UK Election 2024: બ્રિટનમાં ભારતીય મૂળના સાંસદોનો વધ્યો દબદબો, લેબર પાર્ટીએ હિન્દુઓને કેવી રીતે કર્યા આકર્ષિત?
2021ની વસ્તી ગણતરી મુજબ, ભારતીયો બ્રિટનની વંશીય વસ્તીનો મોટો હિસ્સો છે, જે આશરે 19 લાખ છે
બ્રિટનની સામાન્ય ચૂંટણી 2024માં કીર સ્ટારમરના નેતૃત્વ હેઠળની લેબર પાર્ટીએ જંગી જીત મળતાની સાથે ભારતીય મૂળના સાંસદોની ભૂમિકા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. કારણ કે 2021ની વસ્તી ગણતરી મુજબ, ભારતીયો બ્રિટનની વંશીય વસ્તીનો મોટો હિસ્સો છે, જે આશરે 19 લાખ છે. ચૂંટણી અનુમાન મુજબ, લેબર પાર્ટી 650 સંસદીય બેઠકોમાંથી 410 જીત તરફ આગળ વધી રહ્યા છે. જે પાંચ વર્ષ પહેલા તેમના નિરાશાજનક પરિણામમાંથી મુખ્ય વાપસીને દર્શાવે છે, જે 1935 પછી તેમનું સૌથી ખરાબ પ્રદર્શન હતું.
બ્રિટનમાં ભારતીય મૂળના સાંસદો
ઋષિ સુનક છેલ્લી બ્રિટિશ સંસદમાં વડાપ્રધાન હતા. તેમાં ભારતીય મૂળના 15 સાંસદો હતા. જેમાંથી આઠ લેબર પાર્ટીના અને સાત કન્ઝર્વેટિવ પાર્ટીના હતા. જેણે બ્રિટિશ રાજકીય ઈતિહાસમાં ભારતીય મૂળના લોકોનો મજબૂત વૈવિધ્યસભર સીમાચિહ્ન સ્થાપિત કર્યું છે. બ્રિટની આ સામાન્ય ચૂંટણીમાં કુલ 107 ભારતીય મૂળના સાંસદો ચૂંટણી લડી રહ્યા હતા.
શિવાની રાજા: તેણીએ લેબર પાર્ટીમાંથી લીસેસ્ચર ઇસ્ટમાંથી જીત મેળવી છે. જેમાં તેમણે ભૂતપૂર્વ સાંસદો ક્લાઉડ વેબ અને કીથ વાઝ સહિતના દિગ્ગજ નેતાઓનો સામનો કર્યો હતો, જેમણે અપક્ષ તરીકે ચૂંટણી લડી હતી. તેણીએ ડી મોન્ટફોર્ટ યુનિવર્સિટીમાંથી કોસ્મેટિક સાયન્સમાં સ્નાતક થયા હતા.
કનિષ્ક નારાયણ: લેબર પાર્ટીના કનિષ્ક નારાયણ લઘુમતી પૃષ્ઠભૂમિમાંથી આવતા વેલ્શના પ્રથમ સાંસદ બન્યા. તેમણે ભૂતપૂર્વ વેલ્શ સેક્રેટરી એલુન કેર્ન્સને હરાવ્યા હતા. નારાયણનો જન્મ ભારતમાં થયો હતો અને તેઓ 12 વર્ષના હતા ત્યારે કાર્ડિફ ગયા હતા. તેમણે ઇટનમાં અભ્યાસ કર્યો અને સિવિલ સર્વન્ટ બનતા પહેલા ઓક્સફોર્ડ અને પછી સ્ટેનફોર્ડમાં અભ્યાસ કર્યો હતો.
સુએલા બ્રેવરમેન: તેણીએ ફેરહેમ અને વોટરલૂવિલ બેઠકો જીતી છે. અગાઉની સુનક કેબિનેટના છેલ્લા ફેરબદલમાં તેમને હટાવવામાં આવ્યા હતા અને જેમ્સ ક્લેવરલીને ગૃહ પ્રધાન બનાવવામાં આવ્યા હતા.
અન્ય ઉમેદવારો
બ્રિટનમાં ચૂંટણી લડી રહેલા અન્ય ભારતીય મૂળના ઉમેદવારોમાં આઉટગોઇંગ વડાપ્રધાન ઋષિ સુનકનો સમાવેશ થાય છે, જેઓ રિચમન્ડ નોર્થલર્ટન મતવિસ્તારમાંથી હારી શકે છે. સામાન્ય ચૂંટણીમાં તેમની સીટ ગુમાવનારા તેઓ કદાચ પ્રથમ વર્તમાન વડાપ્રધાન હશે. કેન્યા-ગુજરાતી મુસ્લિમ કાઉન્સિલર અબ્બાસ મેરાલી હેરો વેસ્ટમાં લેબર ફ્રેન્ડ્સ ઓફ ઈન્ડિયાના ગેરેથ થોમસ સામે ચૂંટણી લડી રહ્યા છે, જે મતવિસ્તારના વર્તમાન સાંસદ છે. લેબર પાર્ટીના ભારતીય મૂળના ઉમેદવારોમાં સ્ટોકપોર્ટનું પ્રતિનિધિત્વ કરતા નવેન્દુ મિશ્રાનો સમાવેશ થાય છે. જ્યારે પ્રથમ બ્રિટિશ શીખ મહિલા સાંસદ પ્રીત કૌર ગિલ છે. આ સાથે તનમનજીત સિંહ ધેસી, લિસા નંદી, સીમા મલ્હોત્રા અને વેલેરી વાઝ ભારતીય મૂળના ઉમેદવારોમાં સામેલ છે.
પ્રથમ વખત લેબર પાર્ટીના ઉમેદવારોમાં લંડનના ભૂતપૂર્વ ડેપ્યુટી મેયર રાજેશ અગ્રવાલ (લીસેસ્ટર ઈસ્ટ), બેગી શંકર (ડર્બી સાઉથ), ઉદય નાગરાજુ (નોર્થ બેડફોર્ડશાયર), હજીરા પીરાની (હાર્બરો, ઓડબી અને વિગસ્ટન), શમા ટેટલર (ચિંગફોર્ડ અને વુડફોર્ડ ગ્રીન), કનિષ્ક નારાયણ (વેલ ઓફ ગ્લેમરગમ), રયાન જુડ (ટેટન) અને પ્રાઇમેશ પટેલ (હેરો ઈસ્ટ)નો સમાવેશ થાય છે.