શોધખોળ કરો
કેટરિના કૈફ સાથે બ્રેકઅપ બાદ આ કારણે એક્ટરને થયું હતું કરોડોનું નુકસાન, લીધો હતો આવો નિર્ણય!

ફાઇલ
1/8

રણબીર કપૂર જ્યારે બોલીવૂડમાં નવા આવ્યા હતા.તો સૌથી પહેલા તેઓ દીપિકા પાદુકોણને ડેટ કરી રહ્યાં હતા. દીપિકા સાથે રણબીરનું બ્રેકઅપ થઇ ગયું.
2/8

બંનેના સંબંધ તૂટવાનું કારણ બની હતી કેટરિના કેફ, કેટરિના કૈફ રણબીરના સંપર્કમાં ફિલ્મ રાજનિતીના સેટ પરથી આવી હતી.
3/8

ત્યારબાદ ફિલ્મ ગજબ પ્રેમ કી અજબ કહાણીના શૂટિંગ દરમિયાન બંનેના રિલેશનશિપની ચર્ચા સામે આવી હતી.
4/8

કેટરિના સાથે લિવ ઇનમાં રહેવા માટે તે સમયે રણબીરે માતા પિતાનું ઘર છોડ્યું હતું અને લિવઇનમાં તેમની સાથે રહ્યો હતો. આ સમય બંનેએ ખૂબ ક્વોલિટી સમય સાથે સ્પેન્ડ કર્યો હતો.
5/8

મીડિયા રિપોર્ટસ મુજબ બંનેએ મુંબઇની પાલી હિલના વિસ્તારમાં સિલ્વર સેડસ નામની બિલ્ડિંગમાં એક પેન્ટ હાઉસ રેન્ટ પર લીધું હતું. આ પેન્ટ હાઉસનું મહિનાનું ભાડું 15 લાખ હતું. આ રકમ ઉપરાંત રણબીરે સિક્યોરિટી ડિપોઝિટ માટે 21 કરોડ જમા કરાવ્યા હતા.
6/8

આટલી મોટી રકમ ખર્ચ્યા બાદ ઘરના ઇન્ટિરિયર માટે પણ લાખોમાં ખર્ચ કરવામાં આવ્યો હતો. આ સ્થિતિમાં જ્યારે બ્રેકઅપ થયું તો રણબીરે કરોડોનું નુકસાન સહન કરવું પડ્યું હતું.
7/8

બ્રેકઅપ બાદ રણબીર કપૂર વિલ્સન એપાર્ટમેન્ટ હિલ રોડ બાંદ્રા સ્થિત તેમના નવા એપાર્ટમેન્ટમાં શિફ્ટ થઇ ગયા હતા. જો કે બીજી તરફ કેટરીના લાંબા સમય સુધી એ ઘરમાં રહી હતી. લાંબા સમય બાદ તે બીજા ભાડાના મકાનમાં શિફ્ટ થઇ ગઇ.
8/8

વર્તમાન સ્થિતિની વાત કરીએ તો હાલ રણબીર કપૂર આલિયા ભટ્ટ સાથે રિલેશનશિપમાં છે. તો બીજી તરફ કેટરીના કૈફનું રિલેશન સ્ટેટસ હાલ સિંગલ છે. જો કે તેનું નામ છેલ્લા કેટલાક દિવસથી વિક્કિ કોશલ સાથે જોડવામાં આવી રહ્યું છે.
Published at : 23 Mar 2021 05:11 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
બિઝનેસ
દુનિયા
શિક્ષણ
ટેકનોલોજી
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
