શોધખોળ કરો

Israel Gaza Attack: ઇઝરાયલ-પેલેસ્ટાઇન યુદ્ધમાં ત્રણ ભારતીય મૂળની યુવતીઓનું મોત

Israel Palestine Attack: બે યુવતીઓ ઈઝરાયેલ ડિફેન્સ ફોર્સિસ (IDF)નો ભાગ હતી જ્યારે ત્રીજી વિશે હજુ સુધી નક્કર માહિતી મળી નથી

Israel Palestine Attack: ઈઝરાયેલ અને હમાસ વચ્ચે છેલ્લા 9 દિવસથી યુદ્ધ ચાલી રહ્યું છે. આ યુદ્ધમાં બંને તરફથી સતત મોટી સંખ્યામાં લોકો માર્યા જાય છે. ઇઝરાયેલમાં ભારતીય મૂળની 3 યુવતીઓનું પણ મોત થયું છે. બે યુવતીઓ ઈઝરાયેલ ડિફેન્સ ફોર્સિસ (IDF)નો ભાગ હતી જ્યારે ત્રીજી વિશે હજુ સુધી નક્કર માહિતી મળી નથી.

IDF તરફથી હમાસ આતંકવાદીઓ સામે લડતી વખતે બે યુવતીઓ શહીદ થઈ હતી. જ્યારે ત્રીજી યુવતી વિશે વધુ વિગતો મળી શકી નથી. ત્રણેય મહારાષ્ટ્રના ભારતીય યહૂદી સમુદાય સાથે સંબંધ ધરાવતી હતી

એક યુવતી ઈઝરાયેલની સેનામાં ઓફિસર હતી

એબીપી ન્યૂઝના અહેવાલ મુજબ, ઇઝરાયેલની સેનામાં સામેલ એક છોકરીનું નામ ઓર મોઝેસ છે, જે ઇઝરાયેલની સેનામાં ઓફિસર હતી. તે હમાસ સાથે લડતી વખતે ગાઝા નજીક જિકિમમાં શહીદ થઇ હતી

આ સિવાય હમાસ સાથે લડતી વખતે શહીદ થયેલી બીજી યુવતીનું નામ કિમ ડોકરકર છે. તે ઈઝરાયેલ બોર્ડર ગાર્ડ પોલીસમાં ઓફિસર હતી. તે પણ હમાસ સાથે લડતી વખતે ગાઝા નજીક મૃત્યુ પામી છે. જ્યારે ત્રીજી મૃતક યુવતીની વિગતો હજુ જાણવા મળી નથી.

ઈઝરાયેલ ઈન્ડિયા ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ અનાત બર્નસ્ટીન-રીચે આ છોકરીઓના પરિવારો સાથે કોઓર્ડિનેટ કરી રહ્યા છે. ખાસ વાત એ છે કે આ ત્રણેય મૃતક યુવતીઓના પરિવારજનો ભારતથી ઈઝરાયલ આવ્યા હતા અને તેઓને અહીં Bene Israel તરીકે ઓળખાય છે.

આતંકવાદી સંગઠન હમાસનો વધુ એક કમાન્ડર ઈઝરાયેલના હવાઈ હુમલામાં માર્યો ગયો છે. જેની ઓળખ બિલાલ અલ કેદરા તરીકે થઈ છે. બિલાલ અલ-કેદરા હમાસના નુખ્બા ફોર્સનો કમાન્ડર હતો. નુખ્બા ફોર્સ હમાસની નૌકાદળનું વિશેષ દળ એકમ છે. ઇઝરાયેલની વાયુસેનાએ એક નિવેદન જાહેર કર્યું કે,તેમને બાતમી મળી હતી કે બિલાલ અલ-કેદરા દક્ષિણ ગાઝા પટ્ટીના ખાન યુનિસ વિસ્તારમાં હાજર છે. ઈઝરાયેલની વાયુસેનાએ કહ્યું કે, ગુપ્તચર માહિતીને પગલે હવાઈ હુમલો કરવામાં આવ્યો હતો, જેમાં બિલાલ અલ-કેદરાનો ખાતમો થયો છે.  ઈઝરાયેલની વાયુસેનાએ દાવો કર્યો છે કે તેના હુમલામાં હમાસના અન્ય ઘણા આતંકવાદીઓ પણ માર્યા ગયા છે.

