લાને ફરીથી Jio-Airtelનું ટેન્શન વધાર્યું
BSNLનો માસ્ટર સ્ટ્રોક, 3600GB ડેટાવાળા પ્લાને ફરીથી Jio-Airtelનું ટેન્શન વધાર્યું
હત્યાનો પ્રયાસ, ગુનાહિત કૃત્ય... રાહુલ ગાંધી વિરૂદ્ધ બીજેપીએ આ 6 કલમો હેઠળ નોંધાવ્યો કેસ
હત્યાનો પ્રયાસ, ગુનાહિત કૃત્ય... રાહુલ ગાંધી વિરૂદ્ધ બીજેપીએ આ 6 કલમો હેઠળ નોંધાવ્યો કેસ
Embed widget