શોધખોળ કરો
Health : શરીરના આ ભાગમાં થતાં દુખાવાને અવગણશો નહિ, આ ગંભીર બીમારીના છે સંકેત
ઘણા લોકો પેટમાં દુખાવાની ફરિયાદ કરે છે. આ એક સામાન્ય સમસ્યા છે ,જેના ઘણા કારણો હોઈ શકે છે. પરંતુ પેટના ચોક્કસ ભાગમાં દુખાવો થવાનું કારણ ગંભીર રોગો પણ હોઈ શકે છે.
![ઘણા લોકો પેટમાં દુખાવાની ફરિયાદ કરે છે. આ એક સામાન્ય સમસ્યા છે ,જેના ઘણા કારણો હોઈ શકે છે. પરંતુ પેટના ચોક્કસ ભાગમાં દુખાવો થવાનું કારણ ગંભીર રોગો પણ હોઈ શકે છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/12/06/fd3ebf88bdfde9ffb93517fbc5597014170185872784281_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
પ્રતીકાત્મક તસવીર ( ગૂગલમાંથી)
1/8
![ઘણા લોકો પેટમાં દુખાવાની ફરિયાદ કરે છે. આ એક સામાન્ય સમસ્યા છે જેના ઘણા કારણો હોઈ શકે છે. પરંતુ પેટના ચોક્કસ ભાગમાં દુખાવો થવાનું કારણ ગંભીર રોગો પણ હોઈ શકે છે. જો તમે પણ પેટના નીચેના ભાગે દુખાવાથી પરેશાન છો તો સાવધાન થઈ જાવ.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/12/06/f3ccdd27d2000e3f9255a7e3e2c48800d8855.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ઘણા લોકો પેટમાં દુખાવાની ફરિયાદ કરે છે. આ એક સામાન્ય સમસ્યા છે જેના ઘણા કારણો હોઈ શકે છે. પરંતુ પેટના ચોક્કસ ભાગમાં દુખાવો થવાનું કારણ ગંભીર રોગો પણ હોઈ શકે છે. જો તમે પણ પેટના નીચેના ભાગે દુખાવાથી પરેશાન છો તો સાવધાન થઈ જાવ.
2/8
![પેટમાં દુખાવો એ એક સામાન્ય સમસ્યા છે, જે ઘણીવાર ઘણા લોકોને પરેશાન કરે છે. આ પેટમાં દુખાવો થવાના ઘણા કારણો હોઈ શકે છે. પરંતુ આપણે ઘણી વાર તેને અવગણીએ છીએ કારણ કે તે એક સામાન્ય સમસ્યા છે અને તેને કોઈ પેઈનકિલર અથવા ઘરગથ્થુ ઉપચારથી દૂર કરવાનો પ્રયાસ કરીએ છીએ. આ ઉપાયોથી વ્યક્તિ થોડા સમય માટે પેટના દુખાવામાં રાહત મેળવી શકે છે. પરંતુ ધીમે ધીમે આ સમસ્યા ખૂબ જ ગંભીર સ્વરૂપ પણ ધારણ કરી શકે છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/12/06/519fa044ccc321dc18a710a3f254dc74de1a6.jpg?impolicy=abp_cdn&imwidth=720)
પેટમાં દુખાવો એ એક સામાન્ય સમસ્યા છે, જે ઘણીવાર ઘણા લોકોને પરેશાન કરે છે. આ પેટમાં દુખાવો થવાના ઘણા કારણો હોઈ શકે છે. પરંતુ આપણે ઘણી વાર તેને અવગણીએ છીએ કારણ કે તે એક સામાન્ય સમસ્યા છે અને તેને કોઈ પેઈનકિલર અથવા ઘરગથ્થુ ઉપચારથી દૂર કરવાનો પ્રયાસ કરીએ છીએ. આ ઉપાયોથી વ્યક્તિ થોડા સમય માટે પેટના દુખાવામાં રાહત મેળવી શકે છે. પરંતુ ધીમે ધીમે આ સમસ્યા ખૂબ જ ગંભીર સ્વરૂપ પણ ધારણ કરી શકે છે.
