શોધખોળ કરો
Too Hot To Handle: નોરા ફતેહીએ શેર કરી ફરી એકવાર એકદમ સિઝલિંગ તસવીરો, જુઓ અહીં.....

Nora_Fatehi
1/6

મુંબઇઃ અભિનેત્રી અને ડાન્સ નોરા ફતેહીએ તાજેતરમાં જ સોશ્યલ મીડિયા પર પોતાના લેટેસ્ટ ફોટોશૂટની એક તસવીર ફેન્સની સાથે શેર કરી છે. જે ખુબજ ઝડપથી વાયરલ થઇ રહી છે. ફેશનના મામલે નોરા ફતેહી ટ્રેન્ડ સેન્ટર છે, તે ઘરેથી નીકળે અને તેની સ્ટાઇલની ચર્ચા ના થાય એવુ બને નહીં.
2/6

ચીતા પ્રિન્ટ સ્વિમ કૉસ્યૂમ, લૉન્ગ ગૉલ્ડન ઇયરિંગ, લાંબી બિખેરાયેલા વાળની લટો.... નોરાની આ અદાઓ જાનલેવા છે અને સૌથી વધુ ચર્ચા થઇ રહી છે તેના આઉટફિટની. સોશ્યલ મીડિયા પર નોરા ફતેહીની તસવીરોને જબરદસ્ત લાઇક્સ અને કૉમેન્ટ મળી રહ્યાં છે.
3/6

આમ તો ખુબ લાંબા સમય સુધી મીડિયાથી દુરી બનાવ્યા બાદ નોરા ફતેહી હવે ફરીથી સોશ્યલ મીડિયા પર એક્ટિવ થઇ ગઇ છે.
4/6

ઉલ્લેખનીય છે કે, ડાન્સિંગ સેન્સેશન નોરા ફતેહી બહુજ જલ્દી ફિ્લ્મ 'ભુજઃ ધ પ્રાઇડ ઓફ ઇન્ડિયા'માં દેખાશે. ફિલ્મના ટ્રેલર રિલીઝ કરવામા આવી ચૂક્યુ છે. ફેન્સ આ ફિલ્મમાં નોરાને જોવા માટે ઉતાવળીયા થયા છે.
5/6

નોરા કેટલાય વર્ષોથી બૉલીવુડમાં પોતાના મૂવ્સ અને ડાન્સથી ફેન્સને દિવાના બનાવી રહી છે. તેને અત્યાર સુધી કેટલીય ફિલ્મોમાં બેલી ડાન્સ કર્યો છે, નોરાનો ડાન્સ જોઇને કોઇપણ દિવાનો થઇ જાય છે. દિલબર દિબલરથી લઇને સાકી સાકી સુધી નોરાએ પોતાના ડાન્સ મૂવ્સથી બધાને ચોંકાવ્યા છે.
6/6

માત્ર ડાન્સ જ નહીં પરંતુ નોરા ફતેહી પોતાની ગ્લૉઇંગ સ્કિન અને ફિટનેસને લઇને પણ ખુબ ચર્ચામાં રહ્યાં કરે છે. મોરક્કોના કેનેડિયન પરિવારમાંથી આવનારી નોરા ફતેહી 29 વર્ષની થઇ ચૂકી છે. ઇન્સ્ટાગ્રામ પર તેના 30 મિલિયનથી વધુ ફોલોઅર્સ છે.
Published at : 01 Aug 2021 03:41 PM (IST)
આગળ જુઓ
Advertisement