Gujarat BJP: વડોદરામાં પક્ષ જોડો અભિયાન, 200થી વધુ ડૉક્ટરો એકસાથે સામેલ, મુખ્ય દંડક શુક્લાએ આવકાર્યા
ગુજરાતમાં લોકસભાની ચૂંટણીમાં વધુને વધુ મજબૂત થવા પર ભાજપ ભાર મુકી રહ્યું છે. આજે વડોદરા શહેરમાં ભાજપ તમામ લોકોને પક્ષમાં જોડી રહ્યું છે
Gujarat Politics News: આગામી દિવસોમાં સમગ્ર દેશમાં લોકસભાની ચૂંટણી યોજાશે, આ પહેલા તમામ પક્ષો ચૂંટણીની કામગીરીને લઇને એક્શનમાં આવ્યા છે, ગુજરાતમાં બીજેપીએ જબરદસ્ત કેમ્પઇન શરૂ કર્યુ છે, તે અંતર્ગત આજે વડોદરામાં ડૉક્ટર સેલના 200થી વધુ ડૉક્ટરો ભાજપમાં જોડાયા છે. હાલમાં ડૉક્ટર સેલ દ્વારા પક્ષ જોડો અભિયાન શરૂ કરવામાં આવ્યુ છે.
ગુજરાતમાં લોકસભાની ચૂંટણીમાં વધુને વધુ મજબૂત થવા પર ભાજપ ભાર મુકી રહ્યું છે. આજે વડોદરા શહેરમાં ભાજપ તમામ લોકોને પક્ષમાં જોડી રહ્યું છે. આજે વડોદરામાં ડૉક્ટર સેલ દ્વારા પક્ષ જોડો અભિયાન શરૂ કરવામાં આવ્યુ છે. શહેરના સલાટવાળાના આઈ.એમ.એ હૉલ ખાતે એક ખાસ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં 200થી વધુ ડૉક્ટરો ભાજપ પક્ષમાં જોડાયા હતા. આ કાર્યક્રમમાં વિધાનસભાના મુખ્ય દંડક બાલકૃષ્ણ શુક્લ દ્વારા આ તમામ ડૉક્ટરોને ભાજપમાં આવકારવામાં આવ્યા હતા. ભાજપ મધ્યગુજરાતના ડૉક્ટર સેલના કન્વિનર અને આઈ.એમ.એ.ના પ્રમુખ ડૉ. મિતેષ શાહના નેતૃત્વમાં ડૉક્ટરો ભાજપમાં જોડાયા હતા. શહેર ભાજપ પ્રમુખ ડૉ. વિજય શાહ, સ્થાયી અધ્યક્ષ ડૉ. શીતલ મિસ્ત્રી ઉપસ્થિત રહ્યાં હતા.
મિશન 370 સાથે BJPમાં શરૂ થયો બેઠકોનો ધમધમાટ, ઉત્તર પ્રદેશ માટે બનાવવામાં આવી ખાસ રણનીતિ -
વડાપ્રધાન નરેન્દ્ર મોદી શનિવારે રાત્રેગુજરાત પહોંચ્યા હતા. ગુજરાત પહોંચતાની સાથે જ ચૂંટણીની રણનીતિને આખરી ઓપ આપવા માટે નવી દિલ્હીમાં ભારતીય જનતા પાર્ટી (BJP)ના મુખ્યાલયમાં એક પછી એક અનેક બેઠકો યોજવામાં આવી હતી. લોકસભા ચૂંટણી 2024ની તારીખો ચૂંટણી પંચ 13 માર્ચ પછી જાહેર કરી શકે છે. ચૂંટણીની તૈયારીઓની સમીક્ષા કરવા ચૂંટણી પંચની ટીમો રાજ્યોના પ્રવાસે છે. ભાજપના વડા જેપી નડ્ડાએ વિવિધ રાજ્યોના પ્રભારી બનેલા પક્ષના નેતાઓ સાથે બેઠક યોજી હતી અને ચૂંટણી પ્રચારની તૈયારીઓનો અહેવાલ પણ લીધો હતો.
એવું કહેવામાં આવ્યું છે કે શનિવારે યોજાયેલી આ બેઠકમાં બૈજયંત પાંડા (યુપી), દુષ્યંત ગૌતમ (ઉત્તરાખંડ), તરુણ ચુગ (જમ્મુ અને કાશ્મીર), વિનોદ તાવડે (બિહાર) અને બિપ્લબ દેબ (હરિયાણા) એ ભાગ લીધો હતો. આ પછી જેપી નડ્ડા અને કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે ઉત્તર પ્રદેશના નેતાઓ સાથે એક અલગ બેઠક યોજી હતી. જેમાં મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે પણ ભાગ લીધો હતો. ઉત્તર પ્રદેશમાં સમાજવાદી પાર્ટી અને કોંગ્રેસ સાથે મળીને લડશે અને સીટોની વહેંચણીની જાહેરાત કરી દીધી છે. કોંગ્રેસ 17 સીટો પર ચૂંટણી લડશે જ્યારે સમાજવાદી પાર્ટી 63 સીટો પર ચૂંટણી લડશે. 2019માં ભાજપે રાજ્યની 80માંથી 62 બેઠકો જીતી હતી.
ભાજપ 370ના ટાર્ગેટ સાથે ચાલી રહી છે
એવી ચર્ચા છે કે ભારતીય જનતા પાર્ટીની કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠક ટૂંક સમયમાં યોજાશે, ત્યારબાદ ભાજપ ઉમેદવારોની યાદી જાહેર કરવાનું શરૂ કરશે. એકલા ભાજપે આગામી લોકસભા ચૂંટણીમાં 370 બેઠકો અને એનડીએ માટે 400થી વધુ બેઠકોનો લક્ષ્યાંક રાખ્યો છે. 2019 માં, ભાજપે જે 436 બેઠકો પર ચૂંટણી લડી હતી, તેમાંથી 303 પર જીત મેળવી હતી.
તમને જણાવી દઈએ કે તાજેતરમાં મધ્યપ્રદેશમાં યોજાયેલી રેલીમાં પીએમ મોદીએ 370 સીટો મેળવવાની 'જાદુઈ ફોર્મ્યુલા' કહી હતી. તેમણે કહ્યું હતું કે ભાજપના બૂથ કાર્યકરોએ સુનિશ્ચિત કરવું પડશે કે દરેક બૂથ પર 370 વધારાના મત પડે અને આ રીતે ભાજપ 370 બેઠકો સુધી પહોંચશે. શનિવારે યોજાયેલી બેઠકોનો મુખ્ય એજન્ડા લક્ષ્યાંક 370 હતો. આ ઉપરાંત જ્યાં ભાજપ નબળો છે ત્યાં પક્ષની સંભાવનાઓને વેગ આપવા માટેના રસ્તાઓ શોધવાની યોજના પણ બનાવવામાં આવી હતી. પ્રભારીઓને તેમના વિસ્તારોમાં અમલમાં મુકાયેલા વિકાસ પ્રોજેક્ટ્સનો અહેવાલ આપવા માટે કહેવામાં આવ્યું હતું.