શોધખોળ કરો

Vadodara: વડોદરામાં ખાદ્યતેલના વેપારીઓ પર તવાઇ, લેબૉરેટરી રિપોર્ટમાં તેલના નમૂના ફેઇલ નીકળતા 593 લીટર તેલનો જથ્થો સીઝ

માહિતી પ્રમાણે, લેબૉરેટરી રિપોર્ટમાં આ તમામ નમૂના ફેઇલ નીકળતાની સાથે જ નાની શાકમાર્કેટમાંથી સિદ્ધિવિનાયક સિંગતેલ ડેપો દુકાનથી રિફાઇન્ડ કપાસીયા તેલ સીઝ કરવામાં આવ્યુ છે.

Vadodara: વડોદરા શહેરમાં આરોગ્ય ટીમ દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે, શહેરના નાની શાકમાર્કેટ અને કડક બજારની દુકાનોમાંથી લેવામાં આવેલા ખાદ્ય તેલના પાંચ નમૂના આરોગ્ય માટે હાનિકારક સાબિત થયા છે, કેમ કે હાલમાં જ ફૂડ એનાલિસ્ટ પબ્લિક હેલ્થ લેબૉરેટરીના પૃથક્કરણ રિપોર્ટમાં આ તમામ નમૂના ફેલ નીકળ્યા છે. આ સાથે જ મોટી કાર્યવાહી કરીને અંદાજિત 76 હજારની કિંમત 593 લીટર તેલનો જથ્થો  સીઝ કરી દેવામાં આવ્યો છે. 

માહિતી પ્રમાણે, લેબૉરેટરી રિપોર્ટમાં આ તમામ નમૂના ફેઇલ નીકળતાની સાથે જ નાની શાકમાર્કેટમાંથી સિદ્ધિવિનાયક સિંગતેલ ડેપો દુકાનથી રિફાઇન્ડ કપાસીયા તેલ સીઝ કરવામાં આવ્યુ છે. ખોરાક શાખાની ટીમે લીધેલા આ નમુનાઓ ફેઇલ થયા છે.  

ફૂડ લેબૉરેટરીનો રિપોર્ટ આવ્યા બાદ 76,674ની કિંમતનો 593 લીટર તેલનો જથ્થો સીઝ કરી લેવામા આવ્યો છે. નાની શાકમાર્કેટના સિદ્ધિવિનાયક સીંગતેલ ડેપો, અમરનાથ ટ્રેડિંગ કંપની અને કડક બજારમાં આવેલા શાહ કલ્યાણ પ્રસાદ ગ્યાસીરામ નામની દુકાનના વેપારીઓ સામે હવે કાર્યવાહી થશે.

Vadodara: વડોદરાની 13 મહિલાઓનો કમાલ, 5380 મીટરે એવરેસ્ટ બેઝ કેમ્પ પર પહોંચી......

Vadodara: વડોદરાની મહિલાઓએ ફરી એકવાર કમાલ કરી દીધો છે. શહેરની 13 મહિલાઓ 5380 મીટરે એવરેસ્ટ બેઝ કેમ્પ પર પહોંચી ગઇ છે. ખાસ વાત છે કે, આ ઘટના ગુજરાતમાં પહેલીવાર બની છે, ગુજરાતમાંથી પહેલીવાર આટલી મોટી સંખ્યામાં મહિલા ટ્રેકર એવરેસ્ટ પર પહોંચી છે. 

આ ટ્રેકિંગમાં કુલ 13 ટ્રેકર મહિલાઓ હતી, જેમાં 4 ટીનેજર્સ અને 9 મહિલાઓ 40થી વધુની ઉંમરની હતી, આ તમામે 16મી મેને મંગળવારે આ કારનામુ કર્યુ હતુ, આ 13 ટ્રેકર મહિલાઓ 9 દિવસમાં 75 કલાક ટ્રેકિંગ કરીને સફળતા પૂર્વક એવરેસ્ટ પહોંચી. આ ગ્રુપના પીડિયાટ્રીસન ડૉ. ઉર્જીતા ભાલાણીએ ઇ.બી.સી ટ્રેકિંગનો જાન્યુઆરીમાં પ્લાન બનાવ્યો હતો. ખાસ વાત છે કે, આ ટ્રેકિંગ તમામ મહિલાઓના જીવનનું પહેલું ટ્રેકિંગ હતું.

