રૂબીના દિલેકે કોરોનાથી રિકવર થયા બાદ સોશિયલ મીડિયા દ્રારા જણાવ્યું કે, આખરે બહુ ટૂંકા સમયમાં કોવિડને કેવી રીતે માત આપી શકાય.તેમણે એવી પાંચ ટિપ્સ આપી છે. જેનાથી ઝડપથી રિકવરી આવે છે.
2/5
ટીવી એક્ટ્રેસ રૂબીના દિલેક કોવિડ સામે જંગ જીતીને હવે ફરી વાપસી માટે તૈયાર છે. રૂબીના આ મહિને જ કોવિડ સંક્રમિત થઇ હતી. તે શિમલાના ઘરમાં ક્વોરોન્ટાઇન હતી. સાજા થયા બાદ તેમણે સોશિયલ મીડિયા દ્રારા ફેન્સ માટે એક ટિપ્સ શેર કરી છે કે કોવિડથી ઝડપથી રિકવર થવા માટે શું કરવું જોઇએ.
3/5
રૂબીનાએ સોશિયલ મીડિયા પર જણાવ્યું કે, "હુંછેલ્લા 19 દિવસથી ક્વોરોન્ટીન હતી. પરંતુ હવે રિકવર થયા બાદ હું આપને મારા ખુદના અનુભવ પરથી એવી પાંચ ટિપ્સ આપી રહી છું તેનાથી કોવિડથી ઝડપથી રિકવરી લાવી શકાય છે. આ સમય દરમિયાન સૌથી વધુ મહત્વનું છે, ખુશ રહેવું. હું મારૂ પસંદગીનું સંગીત સાંભળતી હતી અને ખુશ રહેતી હતી"
4/5
રૂબીનાએ સોશિયલ મીડિયા પર જણાવ્યું કે, "રિકવર થવા માટે સૌથી જરૂરી ડાયટ પણ છે. મેં આ સમય દરમિયાન હેલ્થી પોષ્ટીક ડાયટ લીધું અને સમય પર દરેક દવા લીધી. આટલું જ નહીં શરીરને હાઇડ્રેઇટ રાખવું પણ જરૂરી છે. તો મેં આ સમય દરમિયાન ખૂબ લિક્વિડ લીધુ. ખૂબ પાણી પીધું.
5/5
રૂબીનાએ તેમના ફેન્સનો દુવા કરવા માટે આભાર વ્યક્ત કર્યો. તેમણે વીડિયો શેર કરીને જણાવ્યું હતું કે, તે આ ક્વોરોન્ટાઇનનો સમય કેવી રીતે વિતાવી રહી છે. આ તે તેમની બહેન સાથે ક્વોલિટી ટાઇમ સ્પેન્ડ કરી રહી હતી. કવોરોન્ટાઇન બાદ તે સોશિયલ મીડિયા પર એક બાદ એક પોસ્ટ શેર કરી રહી છે. તે બહુ જલ્દી રિકવર થવાની કોશિશ કરી રહી છે.