ઇઝરાયલે હમાસના કમાન્ડર યાહ્યા સિનવારને મારી નાખવાની પ્રતિજ્ઞા લીધી છે. ઈઝરાયેલે હમાસના કમાન્ડર યાહ્યા સિનવારને પેલેસ્ટાઈનનો ઓસામા બિન લાદેન ગણાવ્યો હતો.ઈઝરાયેલની સેનાના મતે યાહ્યા સિનવાર દેશના ઈતિહાસના સૌથી ભયાનક આતંકવાદી હુમલાનો માસ્ટરમાઈન્ડ છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

રાજ્યસભામાં અમિત શાહ બોલ્યા-
રાજ્યસભામાં અમિત શાહ બોલ્યા- "ભાજપ સરકાર દરેક રાજ્યમાં યુનિફોર્મ સિવિલ કોડ લાવશે."
one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ
one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ
Gold Rate Today: સોનાની કિંમતમાં ફરી મોટો ઉલટફેર, જાણો આજે પ્રતિ 10 ગ્રામનો ભાવ 
Gold Rate Today: સોનાની કિંમતમાં ફરી મોટો ઉલટફેર, જાણો આજે પ્રતિ 10 ગ્રામનો ભાવ 
IND W vs WI W: વેસ્ટઈન્ડિઝની શાનદાર બેટિંગ સામે ટીમ ઈન્ડિયા ફ્લોપ, બીજી ટી20માં 9 વિકેટથી હાર 
IND W vs WI W: વેસ્ટઈન્ડિઝની શાનદાર બેટિંગ સામે ટીમ ઈન્ડિયા ફ્લોપ, બીજી ટી20માં 9 વિકેટથી હાર 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : જમીનના જીવલેણ ઝઘડા !Hun To Bolish : હું તો બોલીશ : દર્દીઓને ચીરવાનો અને સરકારને ચૂનો લગાડવાનો પર્દાફાશAhmedabad Crime : ભુવાલડીમાં જમીન વિવાદમાં હથિયારો સાથે આતંક મચાવનાર 10 આરોપીઓની ધરપકડSurat Accident CCTV : સુરતમાં રોડની સાઇડમાં સાયકલ લઈ જતી વિદ્યાર્થિનીને ટ્રકે અડફેટે લેતા મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજ્યસભામાં અમિત શાહ બોલ્યા-
રાજ્યસભામાં અમિત શાહ બોલ્યા- "ભાજપ સરકાર દરેક રાજ્યમાં યુનિફોર્મ સિવિલ કોડ લાવશે."
one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ
one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ
Gold Rate Today: સોનાની કિંમતમાં ફરી મોટો ઉલટફેર, જાણો આજે પ્રતિ 10 ગ્રામનો ભાવ 
Gold Rate Today: સોનાની કિંમતમાં ફરી મોટો ઉલટફેર, જાણો આજે પ્રતિ 10 ગ્રામનો ભાવ 
IND W vs WI W: વેસ્ટઈન્ડિઝની શાનદાર બેટિંગ સામે ટીમ ઈન્ડિયા ફ્લોપ, બીજી ટી20માં 9 વિકેટથી હાર 
IND W vs WI W: વેસ્ટઈન્ડિઝની શાનદાર બેટિંગ સામે ટીમ ઈન્ડિયા ફ્લોપ, બીજી ટી20માં 9 વિકેટથી હાર 
વજન ઘટાડવામાં મદદ કરશે જામફળ, જાણો અન્ય ફાયદાઓ  વિશે
વજન ઘટાડવામાં મદદ કરશે જામફળ, જાણો અન્ય ફાયદાઓ વિશે
Rajkot Cold:  રાજકોટમાં કાતિલ ઠંડી, 10 વર્ષમાં પ્રથમ વખત કોલ્ડવેવનો અનુભવ
Rajkot Cold: રાજકોટમાં કાતિલ ઠંડી, 10 વર્ષમાં પ્રથમ વખત કોલ્ડવેવનો અનુભવ
બુધવારના દિવસે કરો ભગવાન ગણેશજીની પૂજા, થશે આ લાભ  
બુધવારના દિવસે કરો ભગવાન ગણેશજીની પૂજા, થશે આ લાભ  
નવા વર્ષમાં બ્રિટન જવાનો બનાવી રહ્યા છો પ્લાન, જાણી લો પરમિટ સાથે જોડાયેલો નવો નિયમ 
નવા વર્ષમાં બ્રિટન જવાનો બનાવી રહ્યા છો પ્લાન, જાણી લો પરમિટ સાથે જોડાયેલો નવો નિયમ 
Embed widget