શોધખોળ કરો

રાજા બન્યો રંકઃ અફઘાનિસ્તાનના પૂર્વ IT મંત્રી જર્મનીમાં પિઝા ડિલીવરી કરી રહ્યા છે

ડિસેમ્બર 2020માં સૈયદ અહમદ શાહ અફઘાનિસ્તાન છોડીને જર્મની આવ્યા.

નવી દિલ્હી: અફઘાનિસ્તાનમાં તાલિબાનના લોહિયાળ એજન્ડાથી ડરતા સામાન્ય લોકો સાથે સત્તાના સુકાન પર બેઠેલા લોકો પણ દેશ છોડીને ભાગી રહ્યા છે. અફઘાનિસ્તાનના ભૂતપૂર્વ સંચાર મંત્રીની તસવીર સામે આવી છે, જેના પર વિશ્વાસ કરવો મુશ્કેલ છે. ભૂતપૂર્વ મંત્રી સૈયદ અહમદ શાહે જર્મનીના લીપઝિગ શહેરમાં આશ્રય લીધો છે, જ્યાં તેઓ છેલ્લા બે મહિનાથી પિઝા ડિલિવરી બોય તરીકે કામ કરી રહ્યા છે.

જ્યારે અફઘાનિસ્તાનમાં લોકશાહી શાસન કરતી હતી ત્યારે સૈયદ અહમદ શાહ સદ્દત રાજા હતા, તાલિબાન આવ્યા અને સદ્દત જર્મની ભાગી ગયા પરંતુ એક રંક બનીને. તસવીર જોઈને માનવું મુશ્કેલ છે કે સૈયદ અહેમદ શાહ સદ્દત જે એક સમયે સૂટ બૂટમાં રહેતા હતા. સુરક્ષા કર્મચારીઓથી ઘેરાયેલા સદ્દત આજે પિઝા પહોંચાડવાનું કામ કરી રહ્યા છે.

ડિસેમ્બર 2020માં સૈયદ અહમદ શાહ અફઘાનિસ્તાન છોડીને જર્મની આવ્યા. સદ્દત પણ ઉચ્ચ શિક્ષિત છે, તેણે ઓક્સફર્ડ યુનિવર્સિટીમાંથી કમ્યુનિકેશનમાં એમએસસી કર્યું છે. તેઓ ઇલેક્ટ્રિકલ એન્જિનિયર પણ છે. સૈયદ અહમદ શાહે વિશ્વના 13 મોટા શહેરોમાં 23 વર્ષથી વિવિધ પ્રકારના કામ કર્યા છે. પણ કદાચ દેશ છોડ્યો તો નસીબે પણ તેને છોડી દીધો. આટલું ભણ્યા પછી પણ તેને ઘરે -ઘરે પીઝા પહોંચાડવાની ફરજ પડે છે.

સૈયદ અહેમદ શાહ સદ્દાતે એક ન્યૂઝ એજન્સી સાથે વાત કરતા જણાવ્યું હતું કે શરૂઆતના દિવસોમાં મને આ શહેરમાં રહેવા માટે કોઈ કામ મળતું નહોતું કારણ કે હું જર્મન ભાષા જાણતો નથી. અત્યારે હું જર્મન શીખવા માટે પિઝા ડિલિવર તરીકે કામ કરું છું. આ નોકરી દ્વારા હું શહેરના વિવિધ ભાગોની મુલાકાત લઈ રહ્યો છું અને લોકોને મળી રહ્યો છું જેથી આગામી દિવસોમાં હું મારી જાતને સુધારી શકું અને બીજી નોકરી મેળવી શકું.

