Panchmahal : એક વર્ષ પહેલા પામેલી 45 વર્ષીય વ્યક્તિને આપી દીધી રસી!
30 માર્ચ 2020ના રોજ 45 વર્ષના કાલિદાસ ભીલ નામના વ્યક્તિ મૃત્યુ પામેલ હોય 26 મેના રોજ પ્રથમ ડોઝ લીધો હોવાનો મેસેજ અને સર્ટી મળ્યું હતું.
પંચમહાલઃ ગુજરાતમાં કોરોના રસીકરણ ચાલી રહ્યું છે, ત્યારે ગોધરામાં વેકસીનેશનનું ભોપાળું સામે આવ્યું છે. સાંપા phc સેન્ટર ખાતેથી મૃતકને રસી મુકાયાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. 30 માર્ચ 2020ના રોજ 45 વર્ષના કાલિદાસ ભીલ નામના વ્યક્તિ મૃત્યુ પામેલ હોય 26 મેના રોજ પ્રથમ ડોઝ લીધો હોવાનો મેસેજ અને સર્ટી મળ્યું હતું.
મૃતકના હયાત પત્નીએ રસી મુકાવી ન હોવા છતાં સર્ટી મળ્યું. વેક્સીન મુકાયાનો મેસેજ અને સર્ટી પરિજનોને મળતા અચરજ પામી ગયા હતા. મૃતક સહિત પરિવારની જાણ બહાર રસીકરણ કરવાનો કિસ્સો બહાર આવતાં જિલ્લા વહીવટી તંત્ર દોડતું થઇ ગયું છે.
પીએચસી સેન્ટર દ્વારા મતદારયાદીના વોટર આઇર્ડીના આધારે બોગસ રસીકરણ કરતાં પરિવારના સભ્યના મોબાઇલ પર વેક્સિનેશન કર્યાનો મેસેજ સાથે રસીકરણનું સર્ટિફિકેટ આવ્યું હતું. જેને કારણે રસીકરણ અભિયાન પર સવાલ ઊઠ્યા હતા. મૃતકની પત્નીએ રસી મુકાવી ન હોવા છતાં રસી મુકાઇ ગઇ હોવાના મેસેજ સાથે સર્ટિ આવ્યું હતું.
આ સમ્રગ કાંડની જિલ્લા કલેકટર અને જિલ્લા વિકાસ અધિકારીને જાણ થતાં તેમણે તપાસના હુકમ કરીને જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાના આદેશ આપતાં આરોગ્ય વિભાગે તપાસનો દોર શરૂ કર્યો હતો.
પંચમહાલ જિલ્લાને શુકવાર સુધી 12 હજાર રસીના ડોઝ અપાયા હતા. રસી સેન્ટર પરના આરોગ્યકર્મીને રોજ રસી મૂકવાનો ટાર્ગેટ અપાય છે, જેને પૂરો કરવા આરોગ્યકર્મી પર દબાણ હોય છે. કદાચ એને લઈને બોગસ રસી મુકાઈ હોવાની શંકા રહ્યું છે.