શોધખોળ કરો
Upcoming Cars in 2024: નવા વર્ષે માર્કેટમાં એન્ટ્રી કરશે આ કારો, તમે કઇ ખરીદશો ?
મોટાભાગના ગ્રાહકો કાર ખરીદવા માટે તહેવારોની સિઝન અથવા નવા વર્ષની રાહ જોતા હોય છે. જો તમે પણ આ લિસ્ટમાં સામેલ છો

તસવીર (સોશ્યલ મીડિયા પરથી)
1/5

Auto Updates News: ભારતીય ઓટોમોબાઇલ માર્કેટમાં કેટલીય કારોનો જમાવડો થયો છે. ગ્રાહકો પણ કન્ફ્યૂઝ છે કે કઇ કાર લેવી, હવે આ લિસ્ટમાં કેટલીક નવી કારો પણ ઉમેરાઇ શકે છે. મોટાભાગના ગ્રાહકો કાર ખરીદવા માટે તહેવારોની સિઝન અથવા નવા વર્ષની રાહ જોતા હોય છે. જો તમે પણ આ લિસ્ટમાં સામેલ છો, તો અમે તમને નવા વર્ષમાં આવનારી કાર વિશે જણાવવા જઈ રહ્યા છીએ. અહીં બેસ્ટ કારોનુ લિસ્ટ બતાવી રહ્યાં છીએ, જે 2024માં આવી રહી છે.
2/5

આ લિસ્ટમાં પહેલું નામ Hyundai Cretaનું છે, જેની એન્ટ્રી નવા વર્ષમાં નક્કી કરવામાં આવી છે. જે 16મી જાન્યુઆરીએ થવાનું છે. નવા સેફ્ટી ફિચર્સથી સજ્જ આ કારમાં ADAS જેવા ફીચર્સ પણ જોવા મળશે.
3/5

આગામી કાર Kia Sonet છે, જેનું ફેસલિફ્ટ વેરિઅન્ટ નવા વર્ષમાં લૉન્ચ કરવામાં આવશે. જે ફેબ્રુઆરીમાં થઈ શકે છે. કંપનીએ આ મહિને તેનું અનાવરણ કર્યું છે.
4/5

આ યાદીમાં ત્રીજું નામ નવી પેઢીની મારુતિ સુઝુકી સ્વિફ્ટનું છે. ADAS જેવી અદ્યતન સુવિધાઓથી સજ્જ મારુતિની આ લોકપ્રિય હેચબેક નવા વર્ષની શરૂઆતમાં પ્રવેશ કરી શકે છે. નવી ચોથી પેઢીની સ્વિફ્ટને નવા પ્લેટફોર્મ પર બનાવવામાં આવી છે.
5/5

મહિન્દ્રા તેના XUV300 અને XUV400 ના અપડેટેડ મોડલ્સને નવા વર્ષની શરૂઆતમાં લોન્ચ કરવાની તૈયારી કરી રહી છે, જે જાન્યુઆરી અથવા ફેબ્રુઆરીમાં જોવા મળી શકે છે.
Published at : 27 Dec 2023 12:51 PM (IST)
આગળ જુઓ
Advertisement