યૂક્રેન યુદ્ધ બાદ પુતિનની લોકપ્રિયતા વધી કે ઘટી ? તમને ચોંકાવી દશે પૉલના આ આંકડા, જાણો......
રશિયાએ ગઇ 24 ફેબ્રુઆરીથી યૂક્રેન પર સૈન્ય હુમલો કરી દીધો હતો, ત્યારથી લઇને અત્યારે 38 દિવસ થઇ ચૂક્યા છે. રશિયન સેનાએ યૂક્રેનમાં અનેક શહેરોને તબાહ કરી દીધા છે.
Ukraine Russia War: રશિયા અને યૂક્રેન વચ્ચે 38 દિવસથી યુદ્ધ ચાલી રહ્યું છે. આ બધાની વચ્ચે રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની લોકપ્રિયતા વધી છે. યૂક્રેનમાં સૈન્ય કાર્યવાહી શરૂ થયા બાદથી વ્લાદિમીર પુતિનના રેટિંગમાં વધારો થઇ ગયો છે. ઇન્ડિપેન્ડન્ટ લેવાડા સેન્ટર (The Independent Levada Centre)એ કહ્યું કે, 80 ટકાથી વધુ રશિયન નાગરિકો રાષ્ટ્રપતિ પુતિનના કાર્યોનુ સમર્થન કરે છે. 24 ફેબ્રુઆરીએ મૉસ્કો દ્વારા યૂક્રેનમાં સૈનિકો મોકલ્યા બાદ લેવાડા દ્વારા કરવામાં આવેલા સર્વેક્ષણમાં કહેવામાં આવ્યુ છે કે 83 ટકા રશિયન લોકો પુતિનના કાર્યોને મંજૂરી આપી. ફેબ્રુઆરીની શરૂઆતમાં આ આંકડો 71 ટકાથી ઉપર હતો.
યુદ્ધ બાદ પુતિનની લોકપ્રિયતા વધી -
યૂક્રેનમાં યુદ્ધની વચ્ચે લેવાડા સેન્ટરે કહ્યું કે, સર્વેમાં સામેલ 15 ટકા લોકોએ પુતિનના યુદ્ધને લઇને સ્વીકૃતિ નથી આપી. લેવાડા પૉલમાં બતાવવામાં આવ્યુ કે રશિયન સરકાર અને તેના વડાપ્રધાન મિખાઇલ મિશુસ્ટિને પણ પોતાની અનુમોદન રેટિંગમાં સુધારો કર્યો. પ્રૉ-ક્રેમલિન પૉલસ્ટર્સ, જે પહેલા જ પોતાના નિષ્કર્ષ પ્રકાશિત કરી ચૂક્યા છે. તેમનુ પણ પુતિનની લોકપ્રિયતાને લઇને રેટિંગ 80 ટકાથી ઉપર દેખાયુ છે.
રશિયાએ ગઇ 24 ફેબ્રુઆરીથી યૂક્રેન પર સૈન્ય હુમલો કરી દીધો હતો, ત્યારથી લઇને અત્યારે 38 દિવસ થઇ ચૂક્યા છે. રશિયન સેનાએ યૂક્રેનમાં અનેક શહેરોને તબાહ કરી દીધા છે. રશિયાની આ કાર્યવાહીથી અમેરિકા, અને યૂરોપિયન યૂનિયનના દેશો સખત થયા છે, અને રશિયા પર અનેક પ્રકારના રાજનીતિક અને આર્થિક પ્રતિબંધો લગાવી દીધા છે.
આ પણ વાંચો........
કાકડી ખાવાથી શરીરમાં થાય છે ઘણા બધા ફાયદા, ગરમીમાં વધારે ખાવી જોઈએ
તમારે પાતળા થવુ હોય તો આ 5 મસાલાને ડાયેટનો ભાગ બનાવો, ઝડપથી ઘટશે વજન
રાજ્યમાં પોલીસ વિભાગ દ્વારા 57 PIની કરવામાં આવી બદલી, જુઓ આ રહ્યું લિસ્ટ