3/8
![પેટની નીચે જમણી બાજુમાં દુખાવો થવાના ઘણા ગંભીર કારણો હોઈ શકે છે. પેટના આ ભાગમાં દુખાવો થવાનું કારણ ફલૂ, હર્નીયા, એપેન્ડિસાઈટિસ અને કેન્સર પણ હોઈ શકે છે. આવી સ્થિતિમાં, બેદરકારી વિના તરત જ તમારા ડૉક્ટરની સલાહ લેવી મહત્વપૂર્ણ છે. જો તમે પણ આ રીતે પીડાથી પરેશાન છો, તો અમે તમને તેના કેટલાક મુખ્ય અને ગંભીર કારણો વિશે જણાવીશું](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/12/06/2ebf227634439155bc6cf8c332e74be4ea922.jpg?impolicy=abp_cdn&imwidth=720)
પેટની નીચે જમણી બાજુમાં દુખાવો થવાના ઘણા ગંભીર કારણો હોઈ શકે છે. પેટના આ ભાગમાં દુખાવો થવાનું કારણ ફલૂ, હર્નીયા, એપેન્ડિસાઈટિસ અને કેન્સર પણ હોઈ શકે છે. આવી સ્થિતિમાં, બેદરકારી વિના તરત જ તમારા ડૉક્ટરની સલાહ લેવી મહત્વપૂર્ણ છે. જો તમે પણ આ રીતે પીડાથી પરેશાન છો, તો અમે તમને તેના કેટલાક મુખ્ય અને ગંભીર કારણો વિશે જણાવીશું
4/8
![કિડની સ્ટોન-જો તમને પેટના નીચેના ભાગમાં સતત દુખાવો રહે છે, તો તે કિડનીની પથરીને કારણે હોઈ શકે છે. આજકાલ આ સમસ્યા ઘણા લોકોમાં જોવા મળી રહી છે. આ સ્થિતિ શરીરમાં કેલ્શિયમ જમા થવાને કારણે થાય છે. કિડનીમાં થતી આ પથરીના કદ અલગ અલગ હોઈ શકે છે. નાની પથરી પેશાબ દ્રારા શરીરમાંથી બહાર નીકળી જાય છે. પરંતુ મોટી સાઈઝને કારણે પથરી બહાર નીકળી શકતી નથી જેના કારણે પીઠના નીચેના ભાગમાં, પેટમાં અને કમરમાં અસહ્ય દુખાવાની સમસ્યા શરૂ થાય છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/12/06/32477b9e4abfddc67181f46bb401285a3b663.jpg?impolicy=abp_cdn&imwidth=720)
કિડની સ્ટોન-જો તમને પેટના નીચેના ભાગમાં સતત દુખાવો રહે છે, તો તે કિડનીની પથરીને કારણે હોઈ શકે છે. આજકાલ આ સમસ્યા ઘણા લોકોમાં જોવા મળી રહી છે. આ સ્થિતિ શરીરમાં કેલ્શિયમ જમા થવાને કારણે થાય છે. કિડનીમાં થતી આ પથરીના કદ અલગ અલગ હોઈ શકે છે. નાની પથરી પેશાબ દ્રારા શરીરમાંથી બહાર નીકળી જાય છે. પરંતુ મોટી સાઈઝને કારણે પથરી બહાર નીકળી શકતી નથી જેના કારણે પીઠના નીચેના ભાગમાં, પેટમાં અને કમરમાં અસહ્ય દુખાવાની સમસ્યા શરૂ થાય છે.
5/8
![પીરિયડ્સ ક્રેમ્પ્સ-ઘણીવાર માસિક ધર્મ દરમિયાન પેટના નીચેના ભાગમાં દુખાવો થવાની સમસ્યા થઈ શકે છે. પીરિયડ ક્રેમ્પ્સની સમસ્યા પેટના બંને નીચેના ભાગમાં અનુભવાય છે. ઘણી સ્ત્રીઓમાં આ સમસ્યા ખૂબ જ ગંભીર હોય છે. જેના કારણે ક્યારેક ઉબકા કે ઉલ્ટી, ઝાડા અને માથાનો દુખાવો પણ થઈ શકે છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/12/06/d52c1a4340bbd5ef793e69c5304630714adfa.jpg?impolicy=abp_cdn&imwidth=720)
પીરિયડ્સ ક્રેમ્પ્સ-ઘણીવાર માસિક ધર્મ દરમિયાન પેટના નીચેના ભાગમાં દુખાવો થવાની સમસ્યા થઈ શકે છે. પીરિયડ ક્રેમ્પ્સની સમસ્યા પેટના બંને નીચેના ભાગમાં અનુભવાય છે. ઘણી સ્ત્રીઓમાં આ સમસ્યા ખૂબ જ ગંભીર હોય છે. જેના કારણે ક્યારેક ઉબકા કે ઉલ્ટી, ઝાડા અને માથાનો દુખાવો પણ થઈ શકે છે.
