શોધખોળ કરો
Juhi Chawla Fitness: 56ની ઉંમરે પણ ફિટ અને યુવા લાગે છે જુહી ચાવલા, જાણો તેની ફિટનેસનું રહસ્ય
Juhi Chawla Fitness: જુહી ચાવલા ભલે 56 વર્ષની થઈ ગઈ હોય પરંતુ તેના ચહેરા પર ઉંમરની અસર દેખાતી નથી, જુહી હજુ પણ એક્ટિવ અને ફિટ દેખાય છે. જાણો શું છે જુહીની ફિટનેસનું રહસ્ય.

જુહી ચાવલા
1/7

Juhi Chawla Fitness: જુહી ચાવલા ભલે 56 વર્ષની થઈ ગઈ હોય પરંતુ તેના ચહેરા પર ઉંમરની અસર દેખાતી નથી, જુહી હજુ પણ એક્ટિવ અને ફિટ દેખાય છે. જાણો શું છે જુહીની ફિટનેસનું રહસ્ય.
2/7

જુહી ચાવલા પોતાને ફિટ રાખવા માટે જીમમાં નથી જતી પરંતુ તે ઘરે જ યોગ કરે છે, તેની યોગાભ્યાસમાં અયંગર યોગનો સમાવેશ થાય છે જે તેને શાંત અને વધુ સારી બનાવે છે.
3/7

જુહીના યોગમાં વૃક્ષ આસન પણ સમાવેશ થાય છે, તેનાથી તેનું શરીર અને મગજ બંને ફિટ રહે છે.આનાથી શરીરમાં ફ્લેક્સિબિલિટી આવે છે, ચહેરા પર ગ્લો રહે છે.
4/7

જુહી ચાવલા તેના દિવસની શરૂઆત લીંબુનો રસ અને મધ મિક્સ કરીને એક ગ્લાસ ગરમ પાણી પીને કરે છે. તે તેમના શરીરને ડિટોક્સ કરે છે.
5/7

તે રોગપ્રતિકારક શક્તિ અને પાચન તંત્રને પણ મજબૂત બનાવે છે. વજન નિયંત્રણની સાથે ચહેરા પર ચમક પણ લાવે છે.
6/7

પોતાની જાતને હાઈડ્રેટ રાખવા માટે જૂહી આખા દિવસમાં 8 થી 10 ગ્લાસ પાણી પીવે છે, આ જ તેની યુવા ત્વચાનું રહસ્ય છે. આ સાથે તે દરરોજ નારિયેળ પાણી પણ પીવે છે.
7/7

અભિનેત્રીની સુંદર ત્વચા અને ફિટનેસ પાછળ હેલ્ધી ડાયટ છે. જુહીને લંચમાં દાળ, રોટલી, ભાત, દહીં, લીલા શાકભાજી ખાવાનું પસંદ છે. જુહી વધુ મસાલેદાર, તળેલું અને ખાંડવાળું ખોરાક ટાળે છે. જુહી બાફેલા અને બેક્ડ કરેલા શાકભાજીથી પોતાને ફિટ રાખે છે.
Published at : 20 Feb 2023 11:13 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
સમાચાર
ગુજરાત
ગુજરાત
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
