Singapore New President: આ ભારતીય મૂળના વ્યક્તિ બન્યા સિંગાપોરના રાષ્ટ્રપતિ, જાણો વિગતે
Tharman Shanmugaratnam News: ભારતીય મૂળના થર્મન શનમુગરત્નમે સિંગાપોરના રાષ્ટ્રપતિ પદ માટેની ચૂંટણી જીતી લીધી છે.
Tharman Shanmugaratnam News: ભારતીય મૂળના થર્મન શનમુગરત્નમે સિંગાપોરના રાષ્ટ્રપતિ પદ માટેની ચૂંટણી જીતી લીધી છે. રોઇટર્સ અનુસાર, ચૂંટણી વિભાગે શુક્રવારે (1 સપ્ટેમ્બર) ના રોજ જાહેરાત કરી હતી કે ભૂતપૂર્વ પ્રધાન થર્મન શનમુગરત્નમ 70.4 ટકા મતો સાથે જીત્યા છે.
સિંગાપોરમાં નવમા રાષ્ટ્રપતિની ચૂંટણી માટે શુક્રવારે (1 સપ્ટેમ્બર) મતદાન થયું હતું. જેમાં લોકોએ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો. સિંગાપોરમાં 27 લાખથી વધુ લોકો મતદાન કરવા માટે લાયક હતા અને મતદાન મથકો 8 વાગ્યા સુધી ખોલવામાં રાખવાનાં આવ્યા હતા. આ પછી મતગણતરી શરૂ થઈ હતી.
#BREAKING Singapore's ex-deputy PM Shanmugaratnam elected president: official results pic.twitter.com/BKSGougnag
— AFP News Agency (@AFP) September 1, 2023
રેસમાં વધુ બે ઉમેદવારો હતા
66 વર્ષીય થર્મન શનમુગરત્નમ ઉપરાંત, રાષ્ટ્રપતિ પદની રેસમાં હતા અન્ય બે ઉમેદવારો સરકારી માલિકીવાળી કંપનીના પૂર્વ પ્રમુખ એનજી કોક સોંગ, અને સરકારી વિમા કંપનીના પૂર્વ વડા ટેન કિન લિયાન પણ સામેલ હતા.
થર્મન શનમુગરત્નમ સિંગાપોરના નાયબ વડાપ્રધાન રહી ચૂક્યા છે
તમને જણાવી દઈએ કે, થર્મન શનમુગરત્નમ સિંગાપોરના નાયબ વડાપ્રધાન રહી ચૂક્યા છે. તેઓ શિક્ષણ અને નાણામંત્રીના હોદ્દા પણ સંભાળી ચૂક્યા છે. 2001માં રાજકારણમાં પ્રવેશેલા શનમુગરત્નમે બે દાયકા કરતાં વધુ સમયથી સત્તાધારી પીપલ્સ એક્શન પાર્ટી (PAP) સાથે જાહેર ક્ષેત્ર અને મંત્રી પદ સંભાળ્યું છે.
વર્તમાન રાષ્ટ્રપતિનો કાર્યકાળ 13 સપ્ટેમ્બરે સમાપ્ત થશે
સિંગાપોરના વર્તમાન પ્રેસિડેન્ટ હલીમા યાકુબનો કાર્યકાળ 13 સપ્ટેમ્બરે પૂરો થઈ રહ્યો છે. તેઓ દેશના પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ રહી ચૂક્યા છે. સિંગાપોરમાં 2017ની પ્રમુખપદની ચૂંટણી એક અનામત ચૂંટણી હતી જેમાં માત્ર મલય સમુદાયના સભ્યોને જ ચૂંટણી લડવાની મંજૂરી આપવામાં આવી હતી.
Tharman Shanmugaratnam, a former member of Singapore's ruling party, has won the country's presidential race with 70.4% of the vote, the election department announced on Saturday: Reuters
— ANI (@ANI) September 1, 2023
(File photo) pic.twitter.com/ixrEXMKjGU
2011 પછી પ્રથમ રાષ્ટ્રપતિની ચૂંટણી
તે દરમિયાન અન્ય કોઈ ઉમેદવાર ન હોવાને કારણે હલીમાને પ્રમુખ તરીકે નોમિનેટ કરવામાં આવ્યા હતા. સિંગાપોરમાં 2011 પછી આ પ્રથમ રાષ્ટ્રપતિની ચૂંટણી છે. સિંગાપોરમાં રાષ્ટ્રપતિ પદ માટે પ્રથમ ચૂંટણી 28 ઓગસ્ટ 1993ના રોજ યોજાઈ હતી.
Join Our Official Telegram Channel: https://t.me/abpasmitaofficial