Vadodara: વડોદરામાં સગીરા પર દુષ્કર્મના કેસમાં દોષિતને 10 વર્ષની સજા, લગ્નની લાલચ આપી આચર્યું હતું દુષ્કર્મ

વડોદરાઃ વડોદરામાં સગીરાનું અપહરણ કરીને દુષ્કર્મ કરવાના ગુનામાં કોર્ટે દોષિતને 10 વર્ષની સજા ફટકારી હતી. મળતી જાણકારી અનુસાર, વડોદરામાં સગીરાનું અપહરણ કરી દુષ્કર્મ કરનાર દોષિતને કોર્ટે 10 વર્ષની સજા આપી હતી. સાથે કોર્ટે સગીરાને વળતર આપવાનો પણ આદેશ કર્યો હતો. કોર્ટે દોષિતને 10 વર્ષની સજાનો હુકમ કર્યો છે અને 5 હજારનો દંડ ફટકાર્યો હતો. દંડ ના ભરે તો વધુ છ માસની સજાનો હુકમ કર્યો હતો. પોલીસ તપાસમાં ખુલાસો થયો હતો કે દોષિતે સગીરા પર લગ્નની લાલચ આપી વારંવાર દુષ્કર્મ આચર્યું હતું. છોટાઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકા મોતીપુરા ગામના અંકિત પટેલે લગ્નની લાલચ આપી વડોદરાના માંજલપુર વિસ્તારમાં રહેતી સગીરાનું અપહરણ કર્યું હતું અને તેના પર વારંવાર દુષ્કર્મ આચર્યું હતું. ઉલ્લેખનીય છે કે  વર્ષ 2016માં અંકિત સગીરાને દમણ લઈ ગયો હતો અને લગ્નની લાલચ આપીને ગેસ્ટ હાઉસમાં વારંવાર દુષ્કર્મ આચર્યું હતું

