Ukraine : યુક્રેનને પોતાની જ અવળચંડાઈ પડી ભારે, ભારતે આંખ દેખાડતા મારી પલટી
યુક્રેનના સંરક્ષણ મંત્રાલયે તેના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પરથી મા કાલીનો વાંધાજનક ફોટો ટ્વીટ કર્યો હતો. જેને લઈને ભારતીય યુઝર્સે જોરદાર નિશાન સાધ્યું હતું.

Ukraine: રશિયા સાથે ચાલી રહેલા યુદ્ધની વચ્ચે યુક્રેને એક મોટી ભૂલ કરી હતી જેનો તેને હવે પસ્તાવો થઈ રહ્યો છે. યુક્રેને હિંદુ ધર્મની પૂજનીય માતા કાલીનો વાંધાજનક ફોટો શેર કર્યો હતો, જેના પર ભારતીય યુઝર્સ ભડક્યા હતા. જો કે યુક્રેનને પોતાની ભૂલનો અહેસાસ થતા જ યુક્રેને પોતાની ભૂલ સ્વીકારી લીધી અને મા કાલીનો વાંધાજનક ફોટો હટાવી દીધો હતો.
યુક્રેનના સંરક્ષણ મંત્રાલયે તેના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પરથી મા કાલીનો વાંધાજનક ફોટો ટ્વીટ કર્યો હતો. જેને લઈને ભારતીય યુઝર્સે જોરદાર નિશાન સાધ્યું હતું. ભારતીયોએ યુક્રેનના આ કૃત્ય માટે દેશના વિદેશ મંત્રી એસ. જયશંકર પાસે કાર્યવાહીની માંગ પણ કરી હતી. યુઝર્સે યૂક્રેનના આ હેન્ડલ વિરુદ્ધ ટ્વિટરના માલિક ઈલોન મસ્ક પાસેથી કાર્યવાહીની માંગ કરવાનું શરૂ કર્યું હતું. ટ્વિટર પર આ મામલો બરાબરનો ગરમાયો હતો. ત્યાર બાદ યુક્રેનના સંરક્ષણ મંત્રાલયને તેની ભૂલનો અહેસાસ થયો હતો. યુક્રેને મા કાલીનો વાંધાજનક ફોટો તાત્કાલિક અસરથી ડિલીટ કરી દીધો હતો.
ટ્વીટમાં શું હતું?
વાત એમ હતી કે, 30 એપ્રિલના રોજ, યુક્રેનના સંરક્ષણ મંત્રાલયના સત્તાવાર ટ્વિટર હેન્ડલ @DefenceU દ્વારા મા કાલીનો એક ફોટો શેર કરવામાં આવ્યો હતો. જેમાં મા કાલીને અભદ્ર સ્વરૂપમાં બતાવવામાં આવ્યા હતા. જો કે, આ ટ્વીટનો હેતુ શું હતો તે સમજની બહાર છે. કારણ કે મા કાલીનો ફોટો રશિયા સાથે કોઈ લેવાદેવા નથી. આ સ્થિતિમાં યુક્રેને આ ઘૃણાસ્પદ કૃત્ય કેમ કર્યું, તેની પાછળ યુઝર્સ પોતપોતાની દલીલો આપી રહ્યા છે.
કેટલાક યુઝર્સનું માનવું છે કે, યુક્રેન ભારતથી નારાજ છે કારણ કે, ભારતે રશિયા સાથે ચાલી રહેલા યુદ્ધમાં હજુ સુધી તેની મદદ કરી નથી. જ્યારે કેટલાક યુઝર્સનું માનવું છે કે, ભારત અને રશિયાના સારા સંબંધો યુક્રેનને નુકસાન પહોંચાડી રહ્યા છે. આ સ્થિતિમાં તેણે ગુસ્સામાં આ અક્ષમ્ય ભૂલ કરી હતી.
Demeaning tweet against Maa Kali deleted by @DefenceU
— Monica Verma (@TrulyMonica) April 30, 2023
Thanks everyone for reporting 🙏🏻 pic.twitter.com/jFa4B70etE
Ukraine: યુક્રેનનો મહત્વનો નિર્ણય- મેડિકલ વિદ્યાર્થી ભારતમાં જ રહીને આપી શકશે ફાઇનલ પરીક્ષા
Russia Ukraine War: રશિયા સાથે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે યુક્રેન ભારતીય મેડિકલ વિદ્યાર્થીઓને મોટી રાહત આપવા જઈ રહ્યું છે. યુક્રેન ભારતીય વિદ્યાર્થીઓને ભારતમાંથી જ પરીક્ષામાં આપવાની મંજૂરી આપશે. યુક્રેનના નાયબ વિદેશ મંત્રી એમિન ઝાપરોવા 10 થી 12 એપ્રિલ દરમિયાન ભારતની મુલાકાતે હતા. ભારતીય મેડિકલ વિદ્યાર્થીઓના મુદ્દા પર, બુધવારે (12 એપ્રિલ) મંત્રીએ કહ્યું કે યુક્રેન વિદેશી મેડિકલ વિદ્યાર્થીઓને તેમના દેશમાંથી અંતિમ પરીક્ષા આપવાની મંજૂરી આપશે.
એમિન ઝાપરોવાએ જણાવ્યું હતું કે ગયા વર્ષે રશિયન આક્રમણ પછી યુક્રેનથી આવેલા હજારો મેડિકલ વિદ્યાર્થીઓ હવે ભારતમાં તેમની અંતિમ અથવા લાયકાતની પરીક્ષા આપી શકશે. તેમણે કહ્યું કે 2,000 ભારતીય વિદ્યાર્થીઓ યુક્રેન પરત ફર્યા છે અને તેમાંથી મોટાભાગના દેશના પશ્ચિમ ભાગમાં આવેલી મેડિકલ યુનિવર્સિટીઓમાં છે. ગયા વર્ષે 24 ફેબ્રુઆરીએ રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ શરૂ થયા પછી ઝાપરોવા ભારતની મુલાકાત લેનારા યુક્રેનના પ્રથમ નેતા છે.

