શોધખોળ કરો

રાજ્યમાં વધુ બે યુવાઓના હાર્ટ એટેકથી મોત, બોટાદમાં હેડ કોન્સ્ટેબલનો ગયો જીવ

રાત્રી દરમ્યાન છાતીમાં દુઃખાવો થતા સારવાર માટે હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા. જ્યાં સારવાર દરમ્યાન મોત થયું હતું. તેમના મોતથી બોટાદ જિલ્લાનાં પોલીસ બેડામાં શોકનો માહોલ છે.

Heart Attack Deaths: રાજ્યમાં વધુ બે યુવાઓના હાર્ટ એટેકને કારણે મોત થયા છે. પ્રથમ ઘટના બોટાદમાં બની છે. જ્યાં ગઢડા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હેડ કોસ્ટબલનું હાર્ટ એટેકથી મોત થયું છે. હરપાલસિંહ ગોવિદસિંહ સોલંકી ઉવ.આશરે 32 નું મોડી રાત્રે મોત થયું હતું. ગઢડાથી નોકરી પુરી કરી હેડ કોસ્ટબલ બોટાદ પોતાના ઘરે આવેલ. રાત્રી દરમ્યાન છાતીમાં દુઃખાવો થતા સારવાર માટે હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા. જ્યાં સારવાર દરમ્યાન મોત થયું હતું. તેમના મોતથી બોટાદ જિલ્લાનાં પોલીસ બેડામાં શોકનો માહોલ છે.

બીજી ઘટના સુરતમાં બની છે જ્યાં L&T કંપનીનાં 40 વર્ષીય કર્મચારીનું હાર્ટ એટેકથી મોત થયું છે. ધવલ દેસાઈ સિનિયર ઇલેક્ટ્રિકલ તરીકે નોકરી કરતા હતા. ધવલને કંપનીમાં જ અચાનક છાતીમાં દુઃખાવો થયો હતો. ઘટનાને લઈ કામ કરી રહેલા સાથી કર્મચારીઓ ધવલને હોસ્પિટલમાં લઈ ગયા હતા. ધવલને સારવાર મળે તે પહેલાજ તબીબોએ મૃતક જાહેર કર્યો હતો. હજીરા પોલીસે મૃતદેહને પીએમ અર્થ મોકલી કાર્યવાહી હાથ ધરી છે. પીએમ રિપોર્ટ આવ્યા બાદ મોતનું યોગ્ય કારણ બહાર આવશે.

યુવાનોના હૃદય સતત નબળા પડી રહ્યા છે. એક ચોંકાવનારો અહેવાલ જણાવે છે કે આજે લોકો જે પ્રકારની જીવનશૈલી જીવી રહ્યા છે તેની અસર હૃદય પર પડી રહી છે અને હાર્ટ એટેક જેવી જીવલેણ બીમારીઓ ઝડપથી વધી રહી છે. અમેરિકન જર્નલ ઑફ ક્લિનિકલ એન્ડ ડાયગ્નોસ્ટિક રિસર્ચમાં પ્રકાશિત અહેવાલ દર્શાવે છે કે 2015 સુધીમાં ભારતમાં લગભગ 6.5 કરોડ લોકો હૃદયની બીમારીઓથી પીડિત હતા. આશ્ચર્યની વાત એ છે કે આમાંથી લગભગ 2.5 કરોડ લોકો 40 વર્ષ કે તેનાથી ઓછી ઉંમરના છે. WHOનો તાજેતરનો રિપોર્ટ પણ ભારતીયોને ડરાવશે. આ રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે છેલ્લા 10 વર્ષમાં ભારતમાં હ્રદય રોગના કારણે મૃત્યુની સંખ્યામાં 75%નો વધારો થયો છે. રિપોર્ટ અનુસાર, માત્ર વર્ષ 2019માં જ સમગ્ર વિશ્વમાં લગભગ 1.80 કરોડ લોકો હૃદયની બીમારીઓને કારણે મૃત્યુ પામ્યા છે. આમાંથી 85 ટકા મૃત્યુનું કારણ માત્ર હાર્ટ એટેક છે.

હાર્ટ એટેક શું છે

હાર્ટ સ્પેશિયાલિસ્ટના મતે હાર્ટ એટેકની સ્થિતિને 'મ્યોકાર્ડિયલ ઇન્ફાર્ક્શન' કહેવામાં આવે છે. આ એવી સ્થિતિ છે જ્યારે હૃદયના કોઈ ભાગમાં લોહીનો પુરવઠો બંધ થઈ જાય છે અને તેના કારણે ત્યાં લાંબા સમય સુધી લોહી અને ઓક્સિજન પહોંચી શકતું નથી. જેના કારણે તે કામ કરવાનું બંધ કરી દે છે અને વ્યક્તિનું મૃત્યુ થાય છે. હાર્ટ એટેકનું મુખ્ય કારણ સામાન્ય રીતે લોહીના ગંઠાવાનું સંચય છે. જેને બ્લડ ક્લોટિંગ પણ કહેવાય છે, જે ધમનીઓમાં ચરબી જમા થવાને કારણે થાય છે.

યુવાનોના હૃદય કેમ આટલા નબળા થઈ રહ્યા છે?

