(Source: ECI/ABP News/ABP Majha)
Panchmahal : મહિના પહેલા જ લગ્ન કરનાર યુવકને પત્નીને અન્ય યુવક સાથે સંબંધ હોવાની હતી આશંકા ને પછી..
ગોધરા કલેકટર કચેરીમાં પ્યુન તરીકે ફરજ બજાવતા અને એરંડી ગામમાં રહેતા યુવકના એક મહિના પહેલા જ લગ્ન થયા હતા. જોકે, પતિને પત્નિના આડાસંબંધ હોવાની આશંકા હતી. આ શંકામાં જ પતિએ પત્નીની હત્યા કરી નાંખી હતી.
પંચમહાલ : ગોધરાના યુવકે પત્નીની હત્યા કરી નાંખતા સમગ્ર વિસ્તારમાં ચચરા મચી ગઈ છે. યુવકે પત્નીની હત્યા કર્યા પછી લાશ મહુલિયા ગામના જંગલ વિસ્તારમાં ફેંકી દીધી હતી. એટલું જ નહીં, હત્યાના બનાવ પપહેલા પતિ-પત્ની ગુમ થયા અંગેની પરિવારે જાણવાજોગ ફરિયાદ પણ નોંધાવી હતી.
આ અંગે મળતી વિગતો પ્રમાણે, ગોધરા કલેકટર કચેરીમાં પ્યુન તરીકે ફરજ બજાવતા અને એરંડી ગામમાં રહેતા યુવકના એક મહિના પહેલા જ લગ્ન થયા હતા. જોકે, પતિને પત્નિના આડાસંબંધ હોવાની આશંકા હતી. આ શંકામાં જ પતિએ પત્નીની હત્યા કરી નાંખી હતી.
બીજી તરફ પરિવારજનોએ હત્યાના બનાવ પહેલા પતિ પત્ની ગુમ થયા અંગેની જાણવા જોગ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે શોધખોળ કરતા પતિ મળી આવતા પૂછપરછ દરમિયાન હત્યાની ઘટના સામે આવી છે. પત્નિની હત્યા કરી મૃતદેહને મહુલિયા ગામના જંગલ વિસ્તારમાં છોડી દીધો હતો. સમગ્ર મામલે પોલીસે વધુ કર્યવાહી આરંભી છે.
પંચમહાલ જિલ્લામાં યુવકે લગ્નના 17 દિવસ પહેલા જ ભાવી પત્નીની હત્યા કરી નાંખતા ચકચાર મચી ગઈ છે. યુવતી સાથે દાગીના અને શારીરિક સંબંધ મુદ્દે તકરાર થતા ઉશ્કેરાયેલા મંગેતરે ચપ્પુના ઘા મારીને યુવતીની હત્યા કરી નાંખી હતી. વેજલપુર પોલીસે હત્યા યુવકની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
ગત ગુરુવારે રાતે કાલોલના રાયસિંગપુરાની યુવતીની ખેતરમાંથી ગળુ કાપેલી હાલતમાં લાશ મળી આવી હતી. વેજલપુર પોલીસે ગુનો નોંધી બે જ દિવસમાં હત્યાનો ભેદ ઉકેલીને હત્યાના મંગેતરને ઝડપી લીધો હતો. યુવતીની 15 દિવસ પહેલા જ મહાદેવીયા ગામના યુવક સાથે સગાઈ થઈ હતી અને 23મી મેના રોજ બંનેના લગ્ન થવાના હતા.
પોલીસે યુવકની કડક પૂછપરછ કરતાં તેણે જ ભાવી પત્નીની હત્યા કરી હોવાની કબૂલઆત કર્યું હતું. યુવકે જણાવ્યું હતું કે, ભાવી પત્ની વારંવાર દાગીના અને મોબાઇલની માંગ કરતી હતી. તેમજ શારીરિક સંબંધ માટે પણ ઇનકાર કરતી હતી. ગત 6 મે રોજ રાતે યુવકે ભાવી પત્નીને ખેતરમાં મળવા માટે બોલાવી હતી. અહીં યુવકે ભાવી પત્નીને નજીક ખેંચવાનો પ્રયાસ કરતાં તેને દૂર ધકેલી દીધો હતો.
તેમજ ભાવી પતિને યુવતીએ ફરીથી દાગીનાની માંગ કરી હતી અને બાયલો કહ્યો હતો. જેથી ઉશ્કેરાયેલા યુવકે ફરીથી તેને પાસે ખેંચી શારીરિક સંબંધ બાંધવા પ્રયાસ કર્યો હતો. જોકે, ભાવી પત્ની ધક્કો મારી દૂર જતી રહી હતી. આમ, બંને વચ્ચે તકરાર થતાં ઉશ્કેરાયેલા યુવકે ચાકુ કાઢી ભાવી પત્નીના ગળા પર ફેરવી દેતા તેનું મોત નીપજ્યું હોવાની કબૂલાત યુવકે કરી હતી.