અફઘાનિસ્તાન પર તાલિબાનના લોહિયાળ કબજા પછી ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ સહિત ઘણા મોટા નેતાઓએ અફઘાનિસ્તાન છોડી દીધું છે અને જુદા જુદા દેશોમાં આશરો લીધો છે. પરંતુ પ્રથમ વખત કોઈ મોટા મંત્રી આ રીતે પિઝા વેચતા હોવાની તસવીરો સામે આવી છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

સાળંગપુર કારોબારી બેઠકમાં સી.આર. પાટીલની મોટી જાહેરાત, કહ્યું – મારો કાર્યકાળ પૂર્ણ થયો અને હવે...

સંગઠનમાં સંભવિત ફેરફાર મુદ્દે કુંવરજી બાવળિયાનું મોટું નિવેદન, કહ્યું - સી.આર પાટીલ બન્ને જવાબદારીઓ....

Gujarat Rain Forecast: ગુજરાતના આ 9 જિલ્લામાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગનું એલર્ટ

Rain Update: બનાસકાંઠામાં બારેમેઘ ખાંગા, છેલ્લા 24 કલાકમાં 141 તાલુકામાં  મનમૂકી વરસ્યાં મેઘરાજા

ABP Premium

વિડિઓઝ

Ahmedabad Rain | શહેરના વિવિધ વિસ્તારોમાં ખાબક્યો ધોધમાર વરસાદ, જુઓ વીડિયોAmbalal patel Forecast | જુલાઈ મહિનામાં વરસાદને લઈને હવામાન વિભાગે શું કરી મોટી આગાહી?Inflation Hike | તહેવારો પહેલા સિંગતેલના ભાવમાં ઝીંકાયો વધારો, જુઓ કેટલા વધ્યા ભાવ? | Oil PriceAmreli | બે મહિના પહેલા ઊભી કરાયેલી પવનચક્કી થઈ ધરાશાયી, મજૂરો અને ખેડૂતોનું શું થયું?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સાળંગપુર કારોબારી બેઠકમાં સી.આર. પાટીલની મોટી જાહેરાત, કહ્યું – મારો કાર્યકાળ પૂર્ણ થયો અને હવે...
સાળંગપુર કારોબારી બેઠકમાં સી.આર. પાટીલની મોટી જાહેરાત, કહ્યું – મારો કાર્યકાળ પૂર્ણ થયો અને હવે...
સંગઠનમાં સંભવિત ફેરફાર મુદ્દે કુંવરજી બાવળિયાનું મોટું નિવેદન, કહ્યું - સી.આર પાટીલ બન્ને જવાબદારીઓ....
સંગઠનમાં સંભવિત ફેરફાર મુદ્દે કુંવરજી બાવળિયાનું મોટું નિવેદન, કહ્યું - સી.આર પાટીલ બન્ને જવાબદારીઓ....
Gujarat Rain Forecast: ગુજરાતના આ 9 જિલ્લામાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગનું એલર્ટ
Gujarat Rain Forecast: ગુજરાતના આ 9 જિલ્લામાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગનું એલર્ટ
Rain Update: બનાસકાંઠામાં બારેમેઘ ખાંગા, છેલ્લા 24 કલાકમાં 141 તાલુકામાં  મનમૂકી વરસ્યાં મેઘરાજા
Rain Update: બનાસકાંઠામાં બારેમેઘ ખાંગા, છેલ્લા 24 કલાકમાં 141 તાલુકામાં મનમૂકી વરસ્યાં મેઘરાજા
આજનું હવામાનઃ આજે રાજ્યના નવ જિલ્લામાં ગાજવીજ અને કડાકા ભડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો લેટેસ્ટ આગાહી

Heavy Rain Alert: 18 રાજ્યોમાં તૂટી પડશે વરસાદ, યુપી-ઉત્તરાખંડમાં 4 દિવસ સુધી રેડ એલર્ટ

આટલા વર્ષ સુધી રહેવા પર ભાડૂઆત મિલકત પર જમાવી લેશે કબજો? જાણો શું છે નિયમ

SME IPO માં અરજી કરતાં પહેલા જાણો આ NSE નો આ નવો નિયમ, નફામાં થઈ શકે છે નુકસાન

Embed widget