Hijab: હિજાબ વિના મેટ્રો સ્ટેશન પર ઉભેલી યુવતીને પોલીસે માર્યો માર, કોમામાં સરી પડી
Hijab: એક વર્ષ પહેલા ઈરાનમાં મહસા અમીનીને હિજાબ ન પહેરવા બદલ અટકાયત કરાઇ હતી. કસ્ટડીમાં માર મારવાને કારણે તેનું મોત થયું હતું. આ ઘટના બાદ ઈરાનમાં હિજાબનો વિરોધ શરૂ થયો હતો.
Iran Hijab Rules: ઈરાનમાં ફરી એકવાર હિજાબનો જિન્ન બહાર આવ્યો છે. તેહરાન મેટ્રો સ્ટેશન પાસે હિજાબ ન પહેરવા બદલ મોરલ પોલીસે 16 વર્ષની છોકરીને માર માર્યો હતો. જેના કારણે યુવતી કોમામાં જતી રહી છે. તેની કડક સુરક્ષા વચ્ચે હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. આ ઘટના બાદ ફરી એકવાર લોકોએ હિજાબને લઈને અવાજ ઉઠાવવાનું શરૂ કર્યું છે.
કુર્દિશ-કેન્દ્રિત અધિકાર જૂથ હેન્ગાવે આ ઘટના અંગે જણાવ્યું હતું કે યુવતીનું નામ અરમિતા ગરવંદ છે. તેહરાન મેટ્રો પાસે મહિલા પોલીસ અધિકારીઓ સાથે તેનો મુકાબલો થયો હતો. આ દરમિયાન પોલીસે તેને ખૂબ માર માર્યો, જેના કારણે તે ઘાયલ થઈ ગઈ. હોસ્પિટલ પહોંચી ત્યાં સુધીમાં તે કોમામાં જતી રહી હતી. ઈરાનના અધિકારીઓનું કહેવું છે કે આ આરોપો ખોટા છે. લો બ્લડપ્રેશરને કારણે યુવતી બેહોશ થઈ ગઈ હતી. હેન્ગોએ જણાવ્યું હતું કે, રવિવારના રોજ તેહરાનના શોહદા મેટ્રો સ્ટેશન પર પોલીસના એજન્ટો દ્વારા પકડાયા અને માર માર્યો હતો. ઉચ્ચ પોલીસ અધિકારીઓ લો બ્લડ પ્રેશર વિશે ખોટું બોલી રહ્યા છે.
હોસ્પિટલની બહાર કડક સુરક્ષા
લોકોમાં ગુસ્સો જોઈને સ્થાનિક પોલીસ પહેલેથી જ એલર્ટ મોડ પર છે. તેહરાનની ફજર હોસ્પિટલમાં કડક સુરક્ષા હેઠળ બાળકીની સારવાર ચાલી રહી છે. અત્યારે પીડિતાને મળવાની પરવાનગી કોઈને નથી. તેના પરિવારમાંથી પણ નહીં. મહસા અમીનીના મામલામાં ઈરાન સરકારે જોયું છે કે વિરોધ કયા સ્તરે થયો હતો. મહસા અમીનીના મૃત્યુના એક વર્ષ બાદ પણ પોલીસ ફરી આ મામલામાં પડવા માંગતી નથી.
મહસા અમીનીને લઈને દેશમાં હોબાળો થયો હતો.
મહસા અમીનીને હિજાબ ન પહેરવા બદલ તેની ધરપકડ કરવમાં આવી હતી. કસ્ટડીમાં માર મારવાને કારણે તેનું મોત થયું હતું. આ ઘટના બાદ ઈરાનમાં હિજાબનો વિરોધ શરૂ થયો હતો. કેટલાક મહિનાઓ સુધી ચાલેલા હિંસક વિરોધમાં સેંકડો લોકો માર્યા ગયા અને હજારો ધરપકડ કરવામાં આવી. ઘણી જહેમત બાદ ઈરાન સરકારે આ પ્રદર્શનોને નિયંત્રિત કર્યા.
આ પણ વાંચો
Asian Games 2023: પરવીન હુડ્ડાએ બોક્સિંગમાં જીત્યો બ્રોન્ઝ, ભારતને આજે ચોથો અને કુલ 73મો મેડલ મળ્યો
Bhavnagar: રાજસ્થાન બસ દુર્ઘટનામાં વધુ એક ભાવનગરના મહિલા યાત્રિકનું મોત, કુલ મૃત્યુઆંક 16 થયો
Crime: શિક્ષકની શરમજનક હરકત, આત્મહત્યાની ધમકી આપી વિદ્યાર્થિનીને શારીરિક અડપલાં કર્યા, ને પછી...
અમદાવાદમાં અહીંથી ઘી ખરીદતા હોય તો ચેતી જજો, અંબાજી પ્રસાદમાં ભેળસેળવાળુ ઘી વેચવાનો છે આરોપ