શોધખોળ કરો
Crispy Fried Fish: બપોરના જમવામાં ટ્રાય કરી શકો છો ક્રિસ્પી ફ્રાય ફિશ, ટેસ્ટી સાથે હેલ્ધી
સ્મોકી અને તળેલું ખાવાનું કોને પસંદ નથી. પરંતુ અમે તમારા માટે લાવ્યા છીએ ક્રિસ્પી ફિશ જેને તમે સરળતાથી લંચમાં ટ્રાય કરી શકો છો.

પ્રતિકાત્મક તસવીર
1/6

આજે અમે તમને જણાવીશું કે કેવી રીતે તમે ઘરે બેઠા ક્રિસ્પી સ્પાઈસી ફ્રાય માછલી બનાવી શકો છો. આ એક એવી રેસીપી છે કે જેને તમે ખૂબ જ સરળતાથી બનાવી શકો છો.
2/6

આ સરળ રેસીપી બનાવવા માટે ફક્ત એક મોટો બાઉલ લો અને તેમાં લીંબુનો રસ, આદુની પેસ્ટ, લસણની પેસ્ટ, મસાલા નાખીને બરાબર હલાવો.
3/6

હવે આ માછલીને ધોઈ, સાફ કરો અને થોડી સૂકવવા દો. આ પછી માછલીને મસાલેદાર મેરિનેડમાં મેરીનેટ કરો અને થોડીવાર માટે ફ્રિજમાં રાખો.
4/6

આ પછી પાણી, ચણાનો લોટ, ચોખાનો લોટ, મીઠું અને કાળા મરી મિક્સ કરીને બેટર તૈયાર કરો.
5/6

એક કડાઈમાં તેલ ગરમ કરો અને તેલ ગરમ થાય એટલે આંચ ધીમી કરો. મેરીનેટ કરેલી માછલીને બેટરમાં ડુબાડીને ફ્રાય કરો.
6/6

જ્યાં સુધી માછલી સારી રીતે રંધાઈ ન જાય ત્યાં સુધી પકાવો અને ત્યારબાદ ટેસ્ટી ક્રિસ્પી ફિશની મજા માણો
Published at : 20 Jun 2023 02:43 PM (IST)
આગળ જુઓ
Advertisement