શોધખોળ કરો
Kisan Credit Card: કિસાન ક્રેડિટ કાર્ડથી સસ્તા વ્યાજ દરે ખેડૂતેને મળે છે લોન, આ ડોક્યુમેંટ્સની પડે છે જરૂર
Kisan Credit Card: સરકાર દ્વારા ખેડૂતોની મદદ માટે અનેક કામો કરવામાં આવી રહ્યા છે. જેમાંથી એક કિસાન ક્રેડિટ કાર્ડ છે. આ કાર્ડ દ્વારા ખેડૂત ભાઈઓને ખૂબ જ ઓછા વ્યાજ દરે લોન મળે છે.

ફાઈલ તસવીર
1/5

કિસાન ક્રેડિટ કાર્ડ દ્વારા 3 લાખ રૂપિયા સુધીની લોન પરવડે તેવા વ્યાજ દરે સરળતાથી ઉપલબ્ધ છે. આ લોન પર વ્યાજ દર 7 ટકાથી શરૂ થાય છે.
2/5

જે ખેડૂતો સમયસર લોન ચૂકવે છે તેમને વ્યાજ દરમાં 3 ટકા સુધીની છૂટ આપવામાં આવે છે. આ રીતે કિસાન ક્રેડિટ કાર્ડથી લીધેલી લોન પર માત્ર 4 ટકા વ્યાજ ચૂકવવું પડશે.
3/5

કિસાન ક્રેડિટ કાર્ડનો લાભ મેળવવા માટે, ખેડૂતની ઉંમર 18 વર્ષથી 75 વર્ષની વચ્ચે હોવી જોઈએ. ખેડૂત પાસે ઓછામાં ઓછી 2 એકર ખેતીની જમીન હોવી જોઈએ. આ ઉપરાંત ખેડૂત ભાઈઓ માટે બેંક ખાતું હોવું પણ જરૂરી છે.
4/5

કિસાન ક્રેડિટ કાર્ડ માટે અરજી કરવા માટે, ખેડૂતે સંબંધિત બેંકની શાખાની મુલાકાત લેવી જરૂરી છે. કિસાન ક્રેડિટ કાર્ડ દ્વારા ખેડૂતો કૃષિ કાર્યો માટે જરૂરી ભંડોળ મેળવી શકે છે. ખેડૂતો આ લોનનો ઉપયોગ ખાતર, બિયારણ, કૃષિ મશીનો, પશુપાલન, માછલી ઉછેર વગેરે માટે કરી શકે છે.
5/5

આ મહત્વપૂર્ણ દસ્તાવેજોની પડશે જરૂરઃ આધાર કાર્ડ, પાન કાર્ડ, મતદાર આઈડી, રેશન કાર્ડ, ખેતીની જમીન સંબંધિત દસ્તાવેજો, બેંક ખાતાની માહિતી
Published at : 20 Nov 2023 04:29 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
ક્રિકેટ
ક્રિકેટ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
