પાકિસ્તાના PM ઇમરાન ખાન કોરોના પોઝિટિવ, 2 દિવસ પહેલા લગાવી હતી ચીની વેક્સિન
પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાન કોરોના સંક્રમિત થાય છે. તેમનો કોરોના રિપોર્ટ 20 માર્ચ શનિવારે પોઝિટિવ આવ્યો છે. પ્રધાનમંત્રીના સ્વાસ્થ્ય સેવા મામલાના સહાયક ફૈઝલ સુલ્તાને ટવીટ કરીને આ મુદ્દે જાણકારી આપી હતી. કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવતા તેઓ હોમ ક્વોરોન્ટાઇ થયા છે.
પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાન કોરોના સંક્રમિત થાય છે. તેમનો કોરોના રિપોર્ટ 20 માર્ચ શનિવારે પોઝિટિવ આવ્યો છે. પ્રધાનમંત્રીના સ્વાસ્થ્ય સેવા મામલાના સહાયક ફૈઝલ સુલ્તાને ટવીટ કરીને આ મુદ્દે જાણકારી આપી હતી. 2 દિવસ પહેલા ઇમરાન ખાને ચાઇનિઝ વેક્સિન Sinconvac sinopharmનો ડોઝ લીધો હતો. વેક્સિન લગાવ્યા બાદ ઇમરાન ખાન કોરોના સંક્રમિત થાય છે.
પ્રાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાનનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા, તેમના સ્ટાફ અને અન્ય મળનાર લોકોનો પણ કોવિડ ટેસ્ટ કરવામાં આવી રહ્યો છે. સૂત્રો દ્રારા મળતી માહિતી મુજબ ઇમરાન ખાનમાં માત્ર કોવિડના સામાન્ય લક્ષણો જ છે. તેમની સ્થિતિ સામાન્ય છે. ઇમરાન ખાનમાં કોઇ ગંભીર લક્ષણ જોવા નથી મળ્યાં ઇમરાન ખાનને કોઇ ગંભીર લક્ષણો ન જણાતા તેઓ રિપોર્ટ પોઝિટિવ આવ્યાં બાદ હોમ ક્વોરોન્ટાઇન થયા છે.
PM Imran Khan has tested positive for Covid-19 and is self isolating at home
— Faisal Sultan (@fslsltn) March 20, 2021
પાકિસ્તાનમાં કોરોનાની સ્થિતિ વિશે વાત કરીએ તો પાકિસ્તાનમાં અત્યાર સુધીમાં 6 લાખ 56 હજાર કેસ નોંધાયા છે અને 13 હજાર 799 લોકોના મોત થયા છે. પાકિસ્તાનમાં હાલ 29 હજાર 576 એક્ટિવ કેસ છે.ઉલ્લેખનિય છે કે, ચીનની ફાર્માસ્યૂટિકલ કંપની સિનોફાર્મ (Sinopharm) એ પાકિસ્તાનને કોરોના રસીના ડોઝ આપ્યા છે. ચીને પાકિસ્તાનને ફાર્માસ્યૂટિકલ કંપની સિનોફાર્મ (Sinopharm) વેક્સિન વેક્સિન Sinconvac sinopharm પહોંચાડી છે. જો કે આ વેક્સિન લીધાના બીજા દિવસે ઇમરાન ખાન કોરોના સંક્રમિત થયા છે. નિષ્ણાતોના મત મુજબ વેક્સિનેશનના બંને ડોઝ લીધાના 30 દિવસ બાદ વેક્સિનેશનનો શરીર પર પ્રભાવ જોવા મળે છે. આ સમયગાળા પહેલા વેક્સિનેટ થયેલ વ્યક્તિ પણ સંક્રમિત થઇ શકે છે.