6/8
![ઇરિટેબલ બાઉલ સિન્ડ્રોમ અથવા આર્ઇબીએસ-ઇરીટેબલ બોવેલ સિન્ડ્રોમ અથવા IBS એ લાંબા ગાળાની સ્થિતિ છે, જે આપણા પાચનતંત્રને અસર કરે છે. સરળ શબ્દોમાં કહીએ તો, આ આંતરડા બગડવાની સ્થિતિ છે, જેના કારણે પેટના નીચેના ભાગમાં તીવ્ર દુખાવો અનુભવાય છે. જેના કારણે ઝાડા, કબજિયાત, પેટનું ફૂલવું જેવી સમસ્યાઓ થઈ શકે છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/12/06/3456158c8546ffbb78148781380301ccca902.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ઇરિટેબલ બાઉલ સિન્ડ્રોમ અથવા આર્ઇબીએસ-ઇરીટેબલ બોવેલ સિન્ડ્રોમ અથવા IBS એ લાંબા ગાળાની સ્થિતિ છે, જે આપણા પાચનતંત્રને અસર કરે છે. સરળ શબ્દોમાં કહીએ તો, આ આંતરડા બગડવાની સ્થિતિ છે, જેના કારણે પેટના નીચેના ભાગમાં તીવ્ર દુખાવો અનુભવાય છે. જેના કારણે ઝાડા, કબજિયાત, પેટનું ફૂલવું જેવી સમસ્યાઓ થઈ શકે છે.
7/8
![કેન્સર-નાભિની ઉપરના વિસ્તારમાં સતત પેટમાં દુખાવો, પેટની ગાંઠને કારણે થઈ શકે છે. આ સિવાય પેટમાં સોજો કે પ્રવાહી ઉત્પન્ન થવાનું કારણ કેન્સર પણ હોઈ શકે છે. અમેરિકન કેન્સર ઇન્સ્ટિટ્યૂટ અનુસાર, દુખાવો, અપચો અને હાર્ટબર્ન કોલોન કેન્સરના પ્રારંભિક લક્ષણો હોઈ શકે છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/12/06/030e21ba23991a39529ed80dfefb4ae7d251e.jpg?impolicy=abp_cdn&imwidth=720)
કેન્સર-નાભિની ઉપરના વિસ્તારમાં સતત પેટમાં દુખાવો, પેટની ગાંઠને કારણે થઈ શકે છે. આ સિવાય પેટમાં સોજો કે પ્રવાહી ઉત્પન્ન થવાનું કારણ કેન્સર પણ હોઈ શકે છે. અમેરિકન કેન્સર ઇન્સ્ટિટ્યૂટ અનુસાર, દુખાવો, અપચો અને હાર્ટબર્ન કોલોન કેન્સરના પ્રારંભિક લક્ષણો હોઈ શકે છે.
8/8
![એપિડિસઇટિંસ-જો આપ પેટની નીચે જમણી બાજુ સતત દુખાવાથી પરેશાન છો, તો તે એપેન્ડિસાઈટિસના સંકેત હોઈ શકે છે. એપેન્ડિક્સ મોટા આંતરડાની પાસે એક નળી જેવું રચના હોય છે, જેમાં સોજાના કારણે એપેન્ડિસાઈટિસની સમસ્યા શરૂ થાય છે. તેના પ્રારંભિક લક્ષણોમાં તાવ, ઝાડા, ઉલટી, નબળાઇ, ભૂખ ન લાગવી વગેરેનો સમાવેશ થાય છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/12/06/531395332aac04d2d47e10fab368250d28a30.jpg?impolicy=abp_cdn&imwidth=720)
એપિડિસઇટિંસ-જો આપ પેટની નીચે જમણી બાજુ સતત દુખાવાથી પરેશાન છો, તો તે એપેન્ડિસાઈટિસના સંકેત હોઈ શકે છે. એપેન્ડિક્સ મોટા આંતરડાની પાસે એક નળી જેવું રચના હોય છે, જેમાં સોજાના કારણે એપેન્ડિસાઈટિસની સમસ્યા શરૂ થાય છે. તેના પ્રારંભિક લક્ષણોમાં તાવ, ઝાડા, ઉલટી, નબળાઇ, ભૂખ ન લાગવી વગેરેનો સમાવેશ થાય છે.
Published at : 06 Dec 2023 04:02 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
દેશ
દેશ
ગુજરાત
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)