શોધખોળ કરો
Automatic Car ખરીદવા માંગો છો, તમારી રેન્જમાં મળી જશે કેટલાય ઓપ્શન
Toyota Urban Cruiser Hayrider એક એવી કાર છે જે ઘણી શાનદાર સુવિધાઓ સાથે આવે છે

(તસવીર- એબીપી લાઇવ)
1/8

Automatic Car Under 15 Lakh Rupees: કાર ખરીદતા પહેલા લોકો કારના ફિચર્સ વિશે જાણવા માંગે છે. આ ફિચર્સની યાદીમાં ઓટોમેટિક ટ્રાન્સમિશનનો વિકલ્પ પણ સામેલ છે. ભારતીય બજારમાં 15 લાખ રૂપિયાની રેન્જમાં ઘણી ઓટોમેટિક કાર ઉપલબ્ધ છે. આ કારોની યાદીમાં ઘણી મોટી કંપનીઓના નામ સામેલ છે, જેમાં ટાટા, હ્યૂન્ડાઈ, મારુતિ સુઝુકી, ટોયોટા અને મહિન્દ્રાનું નામ આવી શકે છે.
2/8

Toyota Urban Cruiser Hayrider એક એવી કાર છે જે ઘણી શાનદાર સુવિધાઓ સાથે આવે છે. આ કારને અદભૂત બ્લેક અને બ્રાઉન કલરનું ઈન્ટિરિયર આપવામાં આવ્યું છે. કારમાં પેનોરેમિક સનરૂફ પણ છે. આ કારમાં ડ્રાઇવ મૉડ સ્વિચ કરવાનો વિકલ્પ પણ છે. આ કારમાં વાયરલેસ ચાર્જિંગની મદદથી મોબાઈલ ફોન ચાર્જ કરી શકાય છે. ટોયોટાની આ કારની એક્સ-શોરૂમ કિંમત 11.14 લાખ રૂપિયાથી શરૂ થાય છે.
3/8

Kia Seltos પણ એક શાનદાર કાર છે. આ કારમાં ADAS લેવલ-2ની સાથે 17 ઓટોનોમસ ફિચર્સ આપવામાં આવ્યા છે. કારમાં ડ્યુઅલ-પેન પેનોરેમિક સનરૂફ પણ છે. આ Kia કારમાં 10.25-ઇંચની ટચસ્ક્રીન AVNT સિસ્ટમ છે. કારમાં સંપૂર્ણ ડિજિટલ ક્લસ્ટરની સુવિધા પણ આપવામાં આવી છે. આ Kia કારની એક્સ-શોરૂમ કિંમત 10,89,900 રૂપિયાથી શરૂ થાય છે.
4/8

Kia Seltos પણ એક શાનદાર કાર છે. આ કારમાં ADAS લેવલ-2ની સાથે 17 ઓટોનોમસ ફિચર્સ આપવામાં આવ્યા છે. કારમાં ડ્યુઅલ-પેન પેનોરેમિક સનરૂફ પણ છે. આ Kia કારમાં 10.25-ઇંચની ટચસ્ક્રીન AVNT સિસ્ટમ છે. કારમાં સંપૂર્ણ ડિજિટલ ક્લસ્ટરની સુવિધા પણ આપવામાં આવી છે. આ Kia કારની એક્સ-શોરૂમ કિંમત 10,89,900 રૂપિયાથી શરૂ થાય છે.
5/8

ઓટોમેટિક કારની યાદીમાં Hyundai Verna પણ સામેલ છે. આ કારમાં 10.25 ઇંચની HD ઓડિયો-વીડિયો નેવિગેશન સિસ્ટમ છે. આ ઉપરાંત ડિજિટલ ક્લસ્ટરની સુવિધા પણ આપવામાં આવી છે. આ કાર હોરીઝોન એલઇડી પોઝીશનીંગ સાથે લેમ્પ્સ અને ડીઆરએલથી સજ્જ છે. આ Hyundai કારની એક્સ-શોરૂમ કિંમત 11 લાખ રૂપિયાથી શરૂ થાય છે.
6/8

મહિન્દ્રા થાર 4 સીટર SUV છે. આ વાહનમાં ઓટોમેટિક ટ્રાન્સમિશનની સુવિધા પણ આપવામાં આવી છે. મહિન્દ્રા થાર ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમથી પણ સજ્જ છે, જેની સાથે ઘણી સુવિધાઓ જોડાયેલી છે. આ કારને ગ્લોબલ NCAP તરફથી પુખ્ત અને બાળ સુરક્ષામાં 4-સ્ટાર રેટિંગ મળ્યું છે. Mahindra Tharની એક્સ-શોરૂમ કિંમત 11.35 લાખ રૂપિયાથી શરૂ થાય છે.
7/8

Tata Punch EV પણ બજેટ-ફ્રેન્ડલી કાર છે. આ ઇલેક્ટ્રિક કાર સિંગલ ચાર્જિંગમાં 421 કિલોમીટરની રેન્જ આપે છે. આ કારમાં ફાસ્ટ ચાર્જિંગનું ફિચર પણ આપવામાં આવ્યું છે, જેના કારણે તેને 56 મિનિટમાં ફુલ ચાર્જ કરી શકાય છે. ટાટાની આ કાર 9.5 સેકન્ડમાં 0 થી 100 kmphની સ્પીડ પકડી શકે છે. Tata Punch EVની એક્સ-શોરૂમ કિંમત 10.99 લાખ રૂપિયાથી શરૂ થાય છે.
8/8

મારુતિ સુઝુકી ગ્રાન્ડ વિટારામાં 6-સ્પીડ ઓટોમેટિક ટ્રાન્સમિશન છે. આ કાર મજબૂત હાઇબ્રિડ ટેક્નોલોજી સાથે ભારતીય બજારમાં હાજર છે. આ કારમાં સુરક્ષા માટે 6 એરબેગ્સનું ફિચર પણ છે. મારુતિની આ કારમાં 10 કલર વેરિએન્ટ આપવામાં આવ્યા છે. ગ્રાન્ડ વિટારાની એક્સ-શોરૂમ કિંમત 10.99 લાખ રૂપિયાથી શરૂ થાય છે.
Published at : 19 May 2024 12:55 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
આઈપીએલ
દુનિયા
અમદાવાદ
દુનિયા
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
