France-Ukraine: યુક્રેનને મિરાજ ફાઇટર પ્લેન આપશે ફ્રાન્સ, પાયલટ્સની ટ્રેનિંગ પણ શું કહ્યું મેક્રોને?
France-Ukraine: તેમણે એમ પણ કહ્યું કે યુક્રેનિયન પાયલટ્સને ફ્રાન્સમાં તાલીમ આપવામાં આવશે. જેથી તેઓ પોતાના દેશને રશિયન હુમલાથી બચાવી શકે
France-Ukraine: ફ્રાંસના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોને ગુરુવારે કહ્યું કે તેમનો દેશ યુક્રેનને મિરાજ 2000-5 ફાઈટર પ્લેન આપશે. તેમણે એમ પણ કહ્યું કે યુક્રેનિયન પાયલટ્સને ફ્રાન્સમાં તાલીમ આપવામાં આવશે. જેથી તેઓ પોતાના દેશને રશિયન હુમલાથી બચાવી શકે. આ મિરાજ એરક્રાફ્ટના નિર્માતા કંપની દસોલ્ટ છે. યુક્રેનના રાષ્ટ્રપતિ આ દિવસોમાં ફ્રાન્સમાં છે.
France will transfer Mirage-2000 fighter jets to Ukraine and train their Ukrainian pilots as part of a new military cooperation with Kyiv as it fights the Russian invasion, President Emmanuel Macron announced.https://t.co/zzRRmTY4p5 by @Stuart_JW pic.twitter.com/bOQAYMsaZI
— AFP News Agency (@AFP) June 6, 2024
મેક્રોને કહ્યું કે યુક્રેને તેના પશ્ચિમી સહયોગીઓને તેની ધરતી પર સૈન્યને તાલીમ આપવા માટે લશ્કરી પ્રશિક્ષકો મોકલવા કહ્યું છે, જેથી તે સૈનિકોની સંખ્યા વધારવાના પડકારનો સામનો કરી શકે. એટલા માટે યુક્રેનના રાષ્ટ્રપતિ અને તેમના સંરક્ષણ પ્રધાને તમામ સાથીઓને 48 કલાક અગાઉ સત્તાવાર પત્રમાં જણાવ્યું હતું કે તેમને તેમની ધરતી પર ઝડપથી તાલીમ લેવાની જરૂર છે. મેક્રોને ભારપૂર્વક જણાવ્યું હતું કે ફ્રાન્સ યુદ્ધને વધારવા માંગતું નથી. પરંતુ યુક્રેન જવાબ આપી શકે તો જ શાંતિ પ્રાપ્ત કરી શકાય તેમ છે. શાંતિનો અર્થ યુક્રેનની શરણાગતિ ન હોઈ શકે. જો કે, તેમણે એમ પણ કહ્યું કે શાંતિ માત્ર વાતચીતથી જ આવશે.
રશિયા(Russia)ના પ્રમુખ વ્લાદિમીર પુતિને બુધવારે કહ્યું હતું કે જો યુક્રેનને લાંબા અંતર સુધી રશિયામાં હુમલો કરી શકે તેવા પશ્ચિમી શસ્ત્રોથી હુમલો કરવાની છૂટ આપવામાં આવશે તો રશિયા યુનાઇટેડ સ્ટેટ્સ અને તેના યુરોપિયન સાથીઓ વિરુદ્ધ મિસાઇલો તૈનાત કરી શકે છે. એજન્સી અનુસાર, પુતિને કહ્યું કે પશ્ચિમી દેશોનું એમ માનવું ખોટું છે કે રશિયા ક્યારેય પરમાણુ હથિયારોનો ઉપયોગ નહીં કરે. આ સિવાય પુતિને જર્મનીને ચેતવણી આપી છે કે યુક્રેન દ્વારા રશિયા પર હુમલો કરવા માટે તેમના હથિયારોનો ઉપયોગ કરવો 'ખતરનાક પગલું' હશે. તેના જવાબમાં રશિયા પરમાણુ હથિયારોનો ઉપયોગ કરી શકે છે.
તાજેતરમાં નાટોના વડા જેન્સ સ્ટોલ્ટનબર્ગે યુક્રેનને રશિયન પ્રદેશો પર હુમલો કરવા માટે પશ્ચિમી હથિયારોનો ઉપયોગ કરવાની મંજૂરી આપવા માટે હાકલ કરી હતી. આ મુદ્દાના પ્રશ્ન પર પુતિને ચેતવણી આપી હતી કે કિવને વધુ શક્તિશાળી શસ્ત્રો સાથે રશિયા પર હુમલો કરવાની મંજૂરી આપવી એ એક ગંભીર મુદ્દો છે, જે પશ્ચિમને રશિયા સાથે યુદ્ધ તરફ લઈ જઈ રહ્યું છે.