Lebanon Radio Blast: લેબનાનમાં ફરી સીરિયલ બ્લાસ્ટ, પેજર બાદ રેડિયોમાં વિસ્ફોટ, 14નાં મોત, 400થી વધુ ઘાયલ
Lebanon Radio Blast: મધ્ય પૂર્વમાં ઈઝરાયલ અને હમાસ વચ્ચેના યુદ્ધ વચ્ચે એક નવી ઘટનાએ આ ક્ષેત્રમાં તણાવ વધારી દીધો છે
Lebanon Radio Blast: મધ્ય પૂર્વમાં ઈઝરાયલ અને હમાસ વચ્ચેના યુદ્ધ વચ્ચે એક નવી ઘટનાએ આ ક્ષેત્રમાં તણાવ વધારી દીધો છે. લેબનોનમાં મંગળવારે (17 સપ્ટેમ્બર 2024) પેજર બ્લાસ્ટ પછી બુધવારે (18 સપ્ટેમ્બર) રાજધાની બેરૂતમાં ફરીથી બે વિસ્ફોટ થયા હતા. બુધવારે થયેલા બ્લાસ્ટ ઈલેક્ટ્રોનિક ડિવાઇસોમાં થયા હતા.
Lebanon: At least 14 people killed, 450 others injured in walkie-talkie explosions
— ANI Digital (@ani_digital) September 18, 2024
Read @ANI Story |https://t.co/miDVEcMGQ2#Lebanon #explosion #LebanonExplosion pic.twitter.com/Qpvse2DKA7
#BREAKING Walkie talkies explode in Hezbollah's Beirut stronghold: source close to group, rescuers pic.twitter.com/Ed2AOfj7o5
— AFP News Agency (@AFP) September 18, 2024
એપીના રિપોર્ટ અનુસાર, બેરૂતના કેટલાક વિસ્તારોમાં વાયરલેસ રેડિયો ઉપકરણો અને કેટલીક વોકી-ટોકીમાં વિસ્ફોટ કરવામાં આવ્યા હતા. અહેવાલ મુજબ, બુધવારે રેડિયોના વિસ્ફોટને કારણે 14 લોકોના મોત થયા હતા અને 400થી વધુ લોકો ઘાયલ થયા હતા. હિઝબુલ્લાએ હુમલાનો બદલો લેવાની પ્રતિજ્ઞા લીધી હતી. હિઝબુલ્લાએ એમ પણ કહ્યું કે તે ગાઝામાં હમાસને સમર્થન આપવાનું ચાલુ રાખશે.
BREAKING: Lebanon's health ministry says one person was killed and over 100 wounded by exploding electronic devices in a second wave of attacks. https://t.co/TtnQcLVG95
— The Associated Press (@AP) September 18, 2024
પેજર વિસ્ફોટ એક દિવસ પહેલા થયો હતો
રોઇટર્સના અહેવાલ મુજબ, હિઝબુલ્લાહ દ્વારા ઉપયોગમાં લેવાતા રેડિયોમાં દેશના દક્ષિણમાં અને રાજધાનીના દક્ષિણ ઉપનગરોમાં વિસ્ફોટ થયા છે. પેજર વિસ્ફોટમાં માર્યા ગયેલા લોકોને દફન કરવામાં આવી રહ્યા હતા ત્યારે રેડિયો વિસ્ફોટ થયા હતા. મંગળવારે લેબનોનમાં પેજર બ્લાસ્ટમાં લગભગ 3,000 લોકો ઘાયલ થયા અને 12 માર્યા ગયા પછી આ ઘટના બની છે.
પાંચ મહિના પહેલા રેડિયો ખરીદાયા હતા
રોઇટર્સના અહેવાલ મુજબ, રેડિયો પાંચ મહિના પહેલા હિઝબુલ્લાહ દ્વારા ખરીદવામાં આવ્યા હતા.. હિઝબુલ્લાએ મંગળવારે આરોપ લગાવ્યો હતો કે ઈઝરાયલે આ હુમલા કર્યા છે. હિઝબુલ્લાએ ઈઝરાયલ સામે બદલો લેવાની પ્રતિજ્ઞા લીધી છે. હિઝબુલ્લાએ બુધવારે દક્ષિણ લેબનોનમાં ઇઝરાયેલી આર્ટિલરી પોઝિશન્સ પર રોકેટ હુમલાઓ સાથે જવાબ આપ્યો. પેજર હુમલા પછી લેબનોનનો આ પ્રથમ હુમલો હતો.
શા માટે હિઝબુલ્લાહ લડવૈયાઓ પેજરનો ઉપયોગ કરે છે?
હિઝબુલ્લા સંગઠનમાં વાતચીત માટે પેજરનો ઉપયોગ કરે છે. પેજર દ્વારા તેમનું લોકેશન શોધી શકાતું નથી. મોબાઇલ ફોનનો ઉપયોગ કરીને લોકેશન ટ્રેસ થવાનું જોખમ રહેલું છે, તેથી હિઝબુલ્લાહ ફોનને બદલે પેજર પસંદ કરે છે. પેજર એ વાયરલેસ ટેલિકોમ્યુનિકેશન ઉપકરણ છે, જેનો ઉપયોગ વૉઇસ અને ટેક્સ્ટ સંદેશા મોકલવા માટે થાય છે.
આ પેજર્સમાં કેવી રીતે બ્લાસ્ટ કરવામાં આવ્યા તે અંગે હિઝબુલ્લાહે કોઈ નિવેદન આપ્યું નથી. જો કે, એવી શંકા છે કે બેટરી કોઈક રીતે ગરમ કરવામાં આવી હતી જેથી લિથિયમ બેટરી વધુ ગરમ થાય અને ફાટી જાય. જો કે, નિષ્ણાતોએ આ સિદ્ધાંત પર પ્રશ્નો ઉભા કર્યા છે. નિષ્ણાતો માને છે કે આટલી મોટી સંખ્યામાં પેજર સાથે આવું કરવું શક્ય નથી.
Lebanon Pager Blast: લેબનોન પેજર બ્લાસ્ટ બાદ લાલઘૂમ હિઝબુલ્લા, ઈઝરાયેલ પર કર્યો રોકેટનો વરસાદ