એલોવેરામાં વિટામિન સી, ઇ અને બીટા કેરોટિન ભરપૂર માત્રામાં હોય છે.આ સિવાય તેમાં એન્ટી ઇમ્ફ્લેમેટરી અને એન્ટી માઇક્રોબિયલ તત્વ હોય છે. જે સ્કિનને હેલ્ધી રાખવામાં અને વધતી ઉંમરની અસર ઓછું કરવાનું કામ કરે છે.
2/5
ડૈંડ્રફ ફંગલ ઇન્ફેકશન અને ડ્રાય ઓઇલી સ્કિન જેવા અનેક કારણોના કારણે થાય છે. જો તેનો તરત જ ઉપચાર ન કરવામાં આવે તો સમસ્યા વધી જાય છે. એલોવેરામાં એન્ટી ઇંફ્લેમેટરી અને એન્ટી માઇક્રોબિયલ તત્વ હોય છે. જે ફંગલની સમસ્યાને દૂર કરવામાં ખૂબ જ કારગ છે. તેને હેર કેર રૂટીનમાં સામેલ કરો. સ્કૈલ્પ હાઇડ્રેઇટ રહેશે ઓઇલી નહીં.
3/5
એલોવેરા એક નેચરલ મોઈશ્ચરાઈઝર છે. જેને લગાવ્યા બાદ ત્વચાને ચીકણી લાગતી નથી અને રોમછિદ્રો પણ બ્લોક થતા નથી. મોઇશ્ચરાઇઝર સિવાય તમે તેની જેલને પણ લગાવી શકો છો, જે ખૂબ જ ફાયદાકારક છે.
4/5
એલોવેરા જેલને સ્કેલ્પમાં લગાવવાથી બ્લડ સર્ક્યુલેશન સુધરે છે, જેનાથી વાળ તૂટવાની સમસ્યા દૂર થાય છે અને વાળનો ગ્રોથ સારો થાય છે. તેમાં પ્રોટીઓલિટીક એન્ઝાઇમ હોય છે, જેથી સ્કેલ્પની સ્કિન પર ડેડસેલ્સ નથી થતી.તે હેર ગ્રોથ માટે જરૂરી છે.
5/5
જો તમારા ચહેરા પર પિમ્પલ્સ કે તેના ડાઘ ધબ્બા હોય તો તેને દૂર કરવા માટે તમે ચહેરાને એલોવેરા જેલથી મસાજ કરો. તે સ્ટ્રેચ માર્ક્સ સહિતના હઠીલા નિશાનને દૂર કરવામાં પણ અસરકારક છે.