શોધખોળ કરો
Black Coffee : વજન નથી ઉતરતું તો બ્લેક કોફનું આ રીતે નિયમિત કરો સેવન,માખણની જેમ પીગળશે ચરબી
Black Coffee : શું બ્લેક કોફી વજન ઘટાડે છે, તેનું સેવન કેવી રીતે કરવું જોઈએ, જેવા પ્રશ્નો મનમાં ઘૂમતા રહે છે, કોફીમાં એવા ગુણધર્મો છે જે વેઇટ લોસમાં પણ કારગર છે.

બ્લેક કોફીના ફાયદા
1/7

શું બ્લેક કોફી વજન ઘટાડે છે, તેનું સેવન કેવી રીતે કરવું જોઈએ, જેવા પ્રશ્નો મનમાં ઘૂમતા રહે છે, ખાસ કરીને જ્યારે તમે વજન ઘટાડવાનું વિચારી રહ્યા હોવ. જો કે આપણા રસોડામાં કોફીને સ્વાસ્થ્યપ્રદ વસ્તુ માનવામાં આવી નથી. આ હોવા છતાં, તેમાં એવા ગુણધર્મો છે જે વેઇટ લોસમાં પણ કારગર છે.
2/7

જો કે, તે કેવી રીતે અને કયાં સમયે પીવી જોઇએ તે જોણવું જરૂરી છે. વજન ઘટાડવા માટે, દૂધ અને ખાંડવાળી કોફીને જીવનમાં કાયમ માટે બાય-બાય કરીને બ્લેક કોફીનો સમાવેશ કરવો જોઈએ.
3/7

બ્લેક કોફીમાં એવા ઘણા તત્વો હોય છે જે વજન ઘટાડવાની સાથે પેટની ચરબીને કંટ્રોલ કરવામાં પણ મદદ કરે છે. તેમાં ક્લોરોજેનિક એસિડ પૂરતી માત્રામાં જોવા મળે છે. જે મેટાબોલિઝમને મજબૂત બનાવે છે. તેની સાથે જ તેમાં એસિડ એન્ટી ઓબેસિટી ગુણ જોવા મળે છે જે ચરબીને ઝડપથી ઓગળવામાં મદદ કરે છે.
4/7

બ્લેક કોફીમાં કેફીન, થિયોબ્રોઇઇમાન, થિયોફાઇલિઇન અને ક્લોરોજેનિક એસિડ હોય છે. જે વેઇટ ઓછું કરવામાં મદદ કરે છે.
5/7

કોફીમાં એવા તત્વો છે, જે ભૂખને નિયંત્રિત કરે છે અને ક્રેવિંગથી બચાવે છે. જેના કારણે આપ એક્સ્ટ્રા ખાવાથી બચો છો.
6/7

બ્લેક કોફી એક્સરસાઇઝ કરતા પહેલા પીવી વધુ હિતાવહ છે. જેનાથી એનર્જી લેવલ વધે છે. બ્લેક કોફીને સવારે ખાલી પેટ પીવો અને બાદ એક્સરસાઇઝ કરો.
7/7

નિષ્ણાતો ચેતવણી પણ આપે છે કે જો તમે સવારે ખાલી પેટે બ્લેક કોફી પીઓ અને તે પછી કસરત ન કરો તો તે સ્વાસ્થ્ય માટે હાનિકારક સાબિત થઈ શકે છે. આ પેટમાં અસ્વસ્થતા અને એસિડ રિફ્લક્સનું કારણ બની શકે છે. એટલા માટે તેને પીધા પછી કસરત કરો.
Published at : 12 Nov 2022 12:47 PM (IST)
આગળ જુઓ
Advertisement