પાર્ટીમાં દારુ પીને ડાંસ કરતા ફિનલેન્ડનાં મહિલા PMનો વીડિયો વાયરલ થતાં હંગામો, ડ્રગ્સ ટેસ્ટની માંગ ઉઠી
ફિનલેન્ડનાં મહિલા પ્રધાનમંત્રી સના મરીનનો પાર્ટી કરતો વીડિયો વાયરલ થયા બાદ વિવાદ થયો છે. ફિનલેન્ડના વિપક્ષી નેતાઓએ પણ આ વીડિયોને લઈને સના મરીનને ઘેરવાનું શરૂ કરી દીધું છે.
Finland PM Sanna Marin Party Video: ફિનલેન્ડનાં મહિલા પ્રધાનમંત્રી સના મરીનનો પાર્ટી કરતો વીડિયો વાયરલ થયા બાદ વિવાદ થયો છે. ફિનલેન્ડના વિપક્ષી નેતાઓએ પણ આ વીડિયોને લઈને સના મરીનને ઘેરવાનું શરૂ કરી દીધું છે. સાથે જ સના મરીનનો ડ્રગ ટેસ્ટ કરાવાની પણ માંગ કરાઈ રહી છે. જોકે, સના મરીને ડ્રગ્સ લેવાના મામલે સ્પષ્ટતા કરતા કહ્યું છે કે, પાર્ટી દરમિયાન તેણે માત્ર દારૂ પીધો હતો. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા સના મરીનના વીડિયોમાં તે તેના મિત્રો સાથે ડાન્સ કરતી અને ગીત ગાતી જોવા મળી રહી છે.
પીએમ સના મરીને પોતાના લીક થયેલા વિડિયો વિશે કહ્યું હતું કે, તેમને ખબર હતી કે તેમનો વીડિયો બનાવવામાં આવી રહ્યો છે પરંતુ તેમનો વીડિયો પબ્લીશ કરવામાં આવ્યો તેનાથી તેઓ દુઃખી છે. PM સના મારિને કહ્યું કે, "હા મેં પાર્ટી કરી, ડાન્સ કર્યો અને સિંગિંગ પણ કર્યું. આ બધી સંપૂર્ણપણે કાયદાકીય બાબતો છે." ડ્રગ્સના આરોપો પર, સના મારિને કહ્યું કે, એવો સમય ક્યારેય નથી આવ્યો જ્યારે તે ડ્રગ્સ કરતી જોવા મળી હોય અથવા તે કોઈ ડ્રગના સેવન કરવના વ્યક્તિને ઓળખતી હોય.
પત્રકારો સાથેની વાતચીત દરમિયાન પીએમ સના મરીને કહ્યું કે, તેમની પાસે પારિવારિક જીવન છે, વ્યવસાયિક જીવન છે અને તેમની પાસે થોડો ફ્રી સમય પણ છે જેમાં તે પોતાના મિત્રો સાથે વિતાવી શકે છે. સના મરીને વધુમાં કહ્યું કે મેને લાગે છે કે મારે મારા વર્તનમાં કોઈ ફેરફાર કરવાની જરૂર નથી. અને હું હંમેશા જેવી હતી તેવી જ રહીશ.
Finland’s Prime Minister @MarinSanna is in the headlines after a video of her partying was leaked today.
— Visegrád 24 (@visegrad24) August 17, 2022
She has previously been criticized for attending too many music festivals & spending too much on partying instead of ruling.
The critics say it’s not fitting for a PM. pic.twitter.com/FbOhdTeEGw
બીજી તરફ, ફિનલેન્ડના વિપક્ષી નેતા રીકા પુરાએ સના મરીન વીડિયો લીક મામલે આકરા પ્રહારો કર્યા છે. વિપક્ષી નેતાએ કહ્યું કે ફિનલેન્ડનાં પ્રધાનમંત્રી સના મરીનનો ડ્રગ ટેસ્ટ કરાવવો જોઈએ.
તમને જણાવી દઈએ કે, ફિનલેન્ડનાં PM સના મરીન વિશ્વના સૌથી યુવા પ્રધાનમંત્રી હોવાનું કહેવાય છે. તેઓ ઘણી વખત પાર્ટીઓમાં મસ્તી કરતા જોવા મળે છે. ગયા વર્ષે, સના મરીને ક્લબમાં જવા માટે માફી પણ માંગી હતી કારણ કે તે દરમિયાન તે કોવિડ સંક્રમિત વ્યક્તિના સંપર્કમાં આવી હતી.