આજકાલ, એવા ઘણા કિસ્સાઓ છે જ્યારે જીમમાં વર્કઆઉટ અથવા ડાન્સ કરતી વખતે યુવાનોને હાર્ટ એટેક આવે છે. આ અંગે આરોગ્ય નિષ્ણાતો કહે છે કે આજકાલ અજાણ્યા હૃદયરોગ, કોઈ યોગ્ય તાલીમ વિના વધુ પડતી અને ભારે કસરત, ડીહાઈડ્રેશન અને વધુ પડતા ઉત્તેજક અથવા કેફીનનું સેવન યુવાનોના હૃદયને નબળું પાડી રહ્યું છે અને તેમનામાં હાર્ટ એટેકની બીમારીઓ વધી રહી છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

સંગઠનમાં સંભવિત ફેરફાર મુદ્દે કુંવરજી બાવળિયાનું મોટું નિવેદન, કહ્યું - સી.આર પાટીલ બન્ને જવાબદારીઓ....
સંગઠનમાં સંભવિત ફેરફાર મુદ્દે કુંવરજી બાવળિયાનું મોટું નિવેદન, કહ્યું - સી.આર પાટીલ બન્ને જવાબદારીઓ....
સાળંગપુર કારોબારી બેઠકમાં સી.આર. પાટીલની મોટી જાહેરાત, કહ્યું – મારો કાર્યકાળ પૂર્ણ થયો અને હવે...
સાળંગપુર કારોબારી બેઠકમાં સી.આર. પાટીલની મોટી જાહેરાત, કહ્યું – મારો કાર્યકાળ પૂર્ણ થયો અને હવે...
Gujarat Rain Forecast: ગુજરાતના આ 9 જિલ્લામાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગનું એલર્ટ
Gujarat Rain Forecast: ગુજરાતના આ 9 જિલ્લામાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગનું એલર્ટ
Rain Update: બનાસકાંઠામાં બારેમેઘ ખાંગા, છેલ્લા 24 કલાકમાં 141 તાલુકામાં  મનમૂકી વરસ્યાં મેઘરાજા
Rain Update: બનાસકાંઠામાં બારેમેઘ ખાંગા, છેલ્લા 24 કલાકમાં 141 તાલુકામાં મનમૂકી વરસ્યાં મેઘરાજા
Advertisement
ABP Premium

વિડિઓઝ

Ahmedabad Rain | શહેરના વિવિધ વિસ્તારોમાં ખાબક્યો ધોધમાર વરસાદ, જુઓ વીડિયોAmbalal patel Forecast | જુલાઈ મહિનામાં વરસાદને લઈને હવામાન વિભાગે શું કરી મોટી આગાહી?Inflation Hike | તહેવારો પહેલા સિંગતેલના ભાવમાં ઝીંકાયો વધારો, જુઓ કેટલા વધ્યા ભાવ? | Oil PriceAmreli | બે મહિના પહેલા ઊભી કરાયેલી પવનચક્કી થઈ ધરાશાયી, મજૂરો અને ખેડૂતોનું શું થયું?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સંગઠનમાં સંભવિત ફેરફાર મુદ્દે કુંવરજી બાવળિયાનું મોટું નિવેદન, કહ્યું - સી.આર પાટીલ બન્ને જવાબદારીઓ....
સંગઠનમાં સંભવિત ફેરફાર મુદ્દે કુંવરજી બાવળિયાનું મોટું નિવેદન, કહ્યું - સી.આર પાટીલ બન્ને જવાબદારીઓ....
સાળંગપુર કારોબારી બેઠકમાં સી.આર. પાટીલની મોટી જાહેરાત, કહ્યું – મારો કાર્યકાળ પૂર્ણ થયો અને હવે...
સાળંગપુર કારોબારી બેઠકમાં સી.આર. પાટીલની મોટી જાહેરાત, કહ્યું – મારો કાર્યકાળ પૂર્ણ થયો અને હવે...
Gujarat Rain Forecast: ગુજરાતના આ 9 જિલ્લામાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગનું એલર્ટ
Gujarat Rain Forecast: ગુજરાતના આ 9 જિલ્લામાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગનું એલર્ટ
Rain Update: બનાસકાંઠામાં બારેમેઘ ખાંગા, છેલ્લા 24 કલાકમાં 141 તાલુકામાં  મનમૂકી વરસ્યાં મેઘરાજા
Rain Update: બનાસકાંઠામાં બારેમેઘ ખાંગા, છેલ્લા 24 કલાકમાં 141 તાલુકામાં મનમૂકી વરસ્યાં મેઘરાજા
આજનું હવામાનઃ આજે રાજ્યના નવ જિલ્લામાં ગાજવીજ અને કડાકા ભડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો લેટેસ્ટ આગાહી
આજનું હવામાનઃ આજે રાજ્યના નવ જિલ્લામાં ગાજવીજ અને કડાકા ભડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો લેટેસ્ટ આગાહી
Heavy Rain Alert: 18 રાજ્યોમાં તૂટી પડશે વરસાદ, યુપી-ઉત્તરાખંડમાં 4 દિવસ સુધી રેડ એલર્ટ
Heavy Rain Alert: 18 રાજ્યોમાં તૂટી પડશે વરસાદ, યુપી-ઉત્તરાખંડમાં 4 દિવસ સુધી રેડ એલર્ટ
આટલા વર્ષ સુધી રહેવા પર ભાડૂઆત મિલકત પર જમાવી લેશે કબજો? જાણો શું છે નિયમ
આટલા વર્ષ સુધી રહેવા પર ભાડૂઆત મિલકત પર જમાવી લેશે કબજો? જાણો શું છે નિયમ
SME IPO માં અરજી કરતાં પહેલા જાણો આ NSE નો આ નવો નિયમ, નફામાં થઈ શકે છે નુકસાન
SME IPO માં અરજી કરતાં પહેલા જાણો આ NSE નો આ નવો નિયમ, નફામાં થઈ શકે છે નુકસાન
Embed widget