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

અચાનક મોતનું કારણ કોરોના વેક્સિન નહીં, સંસદમાં ICMRનું રિસર્ચ રજૂ, આ કારણોને ગણાવ્યા જવાબદાર
અચાનક મોતનું કારણ કોરોના વેક્સિન નહીં, સંસદમાં ICMRનું રિસર્ચ રજૂ, આ કારણોને ગણાવ્યા જવાબદાર
Year Ender 2024: આ વર્ષે આ દેશોએ ભારતીયો માટે કર્યા Visa-free, આગામી વર્ષે પણ રોકટોક વિના કરી શકાશે ટ્રિપ
Year Ender 2024: આ વર્ષે આ દેશોએ ભારતીયો માટે કર્યા Visa-free, આગામી વર્ષે પણ રોકટોક વિના કરી શકાશે ટ્રિપ
ઓસ્ટ્રેલિયામાં બીમારીઓ 'ફેલાવવાનો' ગંભીર ખતરો!, એક લેબમાંથી સેંકડો જીવલેણ વાયરસના સેમ્પલ ગુમ થતા ખળભળાટ
ઓસ્ટ્રેલિયામાં બીમારીઓ 'ફેલાવવાનો' ગંભીર ખતરો!, એક લેબમાંથી સેંકડો જીવલેણ વાયરસના સેમ્પલ ગુમ થતા ખળભળાટ
બ્રેકફાસ્ટ કે ડિનર કરવાનું ટાળો છો તમે?  જાણો તમારા સ્વાસ્થ્ય પર શું થાય છે અસર
બ્રેકફાસ્ટ કે ડિનર કરવાનું ટાળો છો તમે? જાણો તમારા સ્વાસ્થ્ય પર શું થાય છે અસર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish:કેટલા વેડફશો રૂપિયા?Hun To Bolish: મોતની મુસાફરી?, Abp AsmitaBudget Session News: ગુજરાતના બજેટ સત્રને લઈને સૌથી મોટા સમાચાર, જુઓ વીડિયોમાંNSUI Protest : Gujarat University: ગેરકાયદે ભરતીના આરોપો સાથે NSUIનો હલ્લાબોલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અચાનક મોતનું કારણ કોરોના વેક્સિન નહીં, સંસદમાં ICMRનું રિસર્ચ રજૂ, આ કારણોને ગણાવ્યા જવાબદાર
અચાનક મોતનું કારણ કોરોના વેક્સિન નહીં, સંસદમાં ICMRનું રિસર્ચ રજૂ, આ કારણોને ગણાવ્યા જવાબદાર
Year Ender 2024: આ વર્ષે આ દેશોએ ભારતીયો માટે કર્યા Visa-free, આગામી વર્ષે પણ રોકટોક વિના કરી શકાશે ટ્રિપ
Year Ender 2024: આ વર્ષે આ દેશોએ ભારતીયો માટે કર્યા Visa-free, આગામી વર્ષે પણ રોકટોક વિના કરી શકાશે ટ્રિપ
ઓસ્ટ્રેલિયામાં બીમારીઓ 'ફેલાવવાનો' ગંભીર ખતરો!, એક લેબમાંથી સેંકડો જીવલેણ વાયરસના સેમ્પલ ગુમ થતા ખળભળાટ
ઓસ્ટ્રેલિયામાં બીમારીઓ 'ફેલાવવાનો' ગંભીર ખતરો!, એક લેબમાંથી સેંકડો જીવલેણ વાયરસના સેમ્પલ ગુમ થતા ખળભળાટ
બ્રેકફાસ્ટ કે ડિનર કરવાનું ટાળો છો તમે?  જાણો તમારા સ્વાસ્થ્ય પર શું થાય છે અસર
બ્રેકફાસ્ટ કે ડિનર કરવાનું ટાળો છો તમે? જાણો તમારા સ્વાસ્થ્ય પર શું થાય છે અસર
રાજસ્થાન હાઈકોર્ટે આસારામને 17 દિવસના પેરોલ પર છોડ્યા, એર એમ્બ્યુલન્સથી મહારાષ્ટ્ર જશે, જાણો કારણ
રાજસ્થાન હાઈકોર્ટે આસારામને 17 દિવસના પેરોલ પર છોડ્યા, એર એમ્બ્યુલન્સથી મહારાષ્ટ્ર જશે, જાણો કારણ
Overhydration: પાણી જીવ બચાવતું નથી છીનવી પણ શકે છે, જાણો વધુ પાણી પીવાના કેટલા છે નુકસાન
Overhydration: પાણી જીવ બચાવતું નથી છીનવી પણ શકે છે, જાણો વધુ પાણી પીવાના કેટલા છે નુકસાન
AIMIM ચીફ અસદુદ્દીન ઓવૈસી ગિરિરાજ સિંહને મળવા તેમની ઓફિસ કેમ પહોંચ્યા? જાણો સાથે બીજું કોણ હતું
AIMIM ચીફ અસદુદ્દીન ઓવૈસી ગિરિરાજ સિંહને મળવા તેમની ઓફિસ કેમ પહોંચ્યા? જાણો સાથે બીજું કોણ હતું
ઇન્ડિયા ગઠબંધનમાં ડખો! રાહુલ ગાંધીને લઈને સંજય રાઉતનું મોટું નિવેદન, કહ્યું- 'જે લોકો પીએમ મોદીની વિરુદ્ધ છે...'
ઇન્ડિયા ગઠબંધનમાં ડખો! રાહુલ ગાંધીને લઈને સંજય રાઉતનું મોટું નિવેદન, કહ્યું- 'જે લોકો પીએમ મોદીની વિરુદ્ધ છે...'
Embed widget