ચીનમાં કોરોના સંક્રમિત દર્દીઓની સારવાર કરતાં ડોકટર્સ-નર્સ પર થઈ આ અસર, જાણીને ચોંકી જશો
કોરોનાના કારણે વેન્ટીલેટર પર સેંકડોની સંખ્યામાં જીવ ગુમાવતા દર્દીઓને જોઈને ચીનના ડોક્ટરો અને નર્સિંગ સ્ટાફના દિમાગ પર ઊંડી અસર થઈ છે.
વુહાનઃ કોરોનાના કારણે વેન્ટીલેટર પર સેંકડોની સંખ્યામાં જીવ ગુમાવતા દર્દીઓને જોઈને ચીનના ડોક્ટરો અને નર્સિંગ સ્ટાફના દિમાગ પર ઊંડી અસર થઈ છે. આશરે 63 ટકાએ સ્વીકાર કર્યો છે કે સતત આઘાત પહોંચાડતા દ્રશ્યોએ તેમના દિમાગને બીમાર કરી દીધું છે.
જેમાંથી 18 ટકા મનોચિકિત્સકો પાસે સારવાર કરાવી રહ્યા છે. જ્યારે બાકીના લોકો અન્ય રીતે સામાન્ય થવાનો પ્રયાસ કરી રહ્યા છે. ચીન અને અમેરિકાના પ્રતિષ્ઠિત સંસ્થાએ કરેલા અભ્યાસમાં આ વાત સામે આવી છે.
ચીનનું વુહાન શહેર જાન્યુઆરી-ફેબ્રુઆરીમાં કોરોના વાયરસના સંક્રમણનું કેન્દ્ર બન્યું હતું. તેની સારવારમાં સંકળાયેલા ડોક્ટરો તથા પેરા મેડિકલ સ્ટાફ પર ભાવનાત્મક અસર થઈ હતી. જેને સમજવા માટે 994 ડોક્ટરો તતા પેરા મેડિકલ સ્ટાફ પર કરવામાં આવેલા રિસર્ચમાં આ ચોંકાનારી હકીકત સામે આવી હતી.
ભારત સહિત સમગ્ર વિશ્વમાં કોરોનાનો કહેર જોવા મળી રહ્યો છે. કોરોનાનો મૃતક આંક 61 હજારને પાર કરી ગયો છે. વિશ્વભરમાં આ જીવલેણ વાયરસથી 11 લાખ કરતા વધારે લોકો સંક્રમિત થઈ ચુક